બજેટમાં ગરીબો તો સાવ જ ભુલાઈ ગયા
ABHIYAAN|February 18, 2023
૨૦૦૫માં મનમોહન સિંહની સરકારે મનરેગા નામે કાયદો કરીને ગ્રામ વિસ્તારોમાં દરેક પરિવારને ૧૦૦ દિવસની રોજગારી આપવાની બાંયધરી આપી હતી
હેમન્તકુમાર શાહ
બજેટમાં ગરીબો તો સાવ જ ભુલાઈ ગયા

નાણાંપ્રધાને ૨૦૨૩-૨૪ માટે જે બજેટ રજૂ કર્યું છે તે માટલામાંથી પાણી ઝમવાના સિદ્ધાંત પર એટલે કે ટ્રિકલ ડાઉન થિયરી પર કામ કરતું લાગે છે. આ સિદ્ધાંત એમ કહે છે કે માટીના માટલામાં પાણી ભરેલું હોય તો તેમાંથી નીચે ધીમે ધીમે જેમ પાણી ઝમે છે તેમ વિકાસ પણ ધીમે ધીમે નીચે ઝમતો ઝમતો ગરીબો સુધી પહોંચે છે. પછી ભલે ને તે અત્યારે થોડાક લોકો સુધી જ પહોંચતો હોય. બજેટમાં જે પણ જોગવાઈઓ છે તે એવા પ્રકારની છે કે જેમાં એમ માની લેવામાં આવ્યું છે કે એ બધી જોગવાઈઓથી જે વિકાસ થશે તે આપમેળે ગરીબો સુધી વિકાસને લઈ જશે. હકીકતમાં ગરીબોનો આપમેળે વિકાસ થતો નથી, કારણ કે તેઓ બજારમાં ખરીદશક્તિ ધરાવતા નથી.

દેશમાં ગરીબોની સંખ્યા ૮૦ કરોડથી થોડી વધારે છે અને સરકાર તેમને ૨૦૧૩માં મનમોહન સિંહની સરકાર દ્વારા કરવામાં આવેલા રાષ્ટ્રીય અન્ન સલામતી ધારા અનુસાર સસ્તું અનાજ આપવાને બદલે મફત અનાજ આપે છે. ૨૮ મહિનાથી જે આ યોજના ચલાવવામાં આવે છે તેની પાછળ જે અન્ન સબસિડીનો રૂ. બે લાખ કરોડનો ખર્ચ બજેટમાં થાય છે તે ઘણો મોટો છે, તેમાં કોઈ શંકા નથી, પરંતુ આ વાસ્તવિકતા છે અને તેને બજેટની બીજી બધી બાબતોમાં ધ્યાનમાં લેવામાં આવી નથી.

ભારે અપોષણ છતાં ખર્ચમાં ઘટાડો

પોષણની જ વાત કરીએ. ભારતમાં ઉંમર પ્રમાણે ઊંચાઈ ન ધરાવતાં પાંચ વર્ષથી ઓછી વયનાં બાળકોનું પ્રમાણ ૩૫.૫ ટકા છે અને ઊંચાઈ પ્રમાણે વજન ન ધરાવતાં બાળકોનું પ્રમાણ ૧૯.૩ ટકા છે અને ઓછું વજન ધરાવતાં બાળકોનું પ્રમાણ ૩૨.૧ ટકા છે. આમ છતાં બજેટમાં અગાઉ મધ્યાહ્ન ભોજન યોજના તરીકે ઓળખાતી પી.એમ. પોષણ યોજના માટેના ખર્ચનો અંદાજ આવતા વર્ષ માટે રૂ. ૧૧,૬૦૦ કરોડ મૂકવામાં આવ્યો છે કે જે ચાલુ વર્ષે સુધારેલા અંદાજ મુજબ રૂ.૧૨,૮૦૦ કરોડનો છે. આમ, તેમાં રૂ. ૮૦૦ કરોડનો ઘટાડો થયો છે!

This story is from the February 18, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the February 18, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે

time-read
4 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
ABHIYAAN

એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે

સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો
ABHIYAAN

જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો

માણસને બદલે હું ઝાડવું હોત, કૈક માળા બંધાત મારી ડાળીએ! રોજે રોજ કરતો હું હોત એની સાથ એને હોય કોઈ મનગમતી વાત યોગેશ પંડ્યા

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
4 mins  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ

time-read
4 mins  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024
વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય
ABHIYAAN

વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય

કૉલેજની પ્રેસનોટનું ‘ડ્રાફિટંગ' વાંચીને ભૂપતભાઈએ તેમને પૂછેલું રિપોર્ટર બનવું છે? કૉલેજ સિવાયના સમયમાંથી થોડા કલાકોમાં કેવી રીતે કામ કરવું એ ભૂપતભાઈએ તેમને સમજાવેલું

time-read
2 mins  |
Abhiyaan Magazine 21/12/2024
માયાવી જળકુંભીની માયાજાળ
ABHIYAAN

માયાવી જળકુંભીની માયાજાળ

મનમોહક ફૂલો ધરાવતી જળકુંભી જળાશયોના પાણી ઉપર પોતાનો પથારો પાથરી દે છે. તે જીવસૃષ્ટિ ઉપર ગંભીર જોખમ સર્જે છે. જળકુંભીનો નાશ કરવા માટે ભગીરથ પ્રયત્ન કરવા પડતા હોવા છતાં પરિણામો મળતાં નથી. સાફ કર્યાના થોડા સમયમાં જ ફરી તે જલસ્થાનો ઉપર કબજો જમાવી દે છે. ભુજના દેશલસર તળાવની આખી સપાટી ઉપર જળકુંભી છવાઈ ગઈ છે. નગરપાલિકા દ્વારા એકાદ વખત જળકુંભી કાઢી નાખીને તળાવને સાફ કરવાનો પ્રયોગ કરાયો હતો, પરંતુ થોડા જ સમયમાં ફરી તે રાક્ષસી માયાની માફક તળાવ ઉપર છવાઈ ગઈ.

time-read
6 mins  |
Abhiyaan Magazine 21/12/2024