Valentine: સહિયારા શ્વાસનું સરનામું!
ABHIYAAN|February 18, 2023
વીઇફે મૂછમાં મલક-મલક મલકાતાં ધીરેથી કહ્યું, ‘આજે વેલેન્ટાઇન ડે છે ને! તમે નાહી ધોઈને તૈયાર થઈ જાવ, પછી હું તમને વેલેન્ટાઇન ડેની ગિફ્ટ આપું.'
હર્ષદ પંડ્યા ‘શબ્દપ્રીત’
Valentine: સહિયારા શ્વાસનું સરનામું!

ડૉ. રાજા રમન્ના જેવો ભારતીય ઑટોમિક ઇમ્પ્લોઝનનો પિતા અને પ્રખર વિજ્ઞાની એક દિવસ પિયાનો પર બેસીને ક્લાસિકલ વૅસ્ટર્ન મ્યુઝિક વગાડે છે, ત્યારે તેના સહકર્મચારીઓને આશ્ચર્ય થાય છે! ભારતીય પ્રક્ષેપકોના પિતા અને ત્રિશૂલ, પૃથ્વી, આકાશ, નાગ તેમ જ અગ્નિ જેવાં મહાશક્તિશાળી ગાઇડેડ મિસાઇલ છોડી શકનાર આ સદીના મહાવિજ્ઞાની ડૉ. એપીજે અબ્દુલ કલામ પોતાની તમિળ ભાષામાં કવિતાઓ લખે છે ત્યારે પણ તેમના સહ-વિજ્ઞાનીઓ હેરત પામી જાય છે! આમ થવાનું એક જ કારણ, કે આ બંને મહાનુભાવોએ, વિજ્ઞાનીઓ હોવા છતાં, પોતાના લોહીમાં લાગણીના લયને અને શ્વાસમાં પ્રેમની સરગમને બૂઝવી નહોતાં નાખ્યાં. મનુષ્યમાત્રને પ્રેમ કે લાગણી વ્યક્ત કરવાનો જન્મસિદ્ધ અને હૃદયસિદ્ધ અધિકાર છે, એવું આ બંને મહાનુભાવોએ જીવી બતાવીને ‘માણસ હોવા’નું સિદ્ધ કર્યું છે. પ્રેમને જાળવી રાખવા માટેનો એક જ માર્ગ છે, પણ એને વ્યક્ત કરવા માટે તો અનેક માર્ગ છે. કોઈ બોલીને વ્યક્ત કરે, કોઈ ગીત-સંગીતનો આશરો લઈને, કોઈ ફૂલ કે સ્મિતની ગિફ્ટ આપીને પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે.

પ્રેમને વ્યક્ત કરવા માટે વસંત પંચમી કે વૅલેન્ટાઇન ડેની રાહ જોઈને ના બેસાય. સેન્ટ પર સેન્ટ માણસ માટે તો ‘ઍવરી ડે ઇઝ વૅલેન્ટાઇન ડે’ હોય!

આમેય મને ભૂત અને ભૂતકાળ પહેલેથી જ ગમે. લગ્ન પછી વધારે ગમવા માંડ્યાં છે. ૧૪મી ફેબ્રુઆરીની વહેલી સવારે મને ઢંઢોળતાં વાઇફે કહ્યું, ‘હવે આજે તો જરા વહેલા ઊઠો, ઊઠવાની આળસમાં ને આળસમાં તો કેટલા પાછળ રહી ગયા, તોય તમને કોઈ ભાન છે?’

‘કોણ બેભાન થયું?’ રજાઈમાંથી વન થર્ડ મોં બહાર કાઢીને મેં પૂછ્યું.

‘હું બીજું કોણ?’

‘એ તો મને વરસોથી ખબર છે.’ મેં ફરી એકવાર રજાઈમાં ગોટમોટ થઈ ટૂંટિયું વાળતાં કહ્યું.

‘એ દિવસે હું ભાનમાં રહી હોત તો જિંદગીમાં આ દહાડો જોવાનો ન આવ્યો હોત.’ ચાદર વાળતાં વાળતાં એણે કહ્યું.

‘પહેલાં મને તું એ કહે, કે તું કયા દિવસે ભાનમાં હોય છે? તું તો એ દિવસેય ભાનમાં નહોતી.’ મેં સૂતાં સૂતાં જ કહ્યું, એટલે મને પણ ભાન થયું કે, ‘એ દિવસ’ એટલે કયો દિવસ હશે? શંકાનું સમાધાન કરતાં મેં પૂછ્યું, ‘‘એ દિવસે’ એટલે કયો દિવસ?’’

This story is from the February 18, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the February 18, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
ABHIYAAN

પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ

કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે

time-read
5 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે

time-read
4 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
ABHIYAAN

એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે

સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો
ABHIYAAN

જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો

માણસને બદલે હું ઝાડવું હોત, કૈક માળા બંધાત મારી ડાળીએ! રોજે રોજ કરતો હું હોત એની સાથ એને હોય કોઈ મનગમતી વાત યોગેશ પંડ્યા

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
4 mins  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ

time-read
4 mins  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024