અઢળક નાણાં-કાળઝાળ ગરમી-અસહ્ય દબાણ -થાક: IPLમાં વિવાદ ના થાય તો જ નવાઈ!
ABHIYAAN|May 20, 2023
વિરાટ કોહલીએ જ્યારે લખનૌના બેટ્સમેન કૃણાલ પંડ્યાનો કેચ લોન્ગ ઓફ પર કર્યો ત્યારે વિરાટનો ઉત્સાહ જોવા જેવો હતો. તે સ્ટેન્ડ તરફ જોઈને પોતાની છાતી ઠોકી રહ્યો હતો
નલિન સોલંકી
અઢળક નાણાં-કાળઝાળ ગરમી-અસહ્ય દબાણ -થાક: IPLમાં વિવાદ ના થાય તો જ નવાઈ!

મેદાનમાં આક્રમકતા પહેલાં ફૂટબૉલની રમતમાં જ જોવા મળતી હતી, પરંતુ હવે નાણાં અને પ્રેશરનો વધારો થતાં જેન્ટલમેન ગેમ કહેવાતી ક્રિકેટમાં આક્રમકતા અને વિવાદોની સંખ્યામાં જબ્બર ઉછાળો આવી ગયો છે. અગાઉ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ગણ્યાગાંઠ્યા દેશ વચ્ચે સીમિત માત્રામાં રમાતી હતી, પરંતુ હવે ફ્રેન્ચાઇઝી ક્રિકેટના પ્રવેશ પછી ક્રિકેટરો આખા વર્ષ દરમિયાન ક્રિકેટના મેદાનમાં રમતા રહે છે. શારીરિક અને માનસિક સ્ટ્રેસના કારણે ક્રિકેટરોની સહનશક્તિ ઘટી ગઈ છે. ઇન્ડિયન પ્રિમિયર લીગ (આઇપીએલ) દુનિયાની સૌથી મોટી ફ્રેન્ચાઇઝી લીગ છે, જેમાં રમવાનું દુનિયાના દરેક ક્રિકેટરનું સપનું બની ગયું છે, કારણ કે આઇપીએલમાં લગભગ બે મહિના રમવાનાં જેટલાં નાણાં મળે છે એનાથી અનેક ગણાં ઓછાં નાણાં ખેલાડીનો આખું વર્ષ દરમિયાન રમવાથી પણ મળતાં નથી. આઇપીએલના ઇતિહાસમાં ખેલાડીઓ વચ્ચે અનેક ઝઘડા જોવા મળ્યા છે. એમાં પણ હરભજનસિંહે તો ભૂતકાળમાં મેદાન પર જ શ્રીસંતને લાફો પણ મારી દીધો હતો.

મોટી લડાઈ અને વિવાદ હંમેશાં આઇપીએલ ઇતિહાસનો હિસ્સો રહ્યા છે. ઘણા ચાહકોએ આવી ઘટનાઓ નિહાળી છે, જ્યારે કેટલીક લડાઈનું તરત જ નિરાકરણ આવી ગયું છે, જ્યારે કેટલીક ઘટનાઓ પ્રતિબંધ અને દંડ સાથે આઇપીએલના ઇતિહાસમાં નોંધાઈ ચૂકી છે. આઇપીએલના આયોજકોએ હંમેશાં મેદાન પર સંયમ જાળવવા પર ભાર મૂક્યો છે અને ખેલાડીઓ પણ શિસ્ત જાળવે તેવી આશા રાખી છે.

૨૦૨૩ની આઇપીએલમાં મોટા ભાગની મેચમાં રોમાંચકતાએ હદ વટાવી દીધી છે. અનેક મેચ પરિણામ છેલ્લી ઓવર સુધી અથવા તો છેલ્લા સુધી પહોંચે છે. આટલા દબાણ અને ભારતની કાળઝાળ ગરમીમાં રમતા ખેલાડીઓ પર ફિઝિકલી અને મેન્ટલ સ્ટ્રેસ તો હોવાનો જ. આ જ કારણે ખેલાડી ક્યારેક મેદાનમાં પોતાના મગજ પરનો કાબૂ ગુમાવી બેસે છે અને મેદાનમાં જ એકબીજા સાથે ઝઘડી પડે છે.

This story is from the May 20, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the May 20, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી

time-read
5 mins  |
Abhiyaan Magazine 16/11/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?

time-read
7 mins  |
Abhiyaan Magazine 16/11/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?

time-read
2 mins  |
Abhiyaan Magazine 16/11/2024
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
ABHIYAAN

ઉત્સવો આપણને કંઈક કહી ગયા...

કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી

time-read
3 mins  |
Abhiyaan Magazine 16/11/2024
સંપાદકીય
ABHIYAAN

સંપાદકીય

સ્વાગતમ્ અનલ નામ સંવત્સર

time-read
2 mins  |
Abhiyaan Magazine 02/11/2024
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
ABHIYAAN

પરમ શ્રદ્ધાનું એક સરનામું!

અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.

time-read
5 mins  |
Abhiyaan Magazine 02/11/2024
પંચામૃત
ABHIYAAN

પંચામૃત

કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!

time-read
2 mins  |
Abhiyaan Magazine 02/11/2024
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
ABHIYAAN

મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ

દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
ABHIYAAN

હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?

કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ

time-read
3 mins  |
Abhiyaan Magazine 26/10/2024