મેં ક્યારેય વિચાર્યું નહોતું કે અભિનેત્રી બનીશ. મારે તો ડાન્સર બનવું હતું. એ પણ પરફોર્મિંગ ડાન્સર ઓછું અને થિયરિકલ વધારે! મેં નાલંદા યુનિવર્સિટીમાંથી કોલેજ કરી અને મારું લક્ષ્ય તો ત્યાં જ એમ.એ. અને પીએચ.ડી. કરવાનું હતું. હું ભરત નાટ્યમ્ ડાન્સર હતી. મારી ઇચ્છા તેમાં આગળ વધવાની હતી.
પણ થયું એવું કે મારી મા (દીના પાઠક) ગુજરાતમાં ‘મેના ગુર્જરી’ નામનું નાટક કરતા હતા, તેના અઢળક શો થઈ ચૂક્યા હતા. એમને કોઈએ કહ્યું કે, તમારી બંને દીકરીને સાથે લાવો. મારી મોટી બહેન રત્ના (પાઠક શાહ) તેમાં ઇન્વોલ્વ હતાં. મને તો કશી ખબર જ નહોતી. મારી માએ કહ્યું કે, હું નાટક કરીશ તો સુપ્રિયા સાથે જ કરીશ! બધાને આશ્ચર્ય થયું હતું. બધાને એમ જ હતું કે રત્ના અને મારી મા, સાથે નાટક કરશે. કેમ કે મને તો નાટકમાં ઇન્ટરેસ્ટ જ નહોતો અને મેં ત્યારે પણ ના જ પાડેલી કે હું આ નાટક નહીં કરું!
મારા મામા ‘બાલોધાન' નામની સંસ્થા ચલાવતા. તે એક પ્રકારની ક્લબ હતી, જેમાં બાળકો માટેની રસપ્રદ પ્રવૃત્તિઓ થતી. તેમાં નાટકો પણ ભજવાતા અને તેમાં હું ખાસી સક્રિય હતી. તેમણે મને કહ્યું કે, તું ભલે પ્રોફેશનલી નાટક ન કરે, પણ એમેચ્યોર તો કર. તે માટેની તૈયારી તો કર! તે નાટક મેં કર્યું અને લોકોને ખૂબ જ ગમ્યું. મારી માના ‘મેના ગુર્જરી' નાટકે અનેક લોકોને પ્રભાવિત કર્યા હતા. વર્ષો બાદ મેનાનું તે પાત્ર, બીજા કોઈએ એટલે કે મેં કર્યું હતું! મારા પરફોર્મન્સના વખાણ થયા. સારા રિવ્યૂઝ મળ્યા. લોકોએ કહ્યું કે, જા યુવાન દીનાબહેન પાછાં આવ્યાં છે! આવી સરખામણી થઈ. એ દિવસોમાં મારા પિતા મૃત્યુ પામ્યા હતા. મારાં મમ્મી નાટકોમાં એક્ટિવ હતાં જ.
મારાં બહેન નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં અભ્યાસ કરતાં હતાં. માટે તે કોર્સ પૂરો કરીને જ પાછાં આવી શકે તેમ હતાં. એવામાં ઘર બરાબર ચાલે, આર્થિક રીતે પણ માને સથવારો રહે તે માટે મેં નાટકોમાં કામ શરૂ કર્યું.
Bu hikaye ABHIYAAN dergisinin October 29, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin October 29, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ