CATEGORIES
Kategoriler
જમ્મુ-કશ્મીરઃ એક પહેલ થઈ રહી છે ત્યારે…
આતંકવાદ થોડો મોળો પડ્યો છે ત્યારે રાજકીય હિલચાલ આદરી વિધાનસભા ચૂંટણી યોજી સ્થિતિ સામાન્ય કરી લેવાનો મોકો ભારત સરકારે ગુમાવવા જેવો નથી.
ગધેડા તો પાકિસ્તાનના...
અમે નાનપણમાં મૂરખ ગધેડાની વાર્તા મોજથી વાંચતાં. હજી પણ ગધેડા સંબંધી કંઈ ન્યૂઝ આવે ત્યારે અમારી આંખોમાં ચમક ને હોઠ પર સ્મિત આવી જાય છે. હમણાં ગુજરાતી છાપાંમાં ખૂણેખાંચરે તમે એક ન્યૂઝ વાંચ્યા હશે કે પાકિસ્તાનમાં ગધેડાની વસતિ પંચાવન લાખથી વધીને છપ્પન લાખની થઈ છે.
ચીનની દાંડાઈકે વિજ્ઞાનની સચ્ચાઈ?
દુનિયાઆખીમાં તબાહી મચાવનારો કોરોના વાઈરસ એ કુદરતી નહીં, પણ ચીનની લેબોરેટરીમાં બનાવવામાં આવ્યો છે એવી માન્યતા જોર પકડી રહી છે ત્યારે પુણેનું એક વિજ્ઞાની દંપતી તથા અન્ય ભારતીય આ તપાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યાં છે. સીઆઈડીવાળા એસીપી પ્રદ્યુમ્ન-અભિજિતદયા-સાળંખે, વગેરેની જેમ મંડી પડેલા આ વાઈરસ ડિટેક્ટિવનાં સંશોધન શું કહે છે?
ખેલા હોબે યુરોપમાં...
બંગાળના બાબુ મોશાયો ચૂંટણી પછીની ધમાધમી પૂરી કરીને ફરી પાછા કામે લાગી ગયા છે.
કોરોના કાળ દરમિયાન પોલીસતપાસમાં પકડાયા બસ્સોથી વધુ મુન્નાભાઈ નકલી દવા, નકલી ઈજેક્શન...અને હવે નકલી ડૉક્ટર!
ત્રણેક મહિના પહેલા જ બધાના પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટિયાના અધ્યક્ષપદે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે મીટિંગ ચાલતી હતી. એમાં કોરોના સંક્રમણ રોકવાની સરકારી માર્ગદર્શિકાના અમલ વિશે વાત થઈ રહી હતી. એ દરમિયાન એક અધિકારીએ ધ્યાન દોર્યું: નર્મદા જિલ્લામાં ૧૩ નકલી ડોકટર પકડાયા છે.
કૉપર બની શકે કોવિડનો કાળ
ગાંધીનગરની સરકારી લેબોરેટરીમાં શોધાયું કોરોના વાઈરસનું મારણ
કેવું હોવું જોઈએ કોરોના સામે બાળકો માટેનું કવચ?
ત્રીજી લહેરની વાતો વચ્ચે રાખો તમારા ભૂલકાંને સંલામત.
કસોટી બંદગી કી...
લ્ગ્ન, સંતાનોનાં જન્મ, જનોઈ, વગેરે પ્રસંગે રાંદલ તેડવાનો આપણે લ ત્યાં રિવાજ છે. રાંદલ મા રન્નાદે, સંજ્ઞાદેવી, રાણલદે, રાંખલ નામે પણ ઓળખાય છે. ખોળાનો ખૂંદનાર ઘો ને રાંદલ માં... ભજન પ્રખ્યાત છે.
કરી લે મન તું પુણ્યનો વેપાર...
દેશનાં મોટા ભાગનાં નાનાં-મોટાં શહેરોની ઓળખ બની ગયાં છે એના મુખ્ય માર્ગો પરનાં લારી, ગલ્લા, ખૂમચા... સરકારી તંત્રની કે સ્થાપિત હિતોની રહેમનજર હેઠળ પાથરણાં પાથરી માલ વેચનારાઓની સંખ્યા વધતી જ જાય છે.
એક સામે સાત
ઘોડા ભાગી ગયા પછી અશ્વશાળાને તાળાં મારવા જેવો આ ઘાટ છે.
આપ આયે...બહાર આયેગી?
હજી હમણાં સુધી ‘આમ આદમી પાર્ટી’નાં ગુજરાત એકમમાં કંઈ ઠેકાણાં નહોતાં. સંગઠનમાં પણ એક સાંધો ત્યાં તેર તૂટે એવી હાલત હતી, પરંતુ મહાપાલિકા-તાલુકા પંચાયતની ચૂંટણીમાં બધાના આશ્ચર્ય વચ્ચે આ પક્ષે ઘણો સારો દેખાવ કર્યો. એનાથી પોરસાઈને અરવિંદ કેજરીવાલે અત્યારથી વિધાનસભાજંગની તૈયારી કરવા માંડી છે.
આને કહેવાય સવાયા શિક્ષક
બાળકોને ભણાવવા ઉપરાંત આ ગુરુજન તો કરે છે સમાજઘડતરનાં અનેક કાર્ય.
આ તો ગ્રામીણ અર્થવ્યવસ્થા પર હુમલો...
ગુજરાતમાં મિલ્ક સિટી ગણાતા આણંદમાં આવેલી દેશની સૌથી મોટી ડેરી સંસ્થા ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (જીસીએમએમએફ) અર્થાત્ અમૂલે ત્રણેક મહિના પહેલાં દૂધ અને સોયા બેવરીઝ (પ્લાન્ટ આધારિત પીણાં) અંગેની માન્યતા અને વાસ્તવિકતા અંગે અંગ્રેજી જાહેરખબર પ્રસિદ્ધ કરાવી હતી.
આજે પણ પીઉં શ્રવણનું અમૃત..
'તારી આંખનો અફીણી...'ના સ્વરકાર દિલીપભાઈ ધોળકિયા માટે અભિનેતા દિલીપ કુમારે લતા મંગેશકરને મોઢે શું કહ્યું હતું?
આ છે વન વુમેન આર્મી
કોરોનાની બીજી લહેરે શહેર સાથે નાનાં નાનાં ગામના લોકોને ન છોડ્યા. અનેક લોકો સંક્રમિત થયા. કેટલાકે જીવ ગુમાવ્યો.
આ છે મળવા જેવા ગાંધી...
મુંબઈના મધ્યમવર્ગી ગુજરાતી પરિવારના યુવાનને રાજકારણ થકી દેશની દશા બદલવાની ઈચ્છા હતી, પણ પોલિટિક્સ એમને સતત નિરાશ કર્યા. છેવટે નેતા બન્યા વિના રાષ્ટ્રની કાયાપલટ કરવા માટે એમણે ગામડે નજર દોડાવી. પાછલાં કેટલાંક વર્ષોમાં સૌથી વધુ આત્મહત્યાના કિસ્સા ધરાવતા મહારાષ્ટ્રના પરળી–વૈજનાથ તાલુકાનાં અનેક ગામને પાણીદાર-ફળદાર બનાવીને એમણે દેશઆખાનું ધ્યાન ખેંચ્યું છે. આયોજનબદ્ધ રીતે સઘન ફળબાગ બનાવવાના સફળ કીમિયાગર મયંક ગાંધી મળવા જેવા સમાજસેવક છે.
શિક્ષણની આવતી કાલ, આવતી કાલનું શિક્ષણ…
દેશભરમાં જૂન, ૨૦૨૧થી શરૂ થયેલું કે થનારું શૈક્ષણિક સત્ર સત્તાવાર રીતે ઑનલાઈન સત્ર જ છે. પરીક્ષા અને પરિણામ વગરની શિક્ષણવ્યવસ્થામાં સમસ્યા અનેક છે અને સમાધાન પણ દૂર દેખાઈ રહ્યાં છે. હવે જોવાનું એ છે કે એ વર્તમાન પડકારોને આપણે ભવિષ્યમાં કોઈ મોટી તકમાં ફેરવી શકીએ છીએ કે કેમ,
રમત રમાડે રોગચાળો...
લોડાઉનમાં આપણાં બાળકોએ તો શેરીમાં લખોટી, લઘોરી, ગિલ્લી-દંડા, લીંબુ ચમચી, કોથળાદોડ, વગેરેમાં સમય કાઢી નાખ્યો, પણ ગોરા સાહેબોને દેશી રમતોનો કોઈ પરિચય નહીં.
કોણ બનશે આ અનાથના નાથ?
ગયા વર્ષથી માનવજાતને પજવી રહેલી મહામારીમાં આપણે ત્યાં ૨૬ હજારથી વધુ બાળકોએ કાં માવતર ગુમાવ્યાં છે કાં એમને ત્યજી દેવામાં આવ્યાં છે. અલબત્ત, કુમળાં ફલ સમાં બાળપણ ધૂળમાં રગદોળાઈ ન જાય એ માટે સરકાર યોગ્ય પગલાં લઈ રહી છે, પણ આની દૂરગામી સામાજિક અસર તો પડશે જ એવું નિષ્ણાતોનું માનવું છે.
બંધ કવરથી ઊઘડ્યાં અનેકનાં નસીબ...
મોસમ તો પરીક્ષા મોકુફ રહેવાની કે રદ થવાની છે. કરિયર શબ્દ અત્યારે ઝાંખો લાગી રહ્યો છે અને કલાસિસ જેવું તો ક્યાં અત્યારે કંઈ છે જ. જો કે જામનગરના જયેશ વાઘેલા નામના શિક્ષણના એક જીવ આ સમયે પણ વિદ્યા વહાવવાનો પરિશ્રમ કરી રહ્યા છે. આમ તો છેલ્લાં આઠ વર્ષથી એ સંપૂર્ણપણે કારકિર્દીલક્ષી તાલીમ શિક્ષણ આપવામાં વ્યસ્ત છે, પરંતુ લોકડાઉન દરમિયાન એમણે વ્યવસાયમાં વિવિધતા ઉમેરી છે.
ગુજ્જુ ગર્લની સિક્સર..
મુંબઈની યુવતી હરિણી રાણાએ મેળવ્યું ‘આઈસીસી'ના લીડરશિપ પ્રોગ્રામમાં સ્થાન.
પાણીના ટીપાનું મોતી
આંખોની ભીનાશને થમ જા કહી, આકાશી ભીનાશને આવકારવાની તક દસ્તક દઈ ચૂકી છે. ઋતુઓનું ચક્ર યુગોથી ચાલે છે, છતાં પ્રત્યેક ચક્રમાં નાવીન્ય હોય અને એ વર્તાવું પણ જોઈએ.
નીરખ મન તું અંતરમનની છબિ...
ભારતમાં કોરોનાની બીજી લહેરનો આરંભ થયો એ અરસામાં ૮૨ વર્ષી અમેરિકાનિવાસી નવીન જારેચા ખાસ ઈશાના ભારતનાં રાજ્યોમાં ફોટોગ્રાફીના હેતુસર આવ્યા. મુંબઈથી આસામ તથા અન્ય રાજ્યોના આશરે ૧૨,૦૦૦ કિલોમીટરના આ મોટપ્રવાસમાં આવેલા વિવિધ મુકામનાં સંસ્મરણ બડાં રસપ્રદ છે.
પત્રકાર કાન્તિ ભટ્ટની સ્મૃતિને મળ્યું સરનામું
ગુજરાતી પ્રજાને જેમણે વિશ્વભરની માહિતીનો ભંડાર ઘરઆંગણે લાવી આપ્યો એવા પત્રકાર કાન્તિ ભટ્ટના ચાહકો માટે સારા સમાચાર છે.
ટોક્યો ઑલિમ્પિક્સઃ ખેલ અને પૈસાના ખેલા વચ્ચે પસંદગી
ભારતમાં કોરોના વાઈરસનો આતંક થોડો હળવો થયો છે, પરંતુ આવતા બે-ત્રણ કે ચાર-છે મહિનામાં એની ત્રીજી લહેર આવશે એવી વાત અત્યારથી થઈ રહી છે. બ્રિટન સહિત કેટલાક દેશ અત્યારે જ ત્રીજી લહેરનો સામનો કરી રહ્યા છે.
તમારે મન દેશદ્રોહ એટલે શું?
કોઈ મુદ્દે સરકારની ટીકા કરવી કે સાચી વાત પ્રજા સામે લાવવી એમાં કંઈ ખોટું છે? સારવારના અભાવે ઘરનું માણસ મરવા પડ્યું હોય એની રાવ કરવી એ સરકાર સામેની બગાવત કે સમાજમાં રાગદ્વેષ ફેલાવવાનું કાવતરું છે? તો વાતવાતમાં રાજદ્રોહના નામે લોકોને ડારવા-ડરાવવાની જરૂર ખરી?
ઘેરબેઠાં ભણતરના પડકાર સામે પરિવર્તનના પાઠ
ઑનલાઈન એજ્યુકેશનની વિશેષતા અને ખામીઓના શોરબકોરમાં વિદ્યાર્થીઓને ઘેરબેઠાં ભણાવવાના નવતર પ્રયોગો ગુજરાતમાં થયા. અચાનક આવી પડેલી કસોટી વચ્ચે અવનવા બોધ સૌને મળ્યા.
એમને મળે છે પાયાનું શિક્ષણ..
બાળકોને પુસ્તકિયું જ્ઞાન ગોખવાના પ્રેશરમાં નાખતી આધુનિક શિક્ષા પ્રણાલીથી છેડો ફાડવાનો અવસર કોવિડ-લૉકડાઉને આપ્યો. આર્થિક કારણોસર કેટલાય વાલીઓ હવે પોતાનાં બાળકોને સ્કૂલેથી ઉઠાડીને ઘરે જ ભણાવવા માંડ્યા છે. બે મુંબઈગરા પેરટ્સ વર્ણવે છે સંતાનોને જાતે ભણાવવાના અનુભવ.
અમદાવાદની ડમ્પિંગ સાઈટ પર બને છે ગુજરાતનો પ્રથમ ઈકોલૉજી પાર્ક
દસ વર્ષ જૂની ડમ્પિંગ સાઈટ પર કચરાની દુર્ગધથી રહેવાસીઓ ત્રસ્ત હતા. હવે ત્યાં વૃક્ષો લહેરાશે અને ફૂલોની સુગંધ પ્રસરશે. ડમ્પિંગ સાઈટ પર બનતો ગુજરાતનો પ્રથમ ઈકોલૉજી પાર્ક કેવો હશે?
અનલૉકનો આરંભઃ ભારતીય અર્થતંત્રની માંદગીનો અંત?
અર્થતંત્રના આંકડા અને સંકેતો કહે છે કે ભારતીય અર્થતંત્રની માંદગી ઘટી રહી હોવાથી એ આઈસીયુમાંથી બહાર આવવામાં છે. જો કે એ પછી પણ એને જનરલ વોર્ડમાં રાખીને એની સારવાર ચાલુ રાખવી પડશે, હજી સંભવિત ત્રીજા મોજાના આક્રમણની ચિંતા માથે લટકી રહી છે, એને રોકવા ગંભીર સાવચેતી–અગમચેતી પણ જોઈશે.