ચૂંટણી આવે એટલે વિવિધ પ્રકારનાં સર્વેક્ષણોની જાણે મોસમ આવી. સર્વેક્ષણો કરતી એજન્સીઓ માટે એ બિઝનેસની ખાસ સિઝન કહેવાય. આવા સમયે સવાલ થાય કે આ સર્વેક્ષણોની વિશ્વસનીયતા કેટલી? છેલ્લાં કેટલાંક વર્ષોમાં લોકસભા કે વિધાનસભાઓની ચૂંટણીમાં જાહેર થયેલાં સર્વેક્ષણોનો ટ્રૅક-રેકોર્ડ જોઈએ તો એ પણ સવાલ થાય કે ચૂંટણી પર થતાં સર્વેક્ષણો પર ભરોસો કરવો જોઈએ કે નહીં? અને કરવો જોઈએ તો કેટલો ભરોસો કરવો જોઈએ? આજકાલ સામાન્ય રીતે મત આપવા ન જતાં નાગરિકોમાં પણ રાજકારણ વિષેનો રસ ગજબ હોય છે. કયો પક્ષ જીતશે કે હારશે? કયા ઉમેદવારની સ્થિતિ મજબૂત છે કે નબળી? કોની સરકાર આવશે કે જશે? આવા વિષયો પર લોકોની જિજ્ઞાસા એવી પ્રબળ હોય છે કે સર્વેક્ષણોની મોસમ પણ એ કારણે જ અચાનક પુરબહારમાં ખીલી ઊઠે છે. લોકોની જિજ્ઞાસા કહો કે અપેક્ષા, તેની રોકડી કરી લેવા રાતોરાત અનેક એજન્સીઓ અસ્તિત્વમાં આવી જાય છે, પરંતુ ચૂંટણી બાદ તેનો કોઈ અતોપતો જડતો નથી. એવું નથી કે સર્વેક્ષણો કરનારી બધી એજન્સીઓ આ પ્રકારની હોય છે. વિશ્વસનીય કહી શકાય તેવી પણ સંસ્થાઓ - એજન્સીઓ છે, જેઓ વૈજ્ઞાનિક ઢબે પદ્ધતિસર સર્વેક્ષણો કરતી હોય છે અને તેમનાં અનુમાનો ઘણે અંશે સાચા પણ પડતાં હોય છે. આમછતાં એક હકીકત એ પણ છે કે આવી સારી એજન્સીઓનાં સર્વેક્ષણો પણ ઘણીવાર ખોટાં પડી શકે છે. એનો અર્થ એવો ન કરી શકાય કે એજન્સી શંકાસ્પદ છે. એક રીતે જોઈએ તો સર્વેક્ષણોનું અનુમાન હવામાન પર થતાં અનુમાનો જેવું જ હોય છે, જે ક્યારેક સચોટ તો ક્યારેક સાવ ખોટું હોય છે, છતાં આગાહીઓ થતી હોય છે અને એ પણ એ જ પદ્ધતિએ!
સર્વેક્ષણોની વિશ્વસનીયતા સમજવા માટે સર્વેક્ષણ કરતી એજન્સીનો ટ્રૅક-રેકોર્ડ જાણવો જરૂરી હોય છે. એ પણ જાણવું જોઈએ કે જે-તે એજન્સીની સરવે કરવાની પતિ શું છે? જમીન પર કેટલો સરવે કરાયો છે? ટૅક્નોલૉજીનો ઉપયોગ કેટલો અને કેવી રીતનો થયો છે. સર્વેક્ષણ કરનારી ટીમ અને તારણો અને અનુમાન પર આવનાર તજજ્ઞોનો અભ્યાસ અને અનુભવ શું છે, તેવાં અનેક પાસાંઓ સર્વેક્ષણની વિશ્વસનીયતા સમજવા માટે મહત્ત્વનાં હોય છે.
This story is from the Abhiyaan Magazine 18/05/2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the Abhiyaan Magazine 18/05/2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ફેમિલી ઝોન બ્યુટી
આંખોની સુંદરતા વધારતી પાંપણોનું ધ્યાન કેવી રીતે રાખવું?
કુંભ પર્વ જ્યોતિષશાસ્ત્ર આધારિત છે
કુંભ પર્વનું આયોજન ગ્રહ યોગ પર આધારિત છે.ગુરુને આકાશનું (એટલે કે સૂર્યનો) એક ચક્કર લગાવતાં ૧૧ વર્ષ ૮૬ દિવસ લાગે છે. તેથી કુંભ પર્વ દર ૧૧ વર્ષ અને ૮૬ દિવસના અંતરાલે યોજાય છે
નાક અને શરદી - મેઇડ ફોર ઇચ અધર!
નજર સામે જ પ્રવાહીનું પતન જોયું નથી જાતું!
કવર સ્ટોરી
સ્ટારલિન્કની હરીફ કંપનીઓ કઈ છે?
વાયરલ પેજ
કહેતાં હૈ જોકર, સારા જમાનાઃ વાત એક જીવલેણ જોકની
ચર્નિંગ ઘાટ
શરત વિનાનો પ્રેમ યોગ્ય છે?
રાજકાજ
મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસનનો વિકલ્પ શા માટે વિચારાતો નથી?
રાજકાજ
કૈલાશ ગહેલોતના આપમાંથી રાજીનામાનું અસલી કારણ શું છે?
મનપાંચમના મેળામાં મળેલા જીવ, આપણા જીવનની સાચી મૂડી કઈ?
આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે, કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે.
જગતની ગત ન્યારી
પિરામિડના અડીખમ ઊભા રહેવા પાછળનું કારણ શું છે?