ચાર્લી ચેપ્લિનથી પ્રભાવિત શૉમેન રાજ કપૂરને અલ્પ અવધિ માટે આર્થિક સંકડામણમાં ધકેલનારું ચલચિત્ર એટલે ‘મેરા નામ જોકર’. જિંદગીમાં તબક્કાવાર એકલવાયા પડી જતા, પીડા પર સ્મિતનું મહોરું પહેરીને આગળ વધી જતા જોકર રાજુની કહાની શરૂઆતમાં દર્શકોને જચી નહીં, પણ પછીથી ફિલ્મનો ચાહકવર્ગ વિસ્તર્યો. રાજુની વીતકવાર્તાએ સમજાવ્યું કે સદાય હસતાં-હસાવતાં પાત્રો કે ખરેખરા લોકોની બૅકસ્ટોરી હંમેશાં ઊઘડતી સવાર જેવી સુંદર ના હોય, એમની અંગત જિંદગાનીનાં પન્નાંઓ અત્તરથી મઘમઘતાં ન હોય. એક ઘણું ફૅમસ મીમ-વાક્ય છે કે હસતા ચહેરાનો મતલબ એવો નથી કે એમને કોઈ તકલીફ નથી પડતી, એનો મતલબ એમ કે એમને તકલીફો સામે ઝઝૂમતા આવડે છે.
મશ્કરા કે વિદૂષકનાં ટિપિકલ પાત્રો સ્ટોરીમાં કૉમિક રિલીફ માટે જ બહુધા વપરાતાં. વિલન લોગનો ક્વોટા પણ અલગ રહેતો. કિન્તુ મૉડર્ન સ્ટોરી-ટેલિંગમાં એવી કૅટેગરીઓ ભૂંસાવા લાગી. શુદ્ધ ચરિત્રના નાયક પરã શૅડ ચડાવીને વાર્તાઓમાં એને ઍન્ટિહીરો તરીકે પેશ કરવામાં આવ્યો. અમિતાભને મળેલી એન્ગ્રી યંગમેન તરીકેની ઓળખ પણ આ જ પ્રક્રિયાની નિષ્પત્તિ ગણી શકાય. સામા પક્ષે અણિશુદ્ધ ખરાબ એવા વિલનના પણ માનવીય પાસાંઓને વધુ હાઇલાઇટ કરી એ શા માટે અપરાધ કે અનીતિના કાદવમાં કૂદ્યો એ સમજાવવાનો ઉદ્યમ ચાલ્યો. આ માર્ગે ચાલતી થયેલી વાર્તાઓના વિશાળ ફલકમાં પ્રચંડ લોકચાહના ધરાવતું એક પાત્ર એટલે ડીસી કૉમિક્સનો જોકર. ૧૯૪૦માં જન્મેલું આ પાત્ર નાના-મોટા ફેરફારો સાથે ક્રાઇમ સામે લડતા બૅટમેનની કૉમિક્સ-કથાઓમાં દેખા દેતું રહ્યું, પરંતુ વિલક્ષણ બ્રિટિશ લેખક એલન મૉર દ્વારા એને નવો અવતાર મળ્યો ૧૯૮૮માં. તેણે ‘બૅટમેનઃ ધી કિલિંગ જોક’ ગ્રાફિક નૉવેલમાં એક મશ્કરાનું પાત્ર કેવી રીતે જીવનના ફક્ત એક કઠિન દિવસને કારણે ખલનાયક બની જાય છે એ દર્શાવેલું.
This story is from the Abhiyaan Magazine 30/11/2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the Abhiyaan Magazine 30/11/2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ફેમિલી ઝોન બ્યુટી
આંખોની સુંદરતા વધારતી પાંપણોનું ધ્યાન કેવી રીતે રાખવું?
કુંભ પર્વ જ્યોતિષશાસ્ત્ર આધારિત છે
કુંભ પર્વનું આયોજન ગ્રહ યોગ પર આધારિત છે.ગુરુને આકાશનું (એટલે કે સૂર્યનો) એક ચક્કર લગાવતાં ૧૧ વર્ષ ૮૬ દિવસ લાગે છે. તેથી કુંભ પર્વ દર ૧૧ વર્ષ અને ૮૬ દિવસના અંતરાલે યોજાય છે
નાક અને શરદી - મેઇડ ફોર ઇચ અધર!
નજર સામે જ પ્રવાહીનું પતન જોયું નથી જાતું!
કવર સ્ટોરી
સ્ટારલિન્કની હરીફ કંપનીઓ કઈ છે?
વાયરલ પેજ
કહેતાં હૈ જોકર, સારા જમાનાઃ વાત એક જીવલેણ જોકની
ચર્નિંગ ઘાટ
શરત વિનાનો પ્રેમ યોગ્ય છે?
રાજકાજ
મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસનનો વિકલ્પ શા માટે વિચારાતો નથી?
રાજકાજ
કૈલાશ ગહેલોતના આપમાંથી રાજીનામાનું અસલી કારણ શું છે?
મનપાંચમના મેળામાં મળેલા જીવ, આપણા જીવનની સાચી મૂડી કઈ?
આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે, કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે.
જગતની ગત ન્યારી
પિરામિડના અડીખમ ઊભા રહેવા પાછળનું કારણ શું છે?