લગભગ ત્રણ દશક વિતી ગયા. ૨૦૧૪માં અદાકાર દિલીપ કુમારને દાદા સાહેબ ફાળકે પુરસ્કાર મળ્યો ત્યારે ‘અભિયાને’ એમનો ઇન્ટરવ્યૂ લીધો હતો. એ સમયે એમણે લંડનથી ન્યૂ યૉર્ક વચ્ચે કોન્કોર્ડ વિમાનનો પ્રવાસ કર્યો તેને લગતી વાત કરી હતી. ત્રણ કલાક પૂરા થાય તે અગાઉ એ મુસાફરી પૂરી થઈ જાય. લોકો સવારે લંડનથી નવ વાગ્યે બેસે તો સવારે આઠ વાગ્યે ન્યૂ યૉર્ક પહોંચી જાય. (સમયના ભૌગોલિક તફાવતને કારણે) શ્રીમંતો મહત્ત્વનાં કામ પતાવીને રાત્રે પોતપોતાના ઘરે પહોંચી જાય. ત્રીસ અને ચાલીસ વરસ અગાઉ આટલો ઝડપી પ્રવાસ થઈ શકતો હતો, પણ આજે થઈ શકતો નથી. ત્રીસ વરસમાં પ્રગતિ થઈ નથી. અગાઉ જે થઈ હતી તે પણ ધોવાઈ ગઈ. બ્રિટિશ અને ફ્રાન્સ ઍરવેઝે ટૅક્નોલૉજીથી માંડીને કોન્કોર્ડ વિમાન સર્વિસ એકડે એકથી શરૂ કરી હતી. ચોત્રીસ વરસ બાદ એ વાજબી ભાવમાં પડતી ન હતી. અન્ય ક્ષતિઓ પણ હતી.
પ્રથમ ફલાઇટ ફ્રાન્સના ટુલોઝ શહેરથી બીજી માર્ચ ૧૯૬૯ના રોજ ઊપડી ત્યારે હવાઈ પ્રવાસના ઇતિહાસમાં એ ઘટના નવો માઇલસ્ટોન ગણાઈ હતી. ૨૬ નવેમ્બર, ૨૦૦૩ના રોજ એને વિધિસર બંધ કરી દેવામાં આવી હતી. બંધ કરી તેના પૂર્વે પેરિસ નજીક એક કોન્કોર્ડ તૂટી પડ્યું અને ત્યારે એ ટૅક્નોલૉજી અને ખાસ વિમાન સેવાનો મૃત્યુઘંટ વાગી ગયો. આજે સૌથી વધુ ઝડપે બોઇંગ કે ઍરબસ વિમાનો દ્વારા લંડનથી ન્યૂ યૉર્ક જઈ શકાય અને તેમાં આઠ કલાકની આસપાસ લાગી જાય. ભવિષ્યનાં ઝડપી પ્રવાસી વિમાનો માટે નવી ટૅક્નોલૉજીઓની શોધખોળ થઈ રહી છે. કેટલાક દાવાઓ થઈ રહ્યા છે, પરંતુ નીવડે ત્યારે વખાણ. ભારતની માત્ર બે વિમાન પ્રવાસ સેવા કંપનીઓ ઍર ઇન્ડિયા અને ઇન્ડિગો દ્વારા કુલ મળીને એક હજાર જેટલાં તદ્દન નવાં જેટ વિમાનોનો ઑર્ડર અપાયો છે. તેની ડિલિવરી, તેનો ઊડવાનો કાર્યકાળ જોતાં કંપનીના ટ્રાવેલ નિષ્ણાતોને કદાચ એમ લાગી રહ્યું નથી કે પ્રવાસની ઝડપ અને ટૅક્નોલૉજીમાં નજીકનાં દસ-વીસ વરસમાં કોઈ આમૂલ ફેરફારો થશે. શક્ય છે કે કરારમાં, ભવિષ્યમાં નવી ટૅક્નોલૉજી પ્રમાણે આગ વધવાનો ઓપ્શન રખાયો હોય.
This story is from the July 22, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the July 22, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ