કચ્છ યુનિવર્સિટી ગામડાંની વિધાર્થિનીઓ સુધી પહોંચશે
ABHIYAAN|Abhiyaan Magazine 15/06/2024
દેશના સૌથી મોટા જિલ્લા કચ્છમાં દૂર દૂરનાં ગામડાંમાં ઉચ્ચ શિક્ષણની સુવિધાઓ પહોંચી શકી નથી. પરિવહનની અપૂરતી સગવડો, કન્યાઓની ઉચ્ચ કેળવણી પ્રત્યે વાલીઓમાં જાગૃતિનો અભાવ જેવાં કારણોસર ગ્રામ કક્ષાની વિદ્યાર્થિનીઓ કૉલેજોમાં કે જિલ્લા મથક ભુજ સુધી આવીને યુનિવર્સિટીમાં ભણી શકતી નથી. તેથી જ રાજ્યમાં પ્રથમ પ્રયોગરૂપે કચ્છ યુનિવર્સિટી તેમના સુધી પહોંચવા માટે જિલ્લાભરમાં પાંચ ગામોમાં ખાનગી ઉદ્યોગોના આર્થિક ટેકાથી એક્સટેન્શન સેન્ટર શરૂ કરવા જઈ રહી છે.
સુચિતા બોઘાણી કનર
કચ્છ યુનિવર્સિટી ગામડાંની વિધાર્થિનીઓ સુધી પહોંચશે

કચ્છ ૪૫ હજાર ચોરસ કિ.મી.થી વધુ વિસ્તાર ધરાવતો દેશનો સૌથી વિશાળ જિલ્લો છે. આ જિલ્લામાં ગામડાં દૂર દૂરના વિસ્તારમાં વસેલા છે. સરહદી વિસ્તારમાં શિક્ષણની સુવિધા ખૂબ ઓછી છે અને વસતિ પણ ઓછા શિક્ષણ ધરાવે છે. સરહદી વિસ્તારનાં ગામોથી જિલ્લા મથક પહોંચવા માટે જો સમયસર એસ.ટી. બસ કે અન્ય કોઈ ખાનગી વાહન મળે તો પણ ઓછામાં ઓછા ૨થી ૪ કલાકનો સમય લાગી જાય. આવી સ્થિતિમાં ગામડાંની વિદ્યાર્થિનીઓ ભુજ આવીને કચ્છ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે તેવી શક્યતા નહિવત્ જ છે. આવી વિદ્યાર્થિનીઓ ઉચ્ચ શિક્ષણથી વંચિત રહી ન જાય તેવા હેતુથી યુનિવર્સિટી પોતે જ ગ્રામ્ય વિસ્તારમાં એક્સટેન્શન સેન્ટર્સ ચાલુ કરી રહી છે. રાજ્યમાં પહેલી વખત જ આવા વર્ગ કચ્છમાં ચાલુ થઈ રહ્યા છે. જેમાં જિલ્લાના અલગ અલગ વિસ્તારના પાંચ સેન્ટર્સમાં દર શનિવાર અને રવિવાર બી.એ., બી.કોમ. જેવા અન્ડરગ્રેજ્યુએટ કોર્સ ઉપરાંત સ્થાનિક જરૂરી એવા સ્કિલ ડેવલપમેન્ટના સર્ટિફિકેટ કોર્સ પણ કરાવાશે. તેમને ઓનલાઇન ભણવાની સગવડ તથા યુ-ટ્યૂબ ઉપર યુનિવર્સિટીમાં લેવાતા લેક્ચર્સ પણ રેકોર્ડ કરીને મુકાશે. આમ, યુનિવર્સિટી સુધી પહોંચી ન શકનારી વિદ્યાર્થિનીઓ સુધી શિક્ષણની સુવિધા લઈને યુનિવર્સિટી પોતે જ પહોંચશે.

આ વિચાર ખરેખર ખૂબ સારો છે, પરંતુ મુખ્ય પ્રશ્ન છે, આ સેન્ટર માટે વિદ્યાર્થિનીઓ મળવાનો. ધીરે ધીરે શિક્ષણનું મહત્ત્વ ગામડાંના લોકો સમજી રહ્યા છે, છતાં કચ્છનાં ગામડાંમાં આજે શાળાકીય સ્તરે કન્યા કેળવણીની હાલત ખૂબ ખરાબ છે. કાગળ ઉપર વિદ્યાર્થિનીઓની સંખ્યા જોઈ શકાય છે, પરંતુ ઘરમાં નાનાં ભાઈ-બહેનોને સાચવવાની જવાબદારી બહેનોની જ હોય છે, ઘરના કામમાં મદદરૂપ પણ તેણે થવાનું હોય છે. આ બધી જવાબદારીમાંથી સમય બચે તો જ તે શાળાએ જઈ શકે છે. જોકે ગામડાંની વિદ્યાર્થિનીઓ હવે ભણે છે, પરંતુ તેની સંખ્યા ખૂબ ઓછી હોય છે. જ્યાં દીકરી મહામુશ્કેલી પ્રાથમિક કે માધ્યમિક ભણે છે, ત્યાંની કેટલી દીકરી ઉચ્ચ શિક્ષણ લેવા આગળ આવશે? કચ્છ યુનિવર્સિટીના એક્સટેન્શન સેન્ટર્સને સફળ બનાવવા હોય તો પહેલાં વિદ્યાર્થિનીઓ, વાલીઓ, શિક્ષકોને સમજાવવા પડશે. ઉચ્ચ શિક્ષણનું મહત્ત્વ જીવનમાં શું છે, તે રોજગારી આપવામાં કેટલું મદદરૂપ બને છે, તેનો વિસ્તૃત ખ્યાલ તેમને આપવો પડશે.

This story is from the Abhiyaan Magazine 15/06/2024 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the Abhiyaan Magazine 15/06/2024 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
ફેમિલી ઝોન બ્યુટી
ABHIYAAN

ફેમિલી ઝોન બ્યુટી

આંખોની સુંદરતા વધારતી પાંપણોનું ધ્યાન કેવી રીતે રાખવું?

time-read
2 mins  |
Abhiyaan Magazine 30/11/2024
કુંભ પર્વ જ્યોતિષશાસ્ત્ર આધારિત છે
ABHIYAAN

કુંભ પર્વ જ્યોતિષશાસ્ત્ર આધારિત છે

કુંભ પર્વનું આયોજન ગ્રહ યોગ પર આધારિત છે.ગુરુને આકાશનું (એટલે કે સૂર્યનો) એક ચક્કર લગાવતાં ૧૧ વર્ષ ૮૬ દિવસ લાગે છે. તેથી કુંભ પર્વ દર ૧૧ વર્ષ અને ૮૬ દિવસના અંતરાલે યોજાય છે

time-read
6 mins  |
Abhiyaan Magazine 30/11/2024
નાક અને શરદી - મેઇડ ફોર ઇચ અધર!
ABHIYAAN

નાક અને શરદી - મેઇડ ફોર ઇચ અધર!

નજર સામે જ પ્રવાહીનું પતન જોયું નથી જાતું!

time-read
2 mins  |
Abhiyaan Magazine 30/11/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

સ્ટારલિન્કની હરીફ કંપનીઓ કઈ છે?

time-read
2 mins  |
Abhiyaan Magazine 30/11/2024
વાયરલ પેજ
ABHIYAAN

વાયરલ પેજ

કહેતાં હૈ જોકર, સારા જમાનાઃ વાત એક જીવલેણ જોકની

time-read
4 mins  |
Abhiyaan Magazine 30/11/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

શરત વિનાનો પ્રેમ યોગ્ય છે?

time-read
2 mins  |
Abhiyaan Magazine 30/11/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસનનો વિકલ્પ શા માટે વિચારાતો નથી?

time-read
2 mins  |
Abhiyaan Magazine 30/11/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

કૈલાશ ગહેલોતના આપમાંથી રાજીનામાનું અસલી કારણ શું છે?

time-read
3 mins  |
Abhiyaan Magazine 30/11/2024
મનપાંચમના મેળામાં મળેલા જીવ, આપણા જીવનની સાચી મૂડી કઈ?
ABHIYAAN

મનપાંચમના મેળામાં મળેલા જીવ, આપણા જીવનની સાચી મૂડી કઈ?

આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે, કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે.

time-read
2 mins  |
Abhiyaan Magazine 30/11/2024
જગતની ગત ન્યારી
ABHIYAAN

જગતની ગત ન્યારી

પિરામિડના અડીખમ ઊભા રહેવા પાછળનું કારણ શું છે?

time-read
1 min  |
Abhiyaan Magazine 23/11/2024