'માંગા' એટલે જાપાનીઝ કોમિક્સની અજાયબ દુનિયા
ABHIYAAN|February 11, 2023
અમદાવાદ મૅનેજમૅન્ટ એસોસિયેશન(એએમએ) ખાતે જાપાન ઇન્ફોર્મેશન એન્ડ સ્ટડી સેન્ટર સ્થપાયા બાદ ભારત-જાપાન વચ્ચેના સાંસ્કૃતિક આદાનપ્રદાનની પ્રવૃત્તિઓને વેગ મળ્યો છે. આ જ કડીમાં એએમએ ખાતે ૧૧મો જાપાન ફેસ્ટિવલ આયોજિત કરવામાં આવ્યો છે આ ફેસ્ટિવલ હેઠળ યોજાયેલા ‘માંગા હોકુસાઈ માંગા' આર્ટ શૉ પ્રદર્શન હેઠળ જાપાનની પ્રખ્યાત માંગા કલાને એક નવા જ દૃષ્ટિકોણ હેઠળ લોકો સમક્ષ રજૂ કરવામાં આવી છે.
આર્જવ પારેખ
'માંગા' એટલે જાપાનીઝ કોમિક્સની અજાયબ દુનિયા

વર્ષ ૧૯૭૨માં જાપાનીઝ સરકાર દ્વારા જાપાન ફાઉન્ડેશન નામની સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. આ સંસ્થાનો મુખ્ય હેતુ સાંસ્કૃતિક આદાનપ્રદાનથી એક આંતરરાષ્ટ્રીય સમજણ વિકસિત કરવાનો રહ્યો છે. સંસ્થા દ્વારા થતાં સાંસ્કૃતિક આદાનપ્રદાનના કાર્યક્રમ હેઠળ અમદાવાદમાં અમદાવાદ મૅનેજમૅન્ટ એસોસિયેશન ખાતે ‘માંગા હોકુસાઈ માંગા’ નામની પ્રદર્શનીનો પ્રારંભ થયો છે, જેમાં જાપાનની માંગા કલાના ઉદ્ભવથી માંડીને તેનાં પરંપરાગત અને આધુનિક રૂપો વચ્ચે ચર્ચા પ્રસ્તુત કરવામાં આવી છે. પરંપરાગત અને આધુનિક માંગા વચ્ચે શું સામ્યતા છે અને શું ભેદ છે એ દર્શાવતું આ પ્રદર્શન છે, જેમાં માંગાનું સમય સાથે બદલાતું સ્વરૂપ જોવા મળે છે. ડિરેક્ટર જેકલીન બર્નેટ્ટ, ક્યુરેટર ઇતો યુ, તાકાહાશી મિઝુકી અને આર્ટ ડિરેક્ટર સોબુ શિનના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું છે.

છેલ્લા ઘણા સમયથી માંગા કલાને મનોરંજનનું એક સાધન જ ગણવામાં આવે છે, પરંતુ આ કલાએ સમય સાથે સાહિત્ય, સંશોધન અને વિવેચન માટેના પણ રસ્તાઓ ખોલ્યા છે. ‘માંગા હોકુસાઈ માંગા’ પ્રદર્શન એ કોઈ માંગા કલાનું સામાન્ય પ્રદર્શન નથી. આ પ્રદર્શન પહેલાં થયેલાં પ્રદર્શનોથી અલગ એટલા માટે પડે છે, કારણ કે તે સમકાલીન જાપાનીઝ માંગા કૉમિક્સની વિશદ ચર્ચા કરે છે અને તેના પર કલાકાર હોકુસાઈનો પ્રભાવ કેટલો છે તે અંગે આપણું ધ્યાન ખેંચવાનો પ્રયત્ન કરે છે. આ સિવાય આ પ્રદર્શનનું ધ્યાન વિવિધ શૈલીઓ, ચિત્રવાર્તાઓ, સચિત્ર નવલકથાઓ અને જાપાનીઝ સંસ્કૃતિ પર વધુ છે, જ્યારે પહેલા શબ્દોના સંકલન, ચિત્રો અને પાત્રો પર વધુ ધ્યાન આપવામાં આવતું હતું. માંગા કલાચિત્રો જોવાની પણ એક અલગ રીત છે. જેમાં કોઈ પણ પાનાંમાં રહેલી વિગતને જમણેથી ડાબે અને ઉપરથી નીચે એમ વંચાય છે. કોઈ પણ સામાન્ય જાપાનીઝ સ્ક્રિપ્ટ આ રીતે જ વંચાય છે. આ પ્રદર્શનની ગોઠવણ પણ એ જ શૈલીમાં કરવામાં આવી છે.

‘માંગા હોકુસાઈ માંગા' એટલે શું?

This story is from the February 11, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the February 11, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે

time-read
4 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
ABHIYAAN

એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે

સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો
ABHIYAAN

જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો

માણસને બદલે હું ઝાડવું હોત, કૈક માળા બંધાત મારી ડાળીએ! રોજે રોજ કરતો હું હોત એની સાથ એને હોય કોઈ મનગમતી વાત યોગેશ પંડ્યા

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
4 mins  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ

time-read
4 mins  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024
વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય
ABHIYAAN

વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય

કૉલેજની પ્રેસનોટનું ‘ડ્રાફિટંગ' વાંચીને ભૂપતભાઈએ તેમને પૂછેલું રિપોર્ટર બનવું છે? કૉલેજ સિવાયના સમયમાંથી થોડા કલાકોમાં કેવી રીતે કામ કરવું એ ભૂપતભાઈએ તેમને સમજાવેલું

time-read
2 mins  |
Abhiyaan Magazine 21/12/2024