ભુજે હાથે કરીને વહોરેલી પાણીની સમસ્યા
ABHIYAAN|Abhiyaan Magazine 18/05/2024
નર્મદાનું પાણી ભુજને મળવા લાગતાં સ્થાનિક સ્ત્રોતની જાળવણી ભુલાઈ. અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ ન વિચારાઈ. જેના પરિણામે જ્યારે જ્યારે નર્મદાનું પાણી ન મળે ત્યારે ત્યારે પાણીની તંગી સહન કરવી પડે છે. થોડા દિવસ પહેલાં જ ૧૦થી ૧૨ દિવસ ભુજ શહેરમાં પાણી વિતરણ કરી શકાયું નહોતું. ફરી વખત ભુજવાસીઓ ટેન્કરરાજમાં જીવવા માટે મજબૂર બન્યા હતા.
સુચિતા બોઘાણી કનર
ભુજે હાથે કરીને વહોરેલી પાણીની સમસ્યા

એપ્રિલ માસના શરૂઆતના દિવસોમાં જ ભુજવાસીઓએ પાણીની અભૂતપૂર્વ કટોકટી જોઈ હતી. સળંગ ૧૦થી ૧૨ દિવસ પાઇપલાઇનમાંથી પાણી વિતરણ થયું નહોતું. લોકોને મોંઘાભાવના ટેન્કરનું પાણી ખરીદવું પડ્યું હતું. નગરપાલિકાએ તો લોકોને પ્રસાદીમાં અપાતું હોય તેટલા પાણીનું અને તે પણ અમુક-અમુક વિસ્તારોમાં જ વિતરણ કરીને સંતોષ માન્યો હતો. અમૃતમ, અમૃત જલ, નલ સે જલ વગેરે યોજના તળે લાખો રૂપિયાની ગ્રાન્ટો ફાળવાઈ હતી, છતાં પાણી પુરવઠામાં થતો ખોટીપો નિવારી શકાતો નથી. વારંવાર મુશ્કેલી ઊભી થતી હોવા છતાં નર્મદાના પાણીની વૈકલ્પિક વ્યવસ્થા વિચારવાની કોઈએ તસ્દી લીધી નથી.

નર્મદાના નીર કચ્છમાં પહોંચ્યા તે પહેલાં કચ્છનાં નાનાં-મોટાં ગામો અને શહેરો સ્થાનિક સ્રોત ઉપર આધારિત હતાં. વર્ષ ૨૦૦૪ની આસપાસથી નર્મદાના પાણી પીવા માટે કચ્છમાં પહોંચવા લાગ્યા અને ધીરેધીરે સ્થાનિક સ્રોતોની જાળવણી ભુલાવા લાગી. ભુજ જેવું મોટું શહેર આજે ૭૦ ટકાથી વધુ નર્મદાના પાણીના આધારે જ છે. જો નર્મદાની પાઇપલાઇનમાં કોઈ પણ જગ્યાએ કોઈ મુશ્કેલી સર્જાય તો પાણી મળતાં બંધ થઈ જાય. ખોટીપો ભલે બે દિવસનો હોય, પાણી વિતરણ નિયમિત થતાં ચારથી પાંચ દિવસ લાગી જાય છે. તેવામાં જો મોટી ક્ષતિ સર્જાય અને તે રિપેર થતાં લાંબો સમય લાગે તો પાણી વિતરણ નિયમિત થતાં ઘણા દિવસો લાગી જતાં હોય છે. પાણી નિયમિત આવતું હોય ત્યારે તે સમય દરમિયાન જ ભવિષ્યમાં પાણીની કટોકટી ન સર્જાય તે માટે પગલાં લેવાતા નથી. જૂની બોર આધારિત વ્યવસ્થાને પુનર્જીવિત કરાતી નથી. વરસાદી પાણીના સંગ્રહને વધારવાનું આયોજન કરાતું નથી. હયાત બોરને જીવંત રાખવા માટે રિચાર્જિંગ કરાતું નથી. નર્મદાની મુખ્યલાઇનમાંથી વધુ પાઇપલાઇન દ્વારા વધુ પાણી મેળવવાનું વિચારાય છે, પરંતુ તેનો વિકલ્પ ઊભો કરાતો નથી. આ બાબતને ભુજમાં સત્તાસ્થાને રહેલા, અધિકાર ભોગવતા લોકોની ગુનાહિત બેદરકારી, તેમની અણઆવડત કહી શકાય. આ પ્રશ્નના ઉકેલ માટે જરૂર છે, નિષ્ણાતોની મદદથી લાંબાગાળાનાં પગલાં લેવાની.

This story is from the Abhiyaan Magazine 18/05/2024 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the Abhiyaan Magazine 18/05/2024 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
ફેમિલી ઝોન બ્યુટી
ABHIYAAN

ફેમિલી ઝોન બ્યુટી

આંખોની સુંદરતા વધારતી પાંપણોનું ધ્યાન કેવી રીતે રાખવું?

time-read
2 mins  |
Abhiyaan Magazine 30/11/2024
કુંભ પર્વ જ્યોતિષશાસ્ત્ર આધારિત છે
ABHIYAAN

કુંભ પર્વ જ્યોતિષશાસ્ત્ર આધારિત છે

કુંભ પર્વનું આયોજન ગ્રહ યોગ પર આધારિત છે.ગુરુને આકાશનું (એટલે કે સૂર્યનો) એક ચક્કર લગાવતાં ૧૧ વર્ષ ૮૬ દિવસ લાગે છે. તેથી કુંભ પર્વ દર ૧૧ વર્ષ અને ૮૬ દિવસના અંતરાલે યોજાય છે

time-read
6 mins  |
Abhiyaan Magazine 30/11/2024
નાક અને શરદી - મેઇડ ફોર ઇચ અધર!
ABHIYAAN

નાક અને શરદી - મેઇડ ફોર ઇચ અધર!

નજર સામે જ પ્રવાહીનું પતન જોયું નથી જાતું!

time-read
2 mins  |
Abhiyaan Magazine 30/11/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

સ્ટારલિન્કની હરીફ કંપનીઓ કઈ છે?

time-read
2 mins  |
Abhiyaan Magazine 30/11/2024
વાયરલ પેજ
ABHIYAAN

વાયરલ પેજ

કહેતાં હૈ જોકર, સારા જમાનાઃ વાત એક જીવલેણ જોકની

time-read
4 mins  |
Abhiyaan Magazine 30/11/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

શરત વિનાનો પ્રેમ યોગ્ય છે?

time-read
2 mins  |
Abhiyaan Magazine 30/11/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસનનો વિકલ્પ શા માટે વિચારાતો નથી?

time-read
2 mins  |
Abhiyaan Magazine 30/11/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

કૈલાશ ગહેલોતના આપમાંથી રાજીનામાનું અસલી કારણ શું છે?

time-read
3 mins  |
Abhiyaan Magazine 30/11/2024
મનપાંચમના મેળામાં મળેલા જીવ, આપણા જીવનની સાચી મૂડી કઈ?
ABHIYAAN

મનપાંચમના મેળામાં મળેલા જીવ, આપણા જીવનની સાચી મૂડી કઈ?

આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે, કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે.

time-read
2 mins  |
Abhiyaan Magazine 30/11/2024
જગતની ગત ન્યારી
ABHIYAAN

જગતની ગત ન્યારી

પિરામિડના અડીખમ ઊભા રહેવા પાછળનું કારણ શું છે?

time-read
1 min  |
Abhiyaan Magazine 23/11/2024