ક્યારેક આપણા ખુદના શહેરની અને અનેક પ્રવાસન સ્થળોની પણ ભીડમાંથી ભાગીને કોઈ અંતરિયાળ હિમાલયન ગામના નદી કિનારે રહેવાનું મન થાય છે. આવા વિચાર સાથે એવો પણ વિચાર આવે છે કે કોઈ એવા સ્વર્ગીય ગામમાં રહેવું છે, જ્યાં સમય થંભી ગયો છે અને ચોવીસ કલાકમાં જાણે કોઈ ઘટના જ બનતી નથી. જ્યાં મૉલ રોડનો મનાલિયન શોરબકોર નથી અને જ્યાં શોપિંગ અને સ્વાદના બહુ આઉટલેટ્સ પણ નથી, પરંતુ જીન્સના ખીસ્સામાં હાથ હૂંફાવતાં ચાલવાનો અવકાશ છે અને ધીમા સંગીત સાથે એસ્પ્રેસો કે હોટ ચોકલેટ સર્વ કરતું કાફેટેરિયા છે.
આપણા આવા પ્રવાસન સ્વપ્નને પોષતા અનેક હિમાલયન ડેસ્ટિનેશનમાંનું એક અને ઓફબીટ ડેસ્ટિનેશન છે, અલચી.લદ્દાખના લેહ જિલ્લામાં આવેલું અલચી ગામ લિકિર તાલુકામાં આવેલું લશગ્રીન ગામડું છે. લેહની પશ્ચિમે ૭૦ કિલોમીટર દૂર આવેલું આ રમણીય ગામ કોઈ હિલટોપ પર હોવાની બદલે લોલૅન્ડ પર આવેલું છે.
૧૦,૨૦૦ ફૂટની ઊંચાઈ પર એક્ટિવ સાઇઝમિક રિજિયનમાં સ્થિત આ અલચી સિંધુ નદીના દક્ષિણ કિનારે લદ્દાખની અતિ પ્રાચીન બૌદ્ધ મોનેસ્ટરીની હૂંફમાં વિશ્વ પ્રવાસીઓને વર્ષોથી આવકારે છે. જમ્મુ-કાશ્મીરનો નકશો લઈને બેસીએ તો અલચીની ઉત્તરે લદ્દાખ અને દક્ષિણે ઝંસ્કર રેન્જ છે. પૂર્વે નીમ નામનું લેહથી ૪૫ કિલોમીટર દૂરનું નાનકડું ગામ છે અને પશ્ચિમે લામાપુરુ નામની પ્રસિદ્ધ બૌદ્ધ મોનેસ્ટરી છે.
લીલાંછમ ખેતરો ધરાવતાં આ બૃહદ હિમાલયન ગામમાં તિબેટન બુદ્ધિઝમ સાથે જોડાયેલી અલચી મોનેસ્ટરી છે, જે ‘ચોસખોર’ એટલે કે મોનેસ્ટિક કોમ્પ્લેક્ષ તરીકે જાણીતી છે. લિકિર મોનેસ્ટરી દ્વારા સંચાલિત આ મોનેસ્ટરી લેહ-કારગિલ હાઈવે પર આવેલી છે. આ મોનેસ્ટરીને દૂરથી નિહાળતાં તેનું બે માળવાળું લીંપણ કરેલું સફેદ મકાન અને ગુંબજવાળા સ્તૂપો જાણે લીલાછમ પેચ પર સફેદ મશરૂમ હોય તેવું લાગે છે.
અલચી ગામમાં રહેલી ચાર અલગ-અલગ વસ્તીમાં અલગ-અલગ સમયનાં સ્મારકો છે, જેમાં અલચી મોનેસ્ટરી સૌથી પ્રાચીન છે. લદ્દાખના નીચલાં ક્ષેત્રોમાં સ્થિત અલચી સાથે મંગ્યુ અને સુમદા ચુન એવાં બે ગામો પણ છે, જે અલચી ગ્રૂપ ઑફ મોન્યુમેન્ટ્સમાં સમાવિષ્ટ છે. અનોખી શૈલી અને કલા-કારીગરી ધરાવતાં આ ત્રણેય ગામોનાં બૌદ્ધ સ્મારકોમાં અલચી બૌદ્ધ મઠતેના મ્યુરલ્સ, તાંત્રિક મંડલો અને પ્રાચીન પ્રતિમાઓ માટે પ્રખ્યાત છે.
This story is from the Abhiyaan Magazine 29/06/2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the Abhiyaan Magazine 29/06/2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ