પાત્રીસેક વરસ અગાઉ નેધરલૅન્ડ્સના એક નિવૃત્ત સજ્જન નામે બ્રાયન મુંબઈમાં આ લેખકને મળ્યા હતા. એ પછી સારા મિત્ર બની ગયા. દિવસો સુધી સાથે રહ્યા. ગુજરાતનો નકશો બતાવ્યો તો એ ખંભાતના અખાત તરફ અંગુલિનિર્દેશ કરીને બોલ્યા કે અમારે ત્યાં નેધરલૅન્ડ્સમાં આવી સામુદ્રિક સ્થિતિ હોય તો અમે તેમાં એક મોટો ડેમ બાંધી દઈએ. ત્યારે એમને ખબર ન હતી કે ગુજરાતમાં પણ કલ્પતરુ ડેમ બાંધવાની ચર્ચા હતી. એમણે પોર્ટ આલ્બર્ટ વિક્ટર વિષે પણ ચર્ચા કરી. એ કહેતા કે ભારતે દરિયાકાંઠાનો લાભ ઉઠાવ્યો નથી. વિક્ટર બંદર ઠપ થઈ ગયું હતું. અંગ્રેજોએ તેની શરૂઆત કરી ત્યાં સુધી રેલવે લાઇન નાખી હતી, પરંતુ બંદરનો એવો મોટા ગજાનો વિકાસ થયો ન હતો અને અંગ્રેજોના જવા સાથે બંદર બંધ પડી ગયું. નાનકડી નૅરોગેજ રેલ લાઇન હતી તે પણ બંધ પડી હતી. એ સ્ટેશન પરનું ગામ રહી ગયું જે વિક્ટર તરીકે ઓળખાય છે. બાજુના ચાંચ બેટ પર ભાવનગરના મહારાજાએ સુંદર રિસોર્ટ જેવો બંગલો બંધાવ્યો હતો. તેનું બાંધકામ મનભાવન હતું, પણ ૧૯૪૫-૪૬માં તેનું બાંધકામ પૂરું થયું અને તેની સાથે રાજાશાહી પણ સમાપ્ત થઈ. વરસો સુધી એ બંગલો અવાવરું પડી રહ્યો.
આજે ફરી એ બધાના ખૂબ સારા દિવસો આવ્યા છે અને તેનો યશ નિખિલભાઈ ગાંધીના સાહસિક સ્વભાવને જાય છે, જેમણે વિક્ટર અર્થાત્ પીપાવાવ બંદરનો જીર્ણોદ્ધાર કર્યો. એ કામ નેવાનાં પાણી મોભે ચડાવવા બરાબર હતું, પણ એ એમણે કર્યું. આજે નિખિલભાઈ પીપાવાવ બંદરની માલિકી ધરાવતા નથી, પણ પીપાવાવ બંદર દુનિયાના નકશામાં સ્થાન પામ્યું છે. કોલકાતાથી નાગરવેલના પાન ટ્રેનમાં લાવીને મુંબઈમાં વેચવા અને મુંબઈથી રમકડાં લઈ જઈ કોલકાતામાં વેચવા એ નિખિલ ગાંધીનો પ્રારંભનો વેપાર. ક્રમશઃ વિકાસ સાધીને પીપાવાવ બંદર નવેસરથી શરૂ કર્યું. અનેક અસહ્ય લમણાઝીંકો બાદ રિલાયન્સને બંદરના કામકાજનો અમુક હિસ્સો વેચી દીધો. નિખિલભાઈએ સહન પણ કરવું પડ્યું. એ પાનવાળા નિખિલભાઈ આજે અમેરિકાની પ્રતિષ્ઠિત વ્હાર્ટન બિઝનેસ સ્કૂલમાં લેક્ચરો આપવા જાય છે, જ્યાં ભારતના ધનિક કુટુંબનાં સંતાનો ભણવા જાય છે. વ્હાર્ટન સ્કૂલમાં વોરેન બફેટ, એલન મસ્ક, સુંદર પિચાઈ, ડોનાલ્ડ ટ્રમ્પ, ઇવાન્ડા ટ્રમ્પ અને આપણા અનિલ અંબાણી પણ ભણ્યા છે. યાદ રહે કે મૂળ અમરેલીના નિખિલ ગાંધી કોલકાતામાં માત્ર બી.કોમ. સુધી જ ભણ્યા હતા.
This story is from the January 28, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the January 28, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ