શિવજી પહેલાં કે સમય ’ને સ્થળ પહેલાં? સ્વાભાવિક છે ટાઇમ ’ને સ્પેસ અથવા લૉકેશન આપણા ત્રિપરિમાણિત જગત માટે વિશેષ છે, અલૌકિક નથી. સમાધિમાંથી બહાર આવેલા મહાયોગીઓ ’ને શાસ્ત્રોએ જણાવ્યું છે કે સંખ્યાબંધ લોક છે. સમયની સારણી જોઈએ તો ચાર યુગ વારાફરતી ચાલુ જ રહે છે. સરખામણી કરવી જ હોય તો શિવજી પ્રથમ છે, બાકી બધું કુલ એક અર્થાત્ શિવજી જ છે. વેદઃ શિવઃ શિવઃ વેદઃ એવું કહેવાય છે. શ્રીરામ શિવજીની સ્તુતિ કરતાં. શ્રીકૃષ્ણ મોરપિચ્છમાં જે સાત ચકરડાં છે ’ને કેન્દ્રમાં દ્વિમુખી અંડ છે તેમાં શિવજી જાણી માથે ધારણ કરીને મસ્ત રહેતાં. શિવજીના કોઈ શત્રુ હતા કે હોઈ શકે તેવો પ્રશ્ન જ નથી, ભલે કોઈને લાગે કે શિવજી તેમના શત્રુ છે. તો પછી અસ્તિત્વના સર્વ પ્રથમ સંગીતકાર શિવજી કેમ સદૈવ હથિયારો સાથે રાખે છે? ઉત્તર છે કે એ હથિયાર છે એવું મનુષ્યો માને છે. એ ટૂલ્સ કે થિંગ્સ શિવજી સદૈવ સાથે રાખે છે એવું મનુષ્યો ધારે છે. જાણનારા ’ને જાણવાનો સંનિષ્ઠ પ્રયત્ન કરનાર સમજે છે કે શિવજી બહુરૂપી છે. શિવજીનાં ઘણાં રૂપ કોઈ જ આયુધ વિનાનાં છે. શિવજી બ્રહ્માંડની ફિલ્મમાં કોઈ રોલ કરે એવું જ છે? ના, શિવજી પ્રોડ્યુસર ’ને ડાયરેક્ટર છે. ગુરુ શિવજી પોતાની જોડે કોઈ શસ્ત્ર રાખે એ જરૂરી નથી.
દક્ષિણામૂર્તિ શિવજીનું એ સ્વરૂપ છે જે જ્ઞાન આપનાર ગુરુની ભૂમિકા નિભાવે છે. દક્ષિણામૂર્તિ અર્થાત્ જેમનું મુખ દક્ષિણ તરફ છે તે. સામાન્ય રીતે સાધકને દક્ષિણ તરફ મુખ રાખવાની ના પાડવામાં આવે છે કેમ કે એ દિશા કાળની કે યમની કે મૃત્યુની કહેવાય છે. ભારતની વા હિન્દુઓની પરંપરા અનુસાર નિદ્રાનો ત્યાગ કરી બ્રહ્મ મુહૂર્તમાં જાગો ત્યારે ઉત્તર દિશામાં વંદના કરવાની હોય છે. એ રીતે ઉત્તર તરફ જોતાં ભક્ત સામે દક્ષિણાભિમુખ શિવજી જુએ છે. બીજી રીતે સાધારણ સંસારી મનને કામે લગાડી વિચારીએ તો ગૃહસ્થો માટે દક્ષિણ દિશામાંથી અનિષ્ટ આવે જેને દક્ષિણામૂર્તિ રોકી શકે. આ સિવાય જે અર્થ છે એ ગંભીર છે. દક્ષિણ એટલે જમણી બાજુ. માતાજી વામા અર્થાત્ ડાબી બાજુ રહેતાં હોય છે. ચંદ્ર નાડી. પ્રત્યેક અર્ધનારીશ્વર મનુષ્યની રાઇટ સાઇડમાં દક્ષિણામૂર્તિ વસે છે. દક્ષિણ વત્તા અમૂર્તિ. આગળ વિશેષ ગંભી૨ અર્થ એ છે કે દક્ષિણામૂર્તિ જમણી બાજુ ધબકતું નિરાકાર હૃદય છે.
Bu hikaye ABHIYAAN dergisinin February 25, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin February 25, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!
વામા વિશ્વ આરોગ્ય
સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ
સન્માન
બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.
પ્રવાસન
સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .
સારાન્વેષ
મધર મેરી : પવિત્રતાના પાયા પર...
ચર્નિંગ ઘાટ
ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી
રાજકાજ
શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?