આપણા બાબુ બૉસનો પરિવાર સંગીત-પરિવાર તરીકે ઓળખાય છે. આવડે કે ન આવડે, કોઈ સાંભળે કે ન સાંભળે, બાબુ નવરો પડે ત્યારે એ કંઈક ને કંઈક ગાતો જ હોય. માત્ર ગાતો હોય એનો કોઈને વાંધો ન હોય, પણ હાથમાં જે આવ્યું એના પર એ ક્યાં તો આંગળીઓથી કે પૂરી હથેળીથી થપાટો મારતો રહેતો હોય.
બાબુની ન સમજાય એવી ગાયકી અને અસહ્ય એવી સંગીતકલાથી વિચલિત થઈ એક દિવસ બબિતાએ સાહસ કરીને કટાક્ષમાં કહી પણ દીધેલું: ‘તમે ગાયક - સંગીતકાર બનતાં બનતાં રહી ગયા...!' ત્યારે બાબુએ બિચારાએ ભોળાભાવે કહી દીધું: ‘યૂ આર રાઇટ. મૅરેજ ન થયાં હોત તો હું જરૂર દુનિયાનો શ્રેષ્ઠ ગાયક-સંગીતકાર બની ગયો હોત!’ ‘
અને હું બચી ગઈ હોત!' બબિંબતા હસી પડી.
મિત્રો, ગમ પડે તેવા સંગીતને સુગમ સંગીત કહેવાય, પણ શાસ્ત્રીય સંગીત તો જેની અટક શાસ્ત્રી હોય એને પણ ન સમજાય એવું પણ બને. સારે ગમના સમ બસ, ખોટું નથી બોલતો, પણ ઘણાને, શાસ્ત્રીય સંગીત પચે નહીં તો પણ વગર સજ્યે ડોક હલાવ્યા કરવાનો હલ-વા થઈ જતો હોય છે. ભૂલેચૂકેય કોઈ શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમમાં જવાનો મારે વખત આવે તો અડધા કાર્યક્રમે હૉલની બહાર નીકળીને ખાતરી કરી લેતો હોઉં કે - ના, ના હું છું તો કાર્યક્રમમાં જ, રાજકારણીઓની વસાહતમાં નહીં. જોકે હવે તો ગીત-સંગીત -ક્ષેત્રમાં પણ ગજબનું રાજકારણ જોવા મળતું થઈ ગયું છે.
ગયા શનિવારે રાત્રે જ એક સંગીત જલસામાં મારો એક મહારાષ્ટ્રીયન મિત્ર રાણે, પરાણે મને લઈ ગયો. રાણે મને કહે, ‘સારા ઘરાનાના કોઈ ઉસ્તાદ આવવાના છે.’
‘કયા ઘરાનાના?’ મેં એટલા માટે પૂછ્યું કે મારે રાણેને બતાવી દેવું હતું કે સંગીતમાં હું કેટલો ઊંડો ઊતર્યો છું! ‘
જબરજસ્તી ધરાનાના.’ રાણાએ કહ્યું.
‘વાહ, જબરજસ્તીપુર ઘરાનાના ઉસ્તાદ આવે અને તેમને સાંભળવા હું ન જાઉં તો ઉસ્તાદને ખોટું લાગે. હું ચોક્કસ આવીશ. બાય ધ વે શું નામ છે. એમનું?’ મેં ઉત્સાહથી પૂછ્યું, ‘ઉસ્તાદ ગુલાબજાંબુ મલાઈ ખા.' રાણેએ કહ્યું.
Diese Geschichte stammt aus der Abhiyaan Magazine 28/09/2024-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der Abhiyaan Magazine 28/09/2024-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
કવર સ્ટોરી-૨
રજવાડી વૈભવ ધરાવતી ચંદેરી સાડી
કવર સ્ટોરી
શિયાળામાં હૂંફનું સરનામું : પશ્મીના શાલ
સારાન્વેષ
મેજિક રીઅલિઝમઃ કડવું સત્ય જાદુઈ શીશીમાં ભરવાની કળા
ચર્નિંગ ઘાટ
કામધંધાનું નામ આપણું જોઈએ
રાજકાજ
ઇન્ડિયા ગઠબંધનમાં નેતૃત્વનો સંઘર્ષ ઉગ્ર
રાજકાજ
અસદના પલાયન પછી સીરિયાનું વિભાજન થશે?
પ્રેમની એક મૂક પરિભાષા છે પ્રેમ ગૂઢ સંવાદની વાણી છે
ભીનું રહસ્ય હતું, આંખથી ન સચવાયું, તું વ્યર્થ ઢાંકપિછોડો, અરે કપોળ ન કર. બધી વસંત કાંઈ નમણી નથી હોતી ‘રમેશ’ બધી વસંતમાં તું જીવ ઓળઘોળ ન કર.
જગતની ગત ન્યારી
અંતરિક્ષમાં પણ થવા લાગ્યો છે ટ્રાફિક જામ
બિજ-થિંગ
મિહિર દુર્ગ - મેહરાનગઢની સોનેરી ગાથા
સોશિયલ મીડિયા
ખ્યાતિકાંડ પછી શું?