વસંત એ લખવાની નહીં, અનુભવવાની ઋતુ છે. પ્રકૃતિ છુટ્ટા હાથે જેની લ્હાણ કરે છે એમાંની એક લૂંટી લેવા જેવી ઋતુ છે વસંત. આમ તો પ્રકૃતિનું એક પણ સર્જન કે તેનો એક પણ ક્રમ અહેતુક નથી, પરંતુ એમ છતાંય, ઘણા પ્રકૃતિક્રમો પૃથ્વીને ટકાવનાર, રસપ્રચૂર બનાવનાર, જીવનની સાર્થકતા વધારનાર હોય છે. સત્ત્વશીલા સરસ્વતીનું પ્રાકટ્ય એ વસંતનું નિમિત્ત બને એવું ભારતીય પુરાણો કહે છે. બિલકુલ માની લેવાનું મન થાય કે જે ઋતુમાં કોકિલ સરખું પંખી પણ પંચમ બોલ બોલે, જે ઋતુમાં કવિઓ, સર્જકો, વિદ્વાનો સાહિત્યસર્જનમાં વિશેષ પ્રવૃત્ત થાય કે પ્રેરિત થાય એ ઋતુ વસંત સિવાય બીજી ન હોઈ શકે. વાણી, વીણા અને વાયરાની ઋતુ એટલે વસંત. મા શારદાને વસંત પંચમીના અવસરે વંદના કરતાં કહેવાયું છે..
ન सरस्वतीं च तां नौमि वागधिष्ठातृदेवताम् ।
देवत्वं प्रतिपद्यन्ते यदनुग्रहतो जनाः॥
વાણીની અધિષ્ઠાત્રી દેવી સરસ્વતીને પ્રણામ કે જેની કૃપા થકી મનુષ્ય પણ દેવતા બને છે. સંસ્કૃત શબ્દમાં કુસુમાકર શબ્દ વસંત ઋતુ માટેનો પ્રચલિત શબ્દ છે. ફારસી શબ્દમાં બહાર એટલે ખીલવું. સામાન્યતઃ ઉત્તર ભારતની સંસ્કૃતિમાં બે વખત બહારને વધાવવામાં આવે છે. એક છે બસંત બહાર અને બીજી બરખા બહાર. બંને બહાર નવસર્જન લાવે છે. પ્રકૃતિની અલ્લડતા અને એનું અલગ સ્વરૂપ બંને બહારમાં જોવા મળે છે, એટલે વસંત એક માદક અને નમણો ઋતુક્રમ બને છે.
This story is from the February 18, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the February 18, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે
જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો
માણસને બદલે હું ઝાડવું હોત, કૈક માળા બંધાત મારી ડાળીએ! રોજે રોજ કરતો હું હોત એની સાથ એને હોય કોઈ મનગમતી વાત યોગેશ પંડ્યા
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ