CATEGORIES
Kategoriler
કેવું હશે નવું સંસદ ભવન?
દિલ્હીની શાન બનનારા નવા સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના પહેલા ચરણમાં હમણાં સંસદ ભવનનું ભૂમિપૂજન થયું. જાણીએ, શું છે એની વિશેષતા?
વર્ષો પહેલાં ઢોળાયેલા દૂધ માટે હવે કેમ કાગારોળ?
વર્ષોથી કોંગ્રેસ પક્ષમાં કેન્દ્રસ્થાને રહેલા ગાંધી પરિવારનો પ્રણવ મુખરજી અને શરદ પવાર તરફનો અણગમો જગજાહેર છે એટલે આ બન્ને આગેવાનોને વડા પ્રધાનપદથી દૂર રાખવા પાછળ કોનો દોરીસંચાર હતો એ સમજવા લાંબું વિચારવાની જરૂર નથી.
અનેક વાર ભાંગેલા ભૂજનો ૪૭૩મો સ્થાપના દિન
માગશર સુદ પાંચમ અને અંગ્રેજી તારીખ પ્રમાણે આ વર્ષે ૧૯ ડિસેમ્બરે ભયાનક ભૂકંપથી પીડિત શહેર તરીકે આખી દુનિયા જેને જાણી ચૂકી છે એ કચ્છનું પાટનગર ભૂજ પોતાનો ૪૭૩મો જન્મદિવસ ઉજવશે. લાખો ફુલાણીના સમયથી માંડી જાડેજાવંશની શરૂઆતની ગાથા ધરાવતા કચ્છમાં અગાઉ રાપર ગામ રાજધાની હતું. સંવત ૧૬૦૫માં માગશર સુદ પાંચમના દિવસે રાવશ્રી ખેંગારજી પહેલાએ ભૂજમાં તોરણ બાંધ્યું હતું.
સહાય-હૂંફનો છાંયડો
એમનું નામ છે ભરત શાહ, પણ મોટા ભાગના લોકોએ એમનો નંબર સેવ કર્યો છેઃ ભરતભાઈ છાંયડો એ નામથી.
નવજાત શિશુની નોખી-અનોખી સંભાળ..
એકતા પટેલ નોર્થ કેરોલિના, અમેરિકા
જુઓ, હુરટમાં શું આવી રહ્યું છે?
૨૦૧૧માં ૪૬ લાખની વસતિ હતી સુરતમાં પણ આવતા વર્ષે આ સંખ્યા ૬૦ લાખથી વધી જશે. આગામી બે દાયકામાં સુરત એક કરોડની આબાદીવાળું શહેર બની જશે. આ વસતિવિસ્ફોટ માટે યોગ્ય રસ્તા, પુલ, મેટ્રો, સિટી બસ, વગેરેનું ટ્રાફિક ઈન્ફાસ્ટ્રક્ટર અને વાહનવ્યવહાર જેવા પ્રશ્નો શહેરના સત્તાવાળા સામે મોં ફાડીને ઊભા છે. આનંદની વાત એ છે કે કેન્દ્ર અને રાજ્ય સરકાર બને ‘કોમ્પ્રિહેન્સિવ મોબિલિટી પ્લાન-૨૦૪૬ અંતર્ગત સુરતીઓ માટે લાંબા ગાળાનું આયોજન કરી રહી છે.
અન્નદાતાનાં અદ્ભુત પરાક્રમ..
ચા-પાણી, સમોસા-કચોરી, મદ્દે દી રોટી-સરસૌ દા સાગ, બિરયાની, હલવો, પિઝા, પાસ્તા ને સમય સમય પર પંજાબી ગાયકોનાં નાચ-ગાનનું મનોરંજન, ટાઢમાં હૂંફ આપે એવાં રજાઈ ગાદલાં-ગોદડાં ને થાકેલા શરીરને એક્યુપ્રેશર કરી આપે એવા યાંત્રિક સોફા...
અગિયારસ-અધિક માસ દરીને અર્પણ
સરોજબહેન સિસાંગિયા રાજકોટ
હવે રશિયા અને ચીનમાં પણ વંચાશે ઝવેરચંદ મેઘાણી
જે કૃતિની સમીક્ષામાં “ગુજરાતની જૂજ ઉત્તમ નવલકથામાં પણ એનું સ્થાન રહેશે એવી જાણે ભવિષ્યવાણી થઈ હતી એ આપણા શીર્ષસ્થ સાહિત્યકારની નવલકથા ‘વેવિશાળ નો હમણાં ચાઈનીઝ તથા રશિયન ભાષામાં અનુવાદ થયો છે.
દિવ્યચક્ષુથી દિવ્યતાનાં દર્શન કરાવે છે આ કથાકાર
જન્મથી દષ્ટિ ન હોવા છતાં યુવા કૃણાલ જોશીએ બે-બે માસ્ટર્સ ડિગ્રી અને ડૉક્ટરેટ પણ મેળવી. સાથોસાથ વરસોની આધ્યાત્મિક સાધના તથા મનોબળે એમને વિશેષ દૃષ્ટિકોણ પૂરા પાડ્યા છે.
ડિજિટલનું ડીંડવાણું ડેન્જરસ બની શકે!
ટેક્નોલૉજીના વધતા વપરાશ સાથે સાઈબર ક્રાઈમનું પ્રમાણ વધ્યું છે તો બીજી તરફ, ટેક્નોલૉજીમાં ખામી સર્જાતાં નાણાકીય વ્યવહારોમાં અવરોધના કિસ્સા પણ બની રહ્યા છે. હમણાં ‘એચડીએફસી બૅન્ક’ના કિસ્સામાં જે બન્યું એ તો નાનું ઉદાહરણ છે, પરંતુ આ એક મોટી ચેતવણી પણ ગણાય.
સુરતીઓને સ્વાદવિહારી બનાવતો શિયાળો
શિયાળો આવે એટલે લહેરી સુરતીલાલા મોજમાં આવી જાય. અહીંની સ્વાદપ્રિય પ્રજા માટે ઊંધિયું, ઊંબાડિયું કે પોંક જ નહીં, પણ કાચું (વેજ અને નૉન-વેજોથી લઈને સાલમપાક, ખજૂરપાક, મેથીપાક, ગુંદરપાક, અખરોટપાક, આદુપાક સુધી યાદી લંબાતી જાય.
હવે એ નેતા...
ગઈ કાલે કન્ડક્ટર હતો. આજે સ્ટાર છું, પણ આવતી કાલે શું હોઈશ એની ખબર નથી...
ધૂમકેતુનું એમણે વિસ્તાર્યું છે આકાશ
ગુજરાતી ટૂંકી વાર્તાના પિતામહ કહેવાતા ધૂમકેતુની વાર્તાઓનો અંગ્રેજીમાં અનુવાદ કરનારાં આ અમેરિકાસ્થિત ગુજરાતી લેખિકા આજકાલ સાહિત્યજગતમાં ચર્ચામાં છે અને એ કહે છે કે વાચક તરીકે આપણે બધાં પણ એક પ્રકારે અનુવાદક જ છીએ...
સિંદૂર તો ઊગે છે ઝાડ પર..!
ભક્તો દ્વારા તેલમાં મિશ્રિત કરીને હનુમાનજીને ચઢાવવામાં આવતું સિંદૂર મોટે ભાગે નકલી હોય છે. અસલી સિંદૂરની ‘શોધ’ ચલાવનારા વડોદરાના એક મારુતિભક્તને શું લાગ્યું હાથ?
સાવધાન, તમે મીઠું ઝેર ખાવ છો...
મધમાં હાનિકારક ચાઈનીસ સુગર સિરપ ભેળવીને એને ‘પ્યૉર હની’ તરીકે આપણા માથે મારવાના કૌભાંડમાં પ્રતિષ્ઠિત કંપનીઓની પણ સંડોવણી સામે આવી છે ત્યારે સવાલ એ થાય છે કે ભેળસેળ વિનાનું મધ મેળવવું ક્યાંથી...
ફિલ્મ વહીં બનાયેંગે...
બોલીવૂડના બે મશહૂર અદાકાર અત્યારે રામ નામના સહારે પોતાની કારકિર્દી આગળ વધારવામાં બિઝી છે, બન્નેની ફિલ્મના વિષય કેન્દ્ર સરકારના, ખાસ કરીને સંઘપરિવારના પસંદીદા છે, બન્નેને પોતાની નવી ફિલ્મ માટે ઉત્તર પ્રદેશમાં જ શૂટિંગ કરવું છે, જે માટે બન્નેએ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની પરવાનગી માગી છે.
ભવાઈની ભૂંગળ ગુંજી
વિશ્વફલક પર કળા પ્રસ્તુતિના અનેક પ્રસંગે ભારતીય કલાકારો છવાયા છે. હમણાં પણ આવી એક યાદગાર ઘટના બની.
પરબતોં સે આજ મેં ટકરા ગયા
સેંકડો ભોંયર છે મારામાં આમ પર્વત બની ઊભેલો છું - બાબુલાલ ચાવડા 'આતુર'
સપ્ત કોટિ રૂપિયાનો સવાલ..
ગ્રામવિસ્તારની સરકારી શાળાના આ યુવા શિક્ષકે એવું તે શું કર્યું કે ૧૪૦ દેશના બાર હજાર ગુરુજનોને હરાવી પહેલો નંબર મેળવ્યો ને સાત કરોડ રૂપિયાનું ઈનામ જીતી લીધું?
ચાલીસ વર્ષની વણથંભી અન્નસેવા
ભૂખ્યાને અન્ન અને તરસ્યાને પાણી... ભારતવર્ષની ભૂમિ માટે આ ઉક્તિ જાણીતી છે.
ચિત્રલેખાના બે પત્રકારને મળ્યાં રાષ્ટ્રીય સમ્માન
અમદાવાદસ્થિત મહેશ શાહને ‘લાડલી મિડિયા એવૉર્ડ’ તો સુરતસ્થિત પત્રકાર ફયસલ બકીલીને ‘પ્રેસ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયા’નો એવોર્ડ.
ગીરનો તો ગોળ પણ કેસર કેરી જેવો મીઠો છે!
દેવ-દિવાળી જાય એટલે ગીર પંથકમાં દેશી ગોળના રાબડા ધમધમવા માંડે. ગીરની ફળદ્રુપ જમીનની મીઠાશ જેમાં હોય એ રસદાર શેરડીમાંથી બનતા ગોળની તો વાત જ શું કરવી?
ખેડૂત આંદોલનને લાગ્યો છે ખાલિસ્તાની રંગ?
કૃષિ ક્ષેત્રમાં સુધારણા માટે સંસદે પસાર કરેલા ત્રણ ખરડા સામેનું આંદોલન શરૂઆતમાં મુખ્યત્વે પંજાબ અને થોડે અંશે હરિયાણાના ખેડૂતો પૂરતું સીમિત રહ્યું. એને રાષ્ટ્રીય રૂપ આપવા પ્રયાસ થયો. જો કે એ પછી પણ બીજાં રાજ્યના ભૂમિપુત્રોનો કેન્દ્ર વિરોધી આંદોલનમાં સહભાગ ઓછો રહ્યો. ખેડૂતોને સૌથી મોટો વાંધો એમની ઊપજના ટેકાના ભાવ (મિનિમમ સપોર્ટ પ્રાઈસ)ની પ્રથા ખતમ થઈ જવાની સંભાવના સામે છે. આ યંત્રણ હેઠળ પંજાબ અને હરિયાણાના ખેડૂતોને સૌથી વધુ રકમ મળે છે. એ જ કારણ કે દેશનાં બીજાં રાજ્ય કરતાં અહીંનો સરેરાશ ખેડૂત સમૃદ્ધ છે અને એ જ કારણ છે કે કેન્દ્ર સરકાર સામે અત્યારે સૌથી વધારે બોલકો અવાજ એમનો જ છે.
કૅમેરાની ચોરી કૅમેરાએ પકડી
આમ તો ચોરોની વાત આપણે અનેક વખત સાંભળીએ છીએ અને ભૂલી પણ જઈએ છીએ. જો કે કેટલાક ચોર હંમેશાં એમની તરકીબોથી યાદ રહેતા હોય છે. અલબત્ત, ચોરોમાં પણ વિશેષતા હોય છે. એ અમુક જ સ્થળે અમુક જ વસ્તુની ચોરી કરે. આવું જ કંઈ બન્યું સુરતમાં.
આવું અપમાન ન કરાવવું હોય તો...
સરકારી અથવા ખાનગી માલિકીની ખુલ્લી જગ્યા પર કોઈ પણ પ્રકારનું દબાણ કે ગંદકી ન થાય એ માટે જુદી જુદી સૂચનાનાં બોર્ડ લાગેલાં જોવા મળે છે.
આ અયોગ્ય છે, પણ તો યોગ્ય શું છે?
કડક નિયમ છતાં માસ્ક ન પહેરતા લોકોને ‘સજા' રૂપે કોરોનાના દરદીઓની સેવા કરવા માટે મોકલવાના અદાલતી નિર્દેશનું પાલન શક્ય નથી એ કબૂલ, પરંતુ એમને સમજણ આપવાનો બીજો રસ્તો પણ શું છે?
અહીં ગાંધીબાપુ ખોવાયા છે!
અમદાવાદ શહેરના આશ્રમ રોડ સર્કલ પર આવેલી ગાંધીજીની વર્ષો જૂની પ્રતિમા પર હવે ઓવરબ્રિજ બની ગયો છે.
દેશની સુરક્ષા કરતા સૈનિકની…ટાઢ-તડકાથી રક્ષા કરશે સુરતી કાપડ!
આ વખતની દિવાળીમાં સુરતની ટેસ્ટાઈલ મિલ્સને જાંબાઝ સૈનિકના ગણવેશ માટેનાં કાપડ બનાવવાના ઑર્ડરને કારણે ખાસ્સે ઉત્સાહી વાતાવરણ છે. દેશની સરહદનાં રખોપાં કરતા બહાદુર સિપાહીના તન પર સુરતી વરત્ર હોય એ વિચાર જ રોમાંચકારી છે.
થોડામાં ઘણું જીવે છે આ યુવાનો...
બેફામ શૉપિંગ-અકુદરતી જીવનશૈલીથી આધુનિક માનવ પ્રકૃતિનું નિકંદન કાઢવા બેઠો છે ત્યારે કેટલાક સમજુ યુવાન મિનિમલિસ્ટિક લાઈફસ્ટાઈલ એટલે કે સાવ ખપપૂરતી-ચુનંદા ચીજવસ્તુના આધારે જીવવાની પ્રામાણિક કોશિશ કરી રહ્યા છે. કેવી છે ઓછામાં અઢળક આનંદ મેળવવાની આ અનુભૂતિ?