ક્રિસમસ આવી ગઈ, કે આવી ગયો, કે આવી ગયું? ખરો ફરક પડે છે ક્રિસમસની ઉજવણીમાં વિશ્વના વિવિધ દેશોમાં ક્રિસમસની ઉજવણીમાં વૈવિધ્ય જોવા મળે છે. ઘણાં આગલી સાંજ ઊજવે તો ઘણાં એ પછીનો બીજો દિવસ તો ઘણાં આખું વીક. તો ઘણાં થર્ટી ફર્સ્ટ કે નવા વર્ષનો પ્રથમ દિવસ. ઘણા દેશની સરકાર રજા આપે છે. જે દેશો ખ્રિસ્તી નથી કે જેમાં ખ્રિસ્તી બહુમતીમાં નથી ત્યાં ગોરા ખ્રિસ્તીઓના રાજને કારણે ક્રિસમસ આવી હતી. ક્રિસમસની ઉજવણી પાછળ પશ્ચિમી જીવન પ્રત્યેની આસક્તિ પણ એક કારણ હોય છે. સેટેલાઇટ ટીવી અને સોશિયલ મીડિયાના પગલે ક્રિસમસનો પ્રસાર વધ્યો છે. ગ્લોબલ ફ્રી માર્કેટને ડગલે પોતાની ચીજ પારકા કલ્ચરમાં માર્કેટ કરવા તેમ જ ખ્રિસ્તી કે ગોરા પશ્ચિમી પોતાનો માલ ભારતમાં વેચવા ક્રિસમસનો ફાયદો ઉઠાવે છે. ભારતમાં હિન્દુઓની સંખ્યા વધુ છે, ભારત મૂળે હિન્દુ રહ્યું છે અને તે સાથે ભારતમાં ક્રિસમસ સેલિબ્રેટ થાય છે એ બહુમતીનો અનુભવ છે, દુનિયા જાણે છે. ઘણાં હિન્દુ ક્રિસમસને પર્વ, ઉત્સવ કે પવિત્ર અંતરાલ ગણે છે તથા જિસસ અને મેરીને નમે છે. સવાલ એ છે કે મુસ્લિમના સંદર્ભમાં ક્રિસમસની સ્થિતિ શું છે?
અઝરબૈજાન, ચીન, ઈરાન, ઇઝરાયલ, કુવેત, માલદીવ્ઝ, ઓમાન, મોરોક્કો, કતાર, થાઇલૅન્ડ, ટર્કી, યુએઈ, વિયેતનામ અને આપણા ખાસ પાડોશી પાકિસ્તાન સાથે એકવીસ દેશમાં ક્રિસમસની જાહેર રજા નથી હોતી. અફઘાનિસ્તાન, અલ્જિરિયા, ભુટાન, નોર્થ કોરિયા, લિબિયા, તજાકીસ્તાન, સાઉદી અરેબિયા, યેમેન, ઉઝબેકિસ્તાન, સોમાલિયા જેવા તેર દેશમાં ક્રિસમસની ઉજવણી નથી થતી. ઉત્તર અને દક્ષિણ અમેરિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલૅન્ડ જેવા દેશમાં એવું કોણ હશે જેને ક્રિસમસ સેલ કે ડિસ્કાઉન્ટ વિષે ખ્યાલ ના હોય? જે ખ્રિસ્તી ના હોય તેને પણ સારી ડીલમાં રસ હોય. મુસ્લિમ વધારે હોય તે દેશમાં કે મુસ્લિમ જે દેશનો ધર્મ હોય ત્યાં ક્રિસમસના નામ હેઠળ કોઈ આર્થિક લાભ થતો હોય તો બહુમતી ઉઠાવતી જ હોય. બાકી મુસ્લિમ પ્રજા અને મુસ્લિમ દેશ જ્યાં ક્રિસમસની ઉજવણી થાય છે ત્યાં પોતાનો ધર્મ પાળવાનું છોડે છે એવું નથી હોતું. તથાપિ જે દેશમાં ઉજવણી થતી નથી ત્યાં તો એવો કોઈ પ્રશ્ન જ નથી.
Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 04/01/2025 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 04/01/2025 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!
વામા વિશ્વ આરોગ્ય
સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ
સન્માન
બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.
પ્રવાસન
સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .
સારાન્વેષ
મધર મેરી : પવિત્રતાના પાયા પર...
ચર્નિંગ ઘાટ
ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી
રાજકાજ
શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?