નીણાંમંત્રી નિર્મલા સીતારામને ‘અમૃતકાળ’માં અમૃતમય બજેટ પ્રસ્તુત કર્યું. આ બજેટમાં નાણાંમંત્રીએ ૨૦૪૭માં ભારતના અર્થતંત્રને વિશ્વગુરુ બનાવવા તરફ પગરવ માંડી દીધા છે, એમ કહીએ તો અતિશયોક્તિ નહીં હોય. ‘ભારત જોડો’ યાત્રા રાહુલ ગાંધીએ કરી, પરંતુ કેન્દ્ર સરકારે આજે બજેટ પ્રસ્તુત કરીને આર્થિક રીતે ‘ભારત જોડો' અભિયાન છેડી દીધું છે એવું સ્પષ્ટ રીતે દ્રષ્ટિગોચર થઈ રહ્યું છે.
ભાજપનું સૂત્ર છે, ‘સબ કા સાથ - સબ કા વિશ્વાસ’. આ બજેટમાં નાના-મોટા અંશે તમામનો સમાવેશ કરીને સાચા અર્થમાં ‘સબ કા સાથ’ સાકાર કરવા તરફ ભાજપે પ્રયાણ કર્યું છે. ‘સબ કા વિશ્વાસ’ ભાજપ સરકાર પર હતો તે આજે સરકારે સાકાર કર્યો છે અને એટલે જ આજે ‘સબ કે લીએ’ બજેટ પ્રસ્તુત કર્યું છે એવું કહી શકાય.
મધ્યમ વર્ગ કે જે ભાજપનો વફાદાર મતદાર રહ્યો છે, ભાજપની ‘કોર મતબેન્ક’ છે તેને આઠ વર્ષ પછી મોટા પ્રમાણમાં લાભ પ્રાપ્ત થાય એ રીતે બજેટમાં રાહત આપતી પર્સનલ ઇન્કમટેક્સની જોગવાઈઓ કરીને મધ્યમવર્ગે ભાજપ પર જે વિશ્વાસ મૂક્યો હતો તેને પૂર્ણ કરવાનો સફળ પ્રયાસ થયો છે.
છેલ્લાં બે વર્ષથી કોરોના મહામારીના કારણે સમગ્ર વિશ્વની મોટી-મોટી અર્થવ્યવસ્થાઓ તહસનહસ થઈ રહી છે અને સમગ્ર વિશ્વમાં મહામંદીનું આગમન થાય એવા એંધાણ ક્ષિતિજ પર ડોકાઈ રહ્યા છે. તેવા સંજોગોમાં ભારતીય અર્થતંત્રે ચુસ્ત નાણાકીય શિસ્તનાં વિરાટ દર્શન સમગ્ર વિશ્વને કરાવ્યા છે. વર્ષ ૨૦૨૨-૨૩માં નાણાકીય ખાધ જીડીપીના ૬.૪% ૨હેશે એવું અનુમાન ડિસેમ્બર સુધીના આંકડા પરથી લાગે છે. હકીકતમાં માર્ચ ૨૦૨૩ આવતાં આવતાં તે ૬%થી નીચે રહેશે. આવનાર વર્ષ ૨૦૨૩-૨૪માં નાણાકીય ખાધ ૫.૯% રહેશે એવું અનુમાન કરવામાં આવ્યું છે. મજબૂત અને સ્થિર મેક્રો ઇકોનોમિક વાતાવરણની વચ્ચે અદ્ભુત નાણાકીય શિસ્તનું ભારતીય અર્થતંત્રએ જે દર્શન કરાવ્યું છે તે સમગ્ર વિશ્વએ ધ્યાનમાં લેવા જેવું છે.
આ બજેટથી વિકાસને તો વેગ મળશે જ, પણ સાથે-સાથે વ્યાપક પ્રમાણમાં રોજગારીનું પણ સર્જન થશે. યુવાનો માટે આ બજેટમાં ઘણી જોગવાઈઓ કરીને યુવાનો દેશ માટે કેટલા ઉપયોગી છે તે બતાવી દીધું છે. અમૃતકાળના બજેટનો આધાર સપ્તર્ષિ પર રાખવામાં આવ્યો છે.
આ રહ્યા આજના બજેટના આધુનિક સપ્તર્ષિ
સમાવેશી વૃદ્ધિ અને વિકાસ Inclusive Development
This story is from the February 18, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the February 18, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ