જગતમાં સાચેસાચ સારું કરનારા બહુ જડતાં નથી
કારણ કે સારું ઇચ્છનારાને ખાસ કશું ગણતાં નથી
સદ્ભાવનાનું જીવનમાં મહત્ત્વ હોવું જોઈએ એવું બહુમત મનુષ્ય માને છે. બીજાનું સારું ઇચ્છો તો પોતાનું સારું થાય એવું ઘણા માને છે. આ સાથે જોડાયેલી વાસ્તવિકતા એ છે કે સામાન્ય રીતે વ્યક્તિને અન્ય કોઈ પોતાનું સારું ઇચ્છે, તેના કરતાં પોતાનું કોઈ સારું કરે એ વધુ પસંદ પડે છે. મન, વચન ’ને કર્મના ત્રણ અણીદાર ખૂણા વચ્ચે પોતે સુરક્ષિત હોય તો માણસને ગમે. એ ત્રિકોણમાં જો બંદી બનવાનું થયું તો ના ગમે. માણસ ઇચ્છા, ઇચ્છાની અભિવ્યક્તિ કરતાં શબ્દો ‘ને ઇચ્છાને અનુરૂપ થતી ક્રિયા એ ત્રણમાંથી જે ઠીક લાગે તે એક અથવા બે કે પછી ત્રણેત્રણ વાપરે છે. અંતે? રિઝલ્ટ કે ફળ જ નિર્ણયાત્મક બનતા હોય છે. હૉસ્પિટલમાં જીવન ’ને મરણ વચ્ચે ઝોલાં ખાતા જીવને અન્યની સહૃદયતા મૂલ્યવાન લાગે. એ સાજો થઈ જાય ત્યારે સુજનતા ઓછી, મુખ્યત્વે સુક્રિયતા કિંમતી લાગે છે. સવાલ એ છે કે માનવી પોતાને મળેલી શુભકામનાનું રિસ્પેક્ટ રાખે છે? કે પછી કેવળ ફળ ’ને ફળદાતા એટલે કે લાભને જ ઑનર કરે છે?
સામાન્ય રીતે આમ મનુષ્યના કોન્સિયસ પર પોતાના સિવાય કયા પ્રકારના મનુષ્ય સવાર હોય છે? નંબર એક પર બિરાજે છે યુઝફુલ માણસો. પછી આવે છે પોતાના પર જે વિષ રાખે છે તે ’ને પોતે જેના પર વિષ રાખે છે એ. ફૂંફાડા મારતા ’ને ડંખ મારતા બંને પ્રકારના જીવોને મનુષ્ય પોતાના ધ્યાનમાં રાખે છે. બાકી વેલ-વિશર માણસો જો યુઝફુલ ના હોય તો તેમની કિંમત ફૂલ અર્થાત્ મૂર્ખ યા ફૂલ અર્થાત્ પુષ્પ જેટલી. જે વેલ-વિશરમાં વિષાદ જન્માવવાની કે વિષમ થવાની ક્ષમતા હોય તો તેને પણ ધ્યાનમાં મહત્ત્વ મળે. બાકી શુભની વેલ્યુ લાભ સામે નામ પૂરતી. કામને કડક સંબંધ લાભ જોડે. કયો અથવા કેવો લાભ? પોતે જે ધાર્યો હોય તે. ધારવું અજબ ચીજ છે. ઇમેજિનેશન, બિલીફ, જજિંગ, ગેસિંગ જેવું ઘણું. એ સિવાય છે ધારણ કરવું ’ને ધારણ થવા દેવું. પોતાની ધરતી ’ને કૃતિ કઈ છે એ માનવું ’ને તેને આકાર આપવો.
This story is from the April 08, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the April 08, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ