જૂનાગઢની અસ્મિતા સાથે જોડાયેલ સંદર્ભો તપાસીએ ત્યારે રૂપાયતન સંસ્થાનો ઉલ્લેખ અનિવાર્ય બને. રૂપાયતનની સ્થાપના ધીરેનભાઈ ગાંધી અને નવીનભાઈ ગાંધી કે જેઓ ગાંધીજીના ભત્રીજા થાય તેમના દ્વારા કરવામાં આવી હતી. બંનેનો પ્રારંભિક ઉછેર સાબરમતી આશ્રમમાં. પ્રાથમિક ઘડતર ગાંધી વિચારધારામાં પામી તેઓ ગુરુદેવની નિશ્રામાં શાંતિનિકેતન રહ્યા અને નંદલાલ બોઝ, ગુરુદયાલ મલિક પાસેથી ચિત્રકલા સહિતની વિદ્યાઓ પામ્યા. ત્યાર બાદ કલાસેવાર્થે મુંબઈની વાટ પકડી. વિલેપાર્લેમાં રૂપાયતનની સ્થાપના કરી.
સ્થાપના બાદ થોડા જ ગાળામાં ૩૦ જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ બાપુની હત્યા થઈ. બરાબર આ ઘટનાના તેરમા દિવસે જાણે કે બાપુનું પુણ્યતર્પણ કરતા હોય એમ તેઓએ ‘પ્યારા બાપુ’ નામનું સામયિક શરૂ કર્યું જે ગાંધીવિચારના પ્રસાર માટે હતું. એની નોંધપાત્ર વાત એ હતી કે નવીનદાદા અને ધીરેનદાદા બંનેએ સંકલ્પ કરેલો કે, ‘પ્યારા બાપુ’માં એક પણ વિજ્ઞાપનજાહેરાત ન લેવી. એને ઠીક-ઠીક સફળતા મળી ત્યારે બંનેએ વિચાર કર્યો કે શાંતિનિકેતનના જ માર્ગે મોટા પાયે એક કલાધામ વિકસાવવું. ત્યારે રતુભાઈ અદાણીની સેવા-સૌરભ ઘણી અને સમગ્ર સૌરાષ્ટ્ર - ગુજરાતના રાજકારણમાં એમનો સારો એવો પ્રભાવ. રતુભાઈ ધીરેનદા અને નવીનદાના સંબંધી. એટલે બંનેએ રતુભાઈ પાસે માર્ગદર્શન માગ્યું. તે વખતે સૌરાષ્ટ્ર રાજ્ય અને ઢેબરભાઈ તેના મુખ્યમંત્રી. રતુભાઈની સલાહથી ઢેબરભાઈએ ૧૯૫૦ની સાલમાં તાત્કાલિક જૂનાગઢ ખાતે ગિરિ તળેટીમાં ૧૦૦ એકર જમીન લીઝ પર ફાળવી. ધીમે ધીમે ૧૯૫૪માં કામ શરૂ થયું. મૂળ પરિકલ્પના એવી હતી કે ત્યાં કલાકારોની એક કોલોની વસાવવી, આસપાસના હસ્તકલાના કારીગરોને વસાવવા. પોતે બંને પણ હાડોહાડ કલાકાર. એમાં પણ નવીનદા ઉત્તમ ફોટોગ્રાફર. જે-તે સમયે બાપુની તસવીરો માત્ર નવીનદાદા જ લેતા. ધીરેનદાદા ઉત્તમ ચિત્રકાર. કળાની પ્રવૃત્તિઓ સાથે એમણે હાથકાગળ બનાવવાનાં યંત્રો પણ લીધાં. આસપાસના વિસ્તારોમાં લાકડામાંથી કાગળનો માવો મળી રહેતો અને એમાંથી કાગળો બનાવતા. આ હેન્ડમેઇડ પેપરમાંથી જે વેસ્ટ નીકળતું એમાંથી હસ્તકલાના નમૂના પણ બનાવે!
This story is from the January 21, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the January 21, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે
જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો
માણસને બદલે હું ઝાડવું હોત, કૈક માળા બંધાત મારી ડાળીએ! રોજે રોજ કરતો હું હોત એની સાથ એને હોય કોઈ મનગમતી વાત યોગેશ પંડ્યા
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ