ધર્મ હોય કે સત્તા નિશાન પર મહિલા જ કેમ
Grihshobha - Gujarati|September 2022
ક્યારેક હિંદુત્વના નામે તો ક્યારેક શરિયા કાનૂનની આડમાં મહિલાઓ પર કેમ પ્રતિબંધ લગાવવામાં આવે છે, જાણીને તમે પણ આશ્ચર્યમાં પડી જશો..
નસીમ અંસારી કોચર
ધર્મ હોય કે સત્તા નિશાન પર મહિલા જ કેમ

અફઘાનિસ્તાનમાં લડાઈ ચાલુ છે મૂળમાં તેનો ધર્મ ઈસ્લામ છે. કટ્ટરપંથી તાલિબાન ધાર્મિક અને રાજકીય 래 શરિયા કાનૂનના સખત તરફદાર રહ્યા છે. તેઓ માણસના પહેરવેશથી લઈને તેના વ્યવહાર સુધ્ધાને પોતાની અનુસાર ચલાવવા ઈચ્છે છે. તે પુરુષને દાઢી રાખવા, ટોપી પહેરવા અને મહિલાઓને બુરખો ઓઢવા માટે કડકાઈપૂર્વક પાલન કરાવનાર છે. તેમાં પણ મહિલાઓ માટે તેમના વિચાર ખૂબ સંકુચિત છે.

તાલિબાનો મહિલાઓને એક સેક્સ ટોયથી વધારે કંઈ જ સમજતા નથી. આ જ કારણસર ભણેલીગણેલી, ઓફિસમાં કામ કરતી અને પ્રગતિશીલ અફઘાન મહિલાઓમાં સત્તા બદલવાને લઈને ખૂબ વધારે બેચેની છે. તેઓ જાણે છે કે તાલિબાનો અત્યારે ભલે ને એ જાહેરાત કરી રહ્યા હોય કે તેઓ મહિલાઓના શિક્ષણ અને કામ કરવા પર પ્રતિબંધ નહીં લગાવે, પરંતુ જેવું પૂરું અફઘાનિસ્તાન તેમના કબજામાં આવશે અને તાલિબાનની સત્તા કાયમી થશે, ત્યારે મહિલાઓની સ્થિતિ સૌપ્રથમ દયનીય થવાની છે. તેમને ફરી એક વાર પોતાના કામધંધા અને શિક્ષણ છોડીને ઘરમાં કેદ રહેવું પડશે. પોતાને બુરખામાં લપેટીને શરિયા કાનૂનનું કડકાઈપૂર્વક પાલન કરવું પડશે.

આજે અફઘાનિસ્તાની ગાયક, ફિલ્મકાર, અભિનેતા, ડાન્સર, પ્લેયર કોઈ પણ હોય, બધા અફઘાનિસ્તાનથી ભાગી છૂટવાની તક શોધી રહ્યા છે. તાલિબાનના કબજા પછી મોટી સંખ્યામાં કલાકારોએ અફઘાનિસ્તાન છોડી દીધું છે. તેનું કારણ એ છે કે તાલિબાને તેમને શરિયા કાનૂન અનુસાર પોતાના વ્યવસાયનું મૂલ્યાંકન કરવા અને પછી વ્યવસાયને બદલવાનો આદેશ આપી દીધો.

જો તેની અવગણના થશે તો તેઓ ગોળીના નિશાન બની જશે, કારણ કે તાલિબાન પોતાનું ઉદારવાદી મહોરું લાંબા સમય સુધી નહીં સાચવી શકે. અમેરિકન સેનાના સંપૂર્ણપણે અફઘાનિસ્તાન છોડી દીધા પછી તે પોતાના અસલી રંગમાં આવશે.

હવે માત્ર યાદો

જે અફઘાની મહિલાઓ ૬૦ ના દાયકામાં પોતાની કિશોરાવસ્થામાં હતી અથવા તો એમ કહીએ કે યુવાનીમાં પ્રવેશી રહી હતી, તે હવે વૃદ્ધ થઈ ગઈ છે, પરંતુ તે સમયગાળાની અફઘાનિસ્તાનની યાદો તેમની આંખોમાં આજે પણ ચમક પેદા કરી દે છે. પહેલા અંગ્રેજ સંસ્કૃતિ અને ત્યાર પછી રશિયન કલ્ચરના પ્રભાવના લીધે ૬૦ ના દાયકામાં અફઘાની મહિલાઓની લાઈફ ખૂબ ગ્લેમરસ રહેતી હતી.

Esta historia es de la edición September 2022 de Grihshobha - Gujarati.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición September 2022 de Grihshobha - Gujarati.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE GRIHSHOBHA - GUJARATIVer todo
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
Grihshobha - Gujarati

બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ

નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...

time-read
4 minutos  |
December 2024
સમાચાર.દર્શન
Grihshobha - Gujarati

સમાચાર.દર્શન

આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.

time-read
2 minutos  |
December 2024
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
Grihshobha - Gujarati

એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો

સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો

time-read
2 minutos  |
December 2024
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
Grihshobha - Gujarati

ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન

જે ભાગલા પાડે તે કાપે

time-read
6 minutos  |
December 2024
ફૂલ અને કાંટા
Grihshobha - Gujarati

ફૂલ અને કાંટા

હારીને પણ આ રીતે જીતો

time-read
2 minutos  |
December 2024
મતભેદ ભૂલીને તહેવાર ઊજવો
Grihshobha - Gujarati

મતભેદ ભૂલીને તહેવાર ઊજવો

પરસ્પર મતભેદ ભૂલીને એ રીતે તહેવાર ઊજવો કે દુશ્મન પણ મિત્ર બની જાય...

time-read
2 minutos  |
November 2024
થોડી મીઠાશ બનાવે દિવાળી ખાસ...
Grihshobha - Gujarati

થોડી મીઠાશ બનાવે દિવાળી ખાસ...

ગુલકંદના ઝીણા ટુકડા કરી લો અને વેનિલા આઈસક્રીમમાં મિક્સ કરો.

time-read
2 minutos  |
November 2024
જ્વેલરી અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ
Grihshobha - Gujarati

જ્વેલરી અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ

સાડી હોય કે ગાઉન, ડ્રેસના હિસાબે કેવી રીતે યૂઝ કરશો જ્વેલરીને જોનાર બસ જોતા જ રહી જાય...

time-read
4 minutos  |
November 2024
એક્નિક આઉટફિટને આપો વેસ્ટર્ન ટચ
Grihshobha - Gujarati

એક્નિક આઉટફિટને આપો વેસ્ટર્ન ટચ

ફેસ્ટિવ સીઝનમાં ખરીદેલા કપડાં ક્યારેક આઉટ ઓફ ફેશન નહીં થાય. કેવી રીતે, આ અમે તમને જણાવીએ...

time-read
4 minutos  |
November 2024
ગિફ્ટ કરો બજેટ ફ્રેન્ડલી પ્લાંટ્સ
Grihshobha - Gujarati

ગિફ્ટ કરો બજેટ ફ્રેન્ડલી પ્લાંટ્સ

તહેવારોમાં તમે પ્રિયજનોને કંઈક અલગ અને ખાસ ગિફ્ટ આપવા ઈચ્છો છો, તો કેમ ન ગ્રીન પ્લાંટ્સ આપો...

time-read
2 minutos  |
November 2024