આકાશમાંથી એક તારો ખર્યો હતો, ફૂલના બગીચામાંથી એક ફૂલ ખર્યું હતું. જેણે પોતાના કર્તવ્યને સારી રીતે બજાવ્યું હતું તેની ખાતરી પોતાને રોમે રોમે સળગાવીને બતાવતી હતી. એવી દિવ્ય આત્માને અંતિમ વિદાય આપવા બધાં ઊભા હતા. એક બાજુ તે પોતાના અંગને સળગાવી કર્તવ્યનિષ્ઠાની ખાતરી આપતી હતી તો બીજી બાજુ તેના ઘરના લોકો જીવનને જીવવાનો દિલાસો આપી રહ્યા હતા. આજે તેના ઘરની જીભનું મૃત્યુ થયું હતું. ઘર શાંત થઈ ગયું હતું અને મૌને ઘરમાં કબજો કરી લીધો હતો. જેને લીધે એ ઘર રાત-દિવસ બોલતું હતું, તે આજે શબ્દો ભૂલી ગયું હતું. આજે જીવનની સંગિનીનું મૃત્યુ થયું હતું. લોકો એ રાખના પૂતળાને અગ્નિસ્નાન કરાવી આવ્યા હતા. ઘર જાણે કોઈકની રાહ જોઈને બેઠું હતું પણ-
‘જે થવાનું હતું તે થઈ ગયું, કરમના લેખ કોણ ફેરવી શકે? હિંમત રાખજો.’ જેવા આશ્વાસન તેનાં સગાંસંબંધીઓ જીવનને આપી રહ્યા હતા. જેમ સૂર્યાસ્ત થતાં એક પછી એક પંખી પોતપોતાના માળામાં જતાં રહે તેમ એક પછી એક વ્યક્તિ પોતાના ઘરે જવા લાગ્યા. ઘર તળાવની જેમ ખાલી થઈ ગયું. આજે જીવનને પોતાનું જ ઘર ઉજ્જડ વન જેવું લાગતું હતું. તે ઠંડીમાં થીજી ગયેલા બરફ જેવો થઈ ગયો હતો.
‘બેટા! દાન કરવા માટે જે વસ્તુ લેવાની છે તે અલગ કાઢી રાખ.’ ગળગળા અવાજે જીવનની માએ કહ્યું.
જીવન કબાટ ખોલી એક પછી એક વસ્તુ કાઢવા લાગ્યો ત્યાં જાણે વૃક્ષ પરથી કોઈ ફળ પડ્યું હોય તેવો અવાજ આવ્યો. તેણે જોયું તો એક બુક હતી. તે બુક પર વિવિધ રંગના કાગળથી પતંગિયાના આકાર કાપી ચોંટાડેલા હતા. દિલ આકારની ડિઝાઇન હતી અને ઉપર મોટા, ઘાટ્ટા અને ચમકતા અક્ષરે લખ્યું હતું, ‘જીવનસંગિની'. તેણે એ ખોલીને પાનાં આમતેમ ફેરવ્યાં. તેમાં કોઈકનું હસ્તલિખિત લખાણ હતું. જીવને તેને શરૂઆતથી વાંચવા માંડ્યું, તેની અંદરના શબ્દો હતાઃ
આજનો દિવસ બધા જ લોકોના જીવનમાં ખુબ ખુશીનો દિવસ હશે. કેમ કે આ દિવસ લોકોના જીવનમાં એક જ વાર આવે છે. એ દિવસે લોકોનું જીવન કંઈક નવા વળાંક પર આવી જાય છે. એ જ દિવસ આજે મારો આવ્યો છે. હું ખૂબ ખૂબ એટલે કે શબ્દોમાં ન વર્ણવી શકું એટલી ખુશ છું ’ને ખબર છે આ દિવસ કયો છે? લગ્નનો દિવસ.
Bu hikaye ABHIYAAN dergisinin October 29, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin October 29, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ