લાંબી સુરાહીદાર આકર્ષક ગરદન. તીક્ષ્ણ ચાંચ, ચૉકલેટી રંગની પાંખો. નાજુક-નમણું, પણ ઊડી શકે એવાં વિહંગોમાં સૌથી વજનદાર એવું પક્ષી, જેના અંગ્રેજી નામમાં જ શાનથી ઈન્ડિયા શોભે છે. એ છે ઘોરાડ અથવા ધ ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડ. આશરે ૧૪-૧૫ કિલો વજન ધરાવતાં અને હરકોઈનું મન મોહી લેતાં ઘોરાડ (ધ ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડ) એક સમયે રાષ્ટ્રીય પક્ષી બનવાની રેસમાં હતાં, પરંતુ નૅશનલ બર્ડનું પીંછું ખોસવામાં આવ્યું મોરની કલગીમાં. અલબત્ત, રાજસ્થાન સરકારે ૧૯૮૧માં સ્ટેટ બર્ડનો દરજ્જો ઘોરાડને આપ્યો.
એક સમયે રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ઘોરાડ મોજથી ટહેલતાં જોવા મળતાં, પરંતુ તંત્રની ઉદાસીનતાથી ધીરે ધીરે એની સંખ્યા ઘટતી ગઈ. હવે માત્ર રાજસ્થાન, ગુજરાત અને કર્ણાટકમાં જ એ જોવા મળે છે.
૨૦૧૮માં ભારતમાં ૧૫૦ જેટલાં ઘોરાડ હતાં. આ સંખ્યા હવે ઘટીને ૧૦૦ની આસપાસ આવી ગઈ છે. ઈન્ટરનૅશનલ યુનિયન ફૉર કન્ઝર્વેશન ઑફ નૅચર (આઈયુસીએન) નામની સંસ્થાએ ઘોરાડને રેડ લિસ્ટમાં મૂક્યું છે. મતલબ, આ પક્ષી હવે લુપ્ત થવાને આરે છે.
હવે એકસાથે આટલાં ઘોરાડ પક્ષી ફક્ત ફોટોમાં જ જોવા મળશે?
ગુજરાતની વાત કરીએ તો ૧૯૯૨માં સરકારે કચ્છમાં નલિયા આસપાસનાં ઘાસિયાં મેદાનમાં આશરે બે ચોરસ કિલોમીટરના વિસ્તારને ઘોરાડ અભયારણ્ય જાહેર કર્યું ત્યારે પંચાવન જેટલાં ઘોરાડ હતાં. ગુજરાતનું આ સૌથી નાનું અભયારણ્ય છે. ભૂકંપ બાદ કચ્છમાં ચારે બાજુ અને આડેધડ ઉદ્યોગ વિકસ્યા. વિકાસની આ દોડમાં કચ્છના પર્યાવરણને બેશુમાર નુકસાન થયું. કચ્છના અભયારણ્યમાં ૨૦૧૬માં ઘોરાડની વસતિગણતરી કરવામાં આવી ત્યારે પચ્ચીસ જેટલાં ઘોરાડ જોવા મળ્યાં હતાં અને હવે તો માત્ર ચાર ઘોરાડ બચ્યાં છે. એ પણ ચારેચાર માદા. મતલબ કે આ પક્ષીનો વંશવેલો આગળ વધે એમ નથી અને પરિણામે ગુજરાતમાં ઘોરાડના અસ્તિત્વનો સવાલ ઊભો થયો છે.
Bu hikaye Chitralekha Gujarati dergisinin December 26, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Chitralekha Gujarati dergisinin December 26, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
પરિણામ પછી કયો પક્ષ કે કયો નેતા કોની સાથે જશે એની અટકળની પતંગ ચગાવવાનો કોઈ અર્થ નથી. રાજકારણીઓ કોઈ પણ ભોગે પ્રજાને ખોટી જ પાડશે.
જસ્ટ એક મિનિટ...
ભાગે આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.
પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...
પુત્ર તાડૂકીને બોલ્યો, ‘ચૂપ રહો, પપ્પા તમે’ તે દિવસથી બાપનાં પારોઠ પગલાં થઈ ગયાં જીવ માફક જાળવીને જેમનું કીધું જતન એ જ વ્હાલાની નજરમાં સાવ દવલાં થઈ ગયા.
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.
અવગણવા જેવી નથી આ વ્યાધિ
ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...