CATEGORIES
Kategoriler
હવે મહિલાઓમાં પણ નશા હી નશા હૈ!
ગુજરાત સાથે ગાંધીજીની ઓળખ જોડાયેલી હોવા છતાં કહેવાતી દારૂબંધી વચ્ચે પણ અહીં છૂટથી શરાબ પિવાય છે એ કોણ નથી જાણતું? અત્યાર સુધી પુરુષોમાં ડ્રિન્ક એ સામાન્ય વાત હતી, પરંતુ આંકડાકીય માહિતી મુજબ મહિલાઓમાં પણ એનો આશ્ચર્યજનક વધારો નોંધાયો છે. એમાંય ગામડાંની સ્ત્રીઓમાં મદિરાપાનનું પ્રમાણ ચિંતાજનક હદે વધી રહ્યું છે.
સરકાર કાયદામાં સુધારો લાવવા પ્રયત્નશીલ
હવે ટેક્નોલોજીના જમાનામાં સોશિયલ મીડિયા એપ્સ પર કરવામાં આવેલાં આપત્તિજનક વિધાનો, વીડિયો મેસેજ વગેરેના આધારે આ કેસ કરવામાં આવે છે
રાજદ્રોહના કાયદાની વિદેશોમાં સ્થિતિ
કોરોનર્સ એન્ડ જસ્ટિસ એક્ટ, ૨૦૦૯ની કલમ ૭૩ હેઠળ સત્તાવાર રીતે સેડિશનનો કાયદો રદ થયો છે
હાર્દિક પટેલ ભાજપમાં જોડાય છે ત્યારે..
હાર્દિક એક આંદોલનમાંથી ઊભરી આવ્યો હતો એ સાચું, પરંતુ એ આંદોલન સફળ ન હતું. કેમ કે હાર્દિકમાં પરિપક્વતા ન હતી. અપરિપક્વ વ્યક્તિને યોગ્યતા કરતાં ઉચ્ચ પદ મળી જાય તો વ્યક્તિ કે સંસ્થા - કોઈને માટે લાભદાયક બનતાં નથી, એ હાર્દિકના કિસ્સામાં પુરવાર થયું છે
વિરોધીને દબાવવાનું હાથવગું હથિયાર
ગાંધીજી સામે પણ ૧૯૨૨માં આ કેસ ચાલેલો. કોંગ્રેસ હોય કે ભાજપ હોય તમામ રાજકીય પક્ષોએ તેનો કાયમ દુરુપયોગ કર્યો છે
પંજાબમાં ‘ગન કલ્ચર' આટલું હાવી કેમ?
ડ્રગ્સ અને દારૂથી બરબાદ થઈ ચૂકેલી પંજાબની યુવા પેઢી માટે એકે-૪૭ અને રાઇફલથી રમવું એ કોઈ નવી વાત નથી, પરંતુ પંજાબમાં આ ‘ગન કલ્ચર' હવે અમેરિકાની જેમ વિકરાળ રૂપ ધારણ કરી રહ્યું છે અને તેનાં દુષ્પરિણામો પણ દેખાવા લાગ્યા છે. હાલમાં બનેલી ઘટનાઓએ દર્શાવ્યું છે કે સ્થિતિ હવે કાબૂ બહાર જઈ રહી છે.
માત્ર દુરુપયોગ કરવા જ આ કાયદો ચાલુ રખાયો છે
નફરતનું રાજકારણ થતું હોય કે પછી અન્ય કોઈ ગુના હોય તેના માટે અલગથી કાયદા છે જ, પણ તેનો ઉપયોગ થવાને બદલે રાજદ્રોહના કાયદાનો વધુ ઉપયોગ થાય છે
દેશદ્રોહના બહુ ઓછા કેસ સાબિત થાય છે
૨૦૨૦માં ૪૪ની અટકાયત થઈ, પરંતુ ૩૩.૩% લોકો સામે જ આરોપ સાબિત થયા
પ્રજાને શાસન સામે સવાલ કરવાનો અધિકાર છે
લોકશાહીમાં તો રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન પણ સર્વોપરી નથી, દેશની પ્રજા જ સર્વોપરી છે
ચીની દર્શન ઝુઆંગઝિ
ઝિઆંગઝિએ જગતનું અવલોકન કરતાં જોયું કે કુદરત રોગ ’ને મૃત્યુ આપે છે, પરંતુ સાચી વાત એ છે કે મનુષ્ય જે-તે ઘટના, એ સ્થિતિ કે કાર્યને રોગ ’ને મૃત્યુ તરીકે ઓળખીને દુઃખી થાય છે મને એમ જ કે હું પતંગિયું છું અને હું પતંગિયા તરીકેનો આનંદ ઉઠાવતો હતો. પછી હું જાગી ગયો તો ખબર પડી કે હું પતંગિયું નથી, હું આ હું છું. પછી એવું થયું કે હું એ હું છું કે પતંગિયું છું?
ચર્ચાસ્પદ અને જાણીતા ચહેરાઓ સામે નોંધાયેલા કેસ
હાથરસમાં ૧૯ વર્ષની દલિત યુવતી પર બળાત્કાર થયો ત્યાં અહેવાલ લેખન માટે જઈ રહેલા સિદ્દિક કપાણ સામે પણ દેશદ્રોહ લાગેલો
કાયદામાં ધરખમ સુધારાની જરૂર છે
અત્યારની સરકાર સામે કોઈ અવાજ ઉઠાવે, આંદોલન કરે કે ટીકા કરે તેવા કિસ્સામાં પણ આ રાજદ્રોહનો કેસ કરી દેવામાં આવે છે
આર્યન ખાનને ક્લીન ચીટઃ વાનખેડેના ઇરાદા શંકાસ્પદ
એક અભિનેત્રી સાથેની આર્યન ખાનની વૉટ્સઍપ વાતચીતને આધાર બનાવીને આર્યન ખાનને ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટ સાથે સંબંધ હોવાની અને તેની તપાસ કરવાની દલીલ કરાઈ હતી
‘વખાણ તમારી પ્રગતિ માટે અવરોધરૂપ છે અને ટીકા તમને ધક્કો મારે છે..'
ગઈ ૧૦મી મેએ સંતુરના તાર થંભી ગયા. જાણીતા સંતુરવાદક પંડિત શિવકુમાર શર્માનું અવસાન થયું. તેમણે જમ્મુ-કાશ્મીરના લોકવાદ્ય સંતુરને આંતરરાષ્ટ્રીય ઓળખ આપી હતી. તેમણે પંડિત હરિપ્રસાદ ચૌરસિયા સાથે શિવ-હરિ’ના નામે હિન્દી ફિલ્મોમાં સંગીત આપ્યું હતું. તેમની સફર અને એસ. ડી. તથા આર.ડી. બર્મન સાથેના કિસ્સાઓ વાગોળીને તેમને યાદ કરીએ..
લાખો માઈભક્તોને મોટી ભેટઃ અંબાજીમાં દેશનો સૌથી મોટો લાઇટ એન્ડ સાઉન્ડ શો માણી શકાશે
તીર્થધામ અંબાજી આવતા શ્રદ્ધાળુઓને રાત્રી રોકાણ માટે આકર્ષવા રૂ.૧૩.૩૫ કરોડના ખર્ચે ભવ્ય આયોજન કરાયું
સ્કૂલ એડમિશનની રામાયણ!
‘અમે અત્યારે રાહ જોઈએ છીએ. પૈસાની નહીં, ડોનેશનની. કોઈ ડોનર મળી જાય અને ખુરશી ટેબલનું દાન કરે કે તરત જ અમે બેસવાની સગવડ કરવાના છીએ'
શું બધી રૂપાળી સ્ત્રીઓ અને પૈસાદાર પુરુષો સ્વભાવગત ‘દગાખોર' હોય છે?
આપણે ફિલ્મોમાં અને સામાન્ય જીવનમાં પણ એવી ગેરસમજ પાળીએ છીએ કે દેખાવડા કે પૈસાદાર વ્યક્તિઓ પ્રેમાળ ન હોય કે સાચો પ્રેમ ન કરી શકે. દેખાવડા અને પૈસાદાર લોકોને સ્વભાવથી જ ‘બેવફા’ માની લેવામાં આવતા હોય છે. છતાં મોટા ભાગનાને જોઈતા તો પાછા એ જ દેખાવડા કે પૈસાદાર પાત્રો જ હોય છે.
સ્વરાજ્ય સંગ્રામનો મહિલા અવાજ: દંડાબહેન ચૌધરી (૧૯૦૬-૧૯૯૧)
ઈ.સ. ૧૯૩૦માં દાંડીકૂચ વખતે સૂરજબહેન મહેતાની આગેવાનીમાં સ્વરાજ આશ્રમની ટુકડીમાં દંડાબહેને સુરતમાં કામ કર્યું હતું. જ્યાં તેઓ પણ પોલીસ હિંસાનો ભોગ બન્યાં હતાં આદિવાસી મહિલાઓ કાંડાથી ખભા સુધી અને ઘૂંટીથી ઘૂંટણ સુધી ભારે વજનનાં ઘરેણાં પહેરતી હતી. એવામાં દંડાબહેન સહિતની મહિલાઓ દ્વારા ઘરેણાંનો ત્યાગ કરવો એ ક્રાંતિથી કમ ન હતું
સદીઓ પહેલાંની સિંહની સફર
૧૮મી સદીની જ વાત કરીએ તો હાલના પાકિસ્તાન અને ભારતના રાજસ્થાન, ગુજરાત, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ રાજ્યોના કેટલાયે વિસ્તારોમાં સિંહ હતા
પંડિતો જ નહીં, અહીં ટેણિયા પણ સંસ્કૃતમાં વાત કરે છે!
સંસ્કૃત એ આદિકાળથી બોલાતી પ્રાચીન ભાષા છે, તે સંસ્કૃતિ પણ છે. સાદી ભાષામાં સંસ્કૃતનો અર્થ સારી રીતે સંસ્કારિત કરેલું એમ થાય, પરંતુ આજે સામાન્ય લોકોને સંસ્કૃત બોલવું, વાંચવું, સમજવું ઘણું અઘરું લાગે છે. માટે જ ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાની શાળાઓમાં બાળપણથી જ સંસ્કૃત ભાષામાં રુચિ વધારવા અને સંસ્કૃતિની જાળવણી કરવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે.
વર્જિનિટી: વાસ્તવિકતાને બદલે વાયકાને વરેલો વિષય
હમણાં જ ‘પેટીપૅક’ નામે એક ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ. પેટીપૅક એ અકબંધ, સાબૂત કે ખોલ્યા વગરની હાલતમાં રહેલી વસ્તુઓ માટે વપરાતો એક સામાન્ય શબ્દ છે, પણ આ ફિલ્મમાં કોઈ વસ્તુ માટે એ શબ્દ નથી પ્રયોજાયો. એ સીની વર્જિનિટી એટલે કે કૌમારત્વના સંદર્ભમાં વપરાયો છે. સ્ત્રીનું કૌમારત્વ લગ્ન સુધી જળવાઈ રહે એ સંસારના લગભગ તમામ સમુદાયોમાં કાયમથી ઇચ્છનીય બાબત ગણાઈ છે. આજે એકવીસમી સદીના વિશ્વમાં ઘણી આધુનિક સ્રીઓ અંગત જીવનની બાબતોમાં આ ખયાલોને ફગાવી રહી છે. ચાલો, વર્જિનિટીના આ ચર્ચાસ્પદ અને ગંભીર મુદ્દા પર એક નજર કરીને એની સાથે જોડાયેલા ભ્રમ અને સત્યને સમજીએ.
દિવ્યાંગોના જીવનમાં ખૂટતી સંજીવનીરૂપ કડીઓ
શારીરિક કે માનસિક ખોડખાંપણ સાથે જન્મતાં દરેક બાળકને આપણે વિશિષ્ટતાનું લેબલ આપીને સંતોષ માની લીધો છે. વાસ્તવમાં એમની કાળજી લેવા માટે અપેક્ષિત લક્ષ આપવામાં આવતું નથી. તેઓ પણ સામાન્ય મનુષ્યની જેમ સમાજમાં જીવી શકે એ માટે તેમના શિક્ષણની આગવી વ્યવસ્થા કરવી પડે છે, એવી વ્યવસ્થા છે, પણ સમયાનુસાર એમાં સુધારો થયો નથી. એમાંય મૂકબધિર બાળકોના શિક્ષણની દશા તો દયાજનક છે. કાબેલ શિક્ષકો અને યોગ્ય શિક્ષણ પદ્ધતિના અભાવે ગણિત-વિજ્ઞાન જેવા વિષયો ભણવા એમના માટે સ્વપ્નવત્ બની ગયા છે.
પોણા સાતસો સિંહોને ગીરનું જંગલ નાનું પડવા લાગ્યું
ગીર-ગિરનાર સહિત કાઠિયાવાડના આઠ જિલ્લાના ર૪ હજાર ચો.કિ.મી. જંગલ પૈકી ૧૪૦૦ ચો.કિ.મી.માં પ્રસરેલા ગીર જંગલમાં અત્યારે ૬૭૪ સિંહ છે. ગુજરાત જ નહીં, બલ્કે ભારત અને એશિયાની શાન સમાન આ સાવજ છેલ્લા બે દશકામાં ગિરનાર જંગલ વટાવીને ભાવનગર અમરેલી પંથક. પોરબંદરના માધવપુરથી માંડી છેક રાજકોટ-ચોટીલા સુધી પહોંચ્યા છે. શું સિંહોને ગીર નાનું પડે છે? શું સિંહો પોતાનો વિસ્તાર વધારી રહ્યા છે. આ વિસ્તરી રહેલા સિંહોને માનવીઓ સ્વીકારશે? આ પ્રશ્નોના જવાબો મળે છે પ્રોજેક્ટ લાયનમાં
ધ આર્ચિ કોમિક્સ: એન્ડ્રુસ આવ્યો, નેપોટિઝમ લાવ્યો!
આજે આર્ચિ એન્ડ મંડળીને યાદ કરવાનું કારણ એ છે કે, ઇન્ટરનેશનલી પોપ્યુલર આ કોમિક્સ પરથી ડિરેક્ટર ઝોયા અખ્તર ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ માટે હિન્દીમાં ‘ધ આચિઝ' નામથી ફિલ્મ બનાવશે
ક્યાં ભણવું છે?
પ્રાચીન સમયમાં આપણી નાલંદા અને તક્ષશિલા યુનિવર્સિટીઓ વિશ્વભરમાં વખણાતી હતી. ચીનથી હ્યુ-એન-ત્સાંગે તેની મુલાકાત લીધેલી અને અન્યો આપણી આ યુનિવર્સિટીઓમાં ભણવા આવ્યા હતા
સંબંધ અંગે મનોવિજ્ઞાનનું તારણ
પ્રેમ કોઈને મળે એટલે તેની માનસિક તકલીફ દૂર થાય જ એવું ફરજિયાત નથી કેમ કે એ માણસ પોતે પોતાની તકલીફ દૂર થાય એ માટે ઉત્સુક હોવો જોઈએ, અમુક રીતે પ્રયત્નશીલ હોવો જોઈએ
આપણે ત્યાં સ્ત્રી-પુરુષને માપવાનાં કાટલાં જુદાં-જુદાં છે
માત્ર વર્જિનિટીની જ વાત છે એવું નથી, આપણે ત્યાં ફેમિલી પ્લાનિંગને લગતાં જે ઓપરેશન થાય છે તેમાં ૫ ટકા ઓપરેશન જ પુરુષોનાં થાય છે અને ૯૫ ટકા સ્ત્રીઓનાં થાય છે
ઉદયપુરની ચિંતન શિબિરમાં આચાર્યપ્રમોદની ફજેતી થઈ
જો રાહુલ ગાંધીને પક્ષના પ્રમુખ બનવામાં રસ ન હોય તો પ્રિયંકા ગાંધીને જ પ્રમુખ બનાવી દો: આચાર્યપ્રમોદ
જૈનોની વસતીમાં ઘટાડોઃ ઉપાય શું?
વેપારી કોમ ગણાતી જૈનોની વસતીમાં છેલ્લા થોડા સમયથી બહુ થોડો પરંતુ સતત ઘટાડો થઈ રહ્યો છે. ખૂબ સમૃદ્ધ, સુશિક્ષિત, હોશિયાર જૈન જ્ઞાતિ લઘુમતીમાં સમાવિષ્ટ થઈ ગઈ છે. હાલ વસતી વધે તે માટે યુવા જૈન દંપતીઓને પ્રોત્સાહન આપવાના છૂટાછવાયા પગલાં દેશભરમાં લેવાઈ રહ્યાં છે. એકથી વધુ બાળકના જન્મ પછી જૈન સંઘોએ બાળકોનાં પાલન-પોષણ, શિક્ષણ માટે લાખો રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે.
પ્યુરિટી બૉલ અને ટ્રૂ લવ વેઇટ્સ
અમેરિકાનાં વિવિધ ધાર્મિક સંગઠનોએ છોકરીઓ લગ્ન પછી જ જાતીય સંબંધો બાંધે અને ત્યાં સુધી પોતાની વર્જિનિટીને અખંડ રાખે, એ હેતુથી ‘ટ્રૂ લવ વેઇટ્સ’ નામે આંદોલન જગાવેલું