ફોતરા
Chitralekha Gujarati|February 19, 2024
એ લોકોનું માનીએ તો રાઠોડસાહેબ એટલે મીઠું ઝેર. ક્યારેય ગુસ્સે ન થાય, ક્યારેય સામે ન બોલે, ક્યારેય કોઈ કામની ના ન પાડે તોય કામ એમનાં જ કરે, જેમાંથી એમને કંઈ મળતું હોય. કોઈ એમના મોઢે કશું ન કહે. આ તો પાછળ થતી વાત... સાંભળનારને ગમે એવી વાત.
માવજી મહેશ્વરી
ફોતરા

ક મહિનો થઈ ગયો છે. વાત આમ તો જૂની થઈ ગઈ છે તોય હજી મામલતદાર ઑફિસનું વાતાવરણ ગરમ છે. ઑફિસ જ નહીં, હવે તો નાનકડા તાલુકામથકમાં પણ ચર્ચા છે. ગામના કેટલાક ખટસવાદિયા લોકો કારણ વગર મામલતદાર ઑફિસે આંટા મારે છે. શું થયું હતું? કેમ રાઠોડસાહેબ ઑફિસમાં આવતા નથી? એમની બદલી થઈ ગઈ છે? પેલા છોકરા જોડે શું માથાકૂટ હતી? જેવા પ્રશ્નોનો તાગ મેળવવા બધા મથે છે, પણ ઑફિસના સ્ટાફમાંથી કોઈ મગનું નામ મરી પાડતું નથી.

જો કે કોઈને સત્તાવાર રીતે તો ખબર પણ નથી કે રાઠોડસાહેબની બદલી થઈ ગઈ છે. કદાચ ખબર છે એ બોલતા નથી, વાતાવરણ ગોરંભાયેલા આભ જેવું છે. હા, એ વાત ખરી કે રાઠોડસાહેબ એક મહિનો થયો ઑફિસે આવતા નથી. હવે રાઠોડસાહેબને પુછાય કઈ રીતે કે આપ કેમ નોકરીએ નથી આવતા? પેલા અજયને પણ કોઈ થોડું પૂછે કે કેમ તને કોઈ બીક નથી લાગતી? તું કેમ રજા પર ઊતરી ગયો નથી?

આમ તો વાત કંઈ નહોતી. રાઠોડસાહેબ અને અજયને માથાકૂટ થઈ હતી. જો કે નાનાએવા શહેરમાં ચર્ચા જામી છે, મજાની જામી છે. રાઠોડસાહેબના વિરોધીઓને તો મસાલો મળ્યો છે. વાત નિંદારસની ખરલમાં ઘૂંટાઈ ઘૂંટાઈને મસાલેદાર બની રહી છે.

રાઠોડસાહેબ જ્યાં નોકરી કરતા એ વિસ્તાર જિલ્લાને સાવ છેવાડે આવેલો. શહેરની વસતિ સાવ પાંખી. મોટા ભાગના ગામડાંના લોકો મુંબઈ અને બીજે વર્ષો પહેલાં ચાલ્યા ગયા હતા. અહીં કોઈની બદલી પણ સજા ગણાતી. એક તો છેવાડે આવેલું શહેર અને કોઈ ખાસ આવક વગરનું. શહેર તો કહેવાનું. બાકી, સારી ચંપલેય ન મળે. મામલતદારની કચેરીનો સ્ટાફ પણ આંગળીના વેઢા વધી પડે એટલો જ. એ દિવસના બનાવ પછી ઑફિસમાં ગુસપુસ થયા કરતી, પણ કોઈ ખૂલીને બોલતું નહોતું કે ન તો કોઈ રાઠોડસાહેબની પડખે ઊભું રહ્યું હતું. અજય તો આમેય નવો વળી ગાંધીનગરનો. જોરજોરથી બેય એકબીજા સામે બોલ્યા હતા એની બધાને ખબર, પણ વાંક કોનો હતો એ જ કોઈ સમજ્યું નહોતું, છતાં અંદરખાને તો બધાને આ વાતમાં રસ પડ્યો હતો.

Denne historien er fra February 19, 2024-utgaven av Chitralekha Gujarati.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra February 19, 2024-utgaven av Chitralekha Gujarati.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA CHITRALEKHA GUJARATISe alt
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
Chitralekha Gujarati

મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના

પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...

time-read
3 mins  |
January 06, 2025
નવું વર્ષ... નવી શરૂઆાત
Chitralekha Gujarati

નવું વર્ષ... નવી શરૂઆાત

બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર

time-read
2 mins  |
January 06, 2025
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
Chitralekha Gujarati

ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?

શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.

time-read
2 mins  |
January 06, 2025
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
Chitralekha Gujarati

પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!

જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.

time-read
4 mins  |
January 06, 2025
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
Chitralekha Gujarati

જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર

જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.

time-read
4 mins  |
January 06, 2025
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
Chitralekha Gujarati

ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?

૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?

time-read
4 mins  |
January 06, 2025
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
Chitralekha Gujarati

લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?

ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!

time-read
6 mins  |
January 06, 2025
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
Chitralekha Gujarati

પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા

આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.

time-read
5 mins  |
January 06, 2025
માનું દૂધ પણ અમૃત સમાન રહ્યું નથી!
Chitralekha Gujarati

માનું દૂધ પણ અમૃત સમાન રહ્યું નથી!

નવજાત શિશુનો પહેલો આહાર એટલે એની જનેતાનું દૂધ. એ દૂધ જે બાળક માટે અનેક વ્યાધિ સામેનું ટૉનિક પણ છે. જો કે હવે એવો દાવો કરી શકાય એમ નથી. હવા અને પાણીમાં ઠલવાતાં વિષારી તત્ત્વો તથા કેમિકલ્સ કોઈ ને કોઈ રીતે આપણા શરીરમાં પહોંચે છે. એ પ્રમાણ એટલું વધી ગયું છે કે એનાથી તો હવે માતાનું દૂધ સુદ્ધાં અભડાઈ ગયું છે.

time-read
4 mins  |
January 06, 2025
સંવેદનશીલ સાહિત્યકારના મનોજગતમાં ડોકિયું
Chitralekha Gujarati

સંવેદનશીલ સાહિત્યકારના મનોજગતમાં ડોકિયું

સામાજિક નિસબત સાથે લલિત સાહિત્યનું સંતુલન જાળવી સાતત્યથી સર્જન કરતાં હિમાંશી શેલતને પ્રતિષ્ઠિત ‘કુવેમ્પૂ રાષ્ટ્રીય પુરસ્કાર' જાહેર થયો છે ત્યારે આ...

time-read
2 mins  |
January 06, 2025