સંવેદનોની ‘અભિવ્યક્તિ'નો ઉત્સવ
ABHIYAAN|December 16, 2023
અભિવ્યક્તિ સિટી આર્ટના વૈવિધ્યસભર કલા ઉત્સવનું પાંચમું સંસ્કરણ. અભિવ્યક્તિના મંચ પર પ્રસિદ્ધિ નહીં, મૌલિકતાનો મહિમા. ગુજરાતના કલાકારોને ઉત્તમ મંચ અને પ્રેક્ષકો ઉપલબ્ધ કરાવવાનો ઉદ્દેશ.
પ્રિયંકા જોષી 
સંવેદનોની ‘અભિવ્યક્તિ'નો ઉત્સવ

 

પ્રખ્યાત અમેરિકન સાહિત્યકાર માયા એન્જેલુ કહે છે કે - All great artistsdraw from the same resource human heart, which tells us we are all more alike than we are unalike.

આપણે સહુ ભિન્ન છીએ, પરંતુ એવી કેટલીક લાગણીઓ છે જે ભિન્ન લોકોના અંતરમાં સમાન રીતે જન્મે છે. માનવ માત્રમાં સુખ-દુ:ખ, આનંદ, ક્રોધ અને પ્રેમ જેવી લાગણીઓ રહેલી છે. તમામ મહાન કલાકારો પ્રેક્ષકો સાથે ઊંડું જોડાણ સ્થાપિત કરી શકે છે, કારણ કે તે માનવ હૃદયને સારી રીતે સમજે છે. તેઓ સમસ્તની અનુભૂતિને પોતાની કલામાં અવતરિત કરી શકે છે. તેથી જ સૌ તેમની કલાકૃતિઓમાં પોતાનો અંગત ભાવ ખોળી શકે છે. જ્યારે આપણે કોઈ કલાકૃતિ કે પ્રસ્તુતિ નિહાળીએ છીએ ત્યારે આપોઆપ તેનો ભાવ આપણાં મનમાં પણ પ્રગટ થઈ જાય છે. આપણી લાગણીઓ ભલે આગવી હોય પણ તેની અનુભૂતિ સાર્વત્રિક છે, તે અન્યને પણ થઈ શકે છે. આપણે સહુ આ રીતે જ એકમેકથી જોડાયેલા છીએ.

કલા જીવનનો આવિર્ભાવ છે. કલા જીવનમાંથી પ્રગટે છે અને તેને અર્થપૂર્ણ બનાવે છે. જરૂરી નથી કલા સૌંદર્યમાંથી જ ઊગે, જીવનની વિષમતાઓની વચ્ચે પણ તેનો જન્મ થાય છે. અનુભૂતિના મુખ્ય નવ રસનું સુયોજન કલાકાર પોતાની રચનામાં કરે છે. આખરે કલા માનવીના અંતરમાંથી ઊમટતાં ભાવ સંવેદનોનું દૃશ્ય રૂપ જ તો છે! દશ્યાત્મક કલાના બે પક્ષ છે. કલાકાર એટલે કે તેનો સર્જક અને દર્શક એટલે કે તેનો ભાવક. કલા આ બંને વચ્ચેનો સેતુ બને છે અને એકનું સંવેદન અનેક સુધી પહોંચે છે. કોઈ પણ લાગણી, વિચાર કે સંદેશને પ્રસારિત કરવામાં કલાનો કોઈ પ્રતિસ્પર્ધી નથી.

કલાની ચતુર્વિધ અભિવ્યક્તિ – સંગીત, નૃત્ય, અભિનય અને વિઝ્યુલ આર્ટ સ્તંભ પર નિર્માણ પામેલો પ્રકલ્પ – ‘અભિવ્યક્તિ સિટી આર્ટ.’ આ વૈવિધ્યસભર કલા ઉત્સવનું પાંચમું સંસ્કરણ અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીના પ્રાંગણમાં ઊજવાઈ રહ્યું છે. સતત ચાર વર્ષથી સફળતા પૂર્વક કાર્યક્રમો કર્યા બાદ આ વર્ષે અમદાવાદ ઉપરાંત સુરત અને વડોદરા ખાતે પણ બે દિવસના કાર્યક્રમોનું આયોજન કરીને ‘અભિવ્યક્તિ’ એ તેનો વિસ્તાર વધ્યો છે. આ કાર્યક્રમોની શૃંખલા કલાકારો અને કલાપ્રેમીઓ માટે કોઈ તહેવારથી જરાય ઓછો નથી. આયોજકો બે-બે અઠવાડિયાં સુધી વિના મૂલ્યે રસિકોને કલાનાં વિવિધ વ્યંજનો પીરસે છે. તે ખરેખર અભિનંદનીય છે.

Bu hikaye ABHIYAAN dergisinin December 16, 2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye ABHIYAAN dergisinin December 16, 2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

ABHIYAAN DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
સંપાદકીય
ABHIYAAN

સંપાદકીય

સ્વાગતમ્ અનલ નામ સંવત્સર

time-read
2 dak  |
Abhiyaan Magazine 02/11/2024
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
ABHIYAAN

પરમ શ્રદ્ધાનું એક સરનામું!

અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.

time-read
5 dak  |
Abhiyaan Magazine 02/11/2024
પંચામૃત
ABHIYAAN

પંચામૃત

કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!

time-read
2 dak  |
Abhiyaan Magazine 02/11/2024
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
ABHIYAAN

મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ

દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
ABHIYAAN

હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?

કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ

time-read
3 dak  |
Abhiyaan Magazine 26/10/2024
બિંજ-થિંગ
ABHIYAAN

બિંજ-થિંગ

કામ, જો જો ક્યાંક કરી ન નાખે ‘કામ’ તમામ

time-read
6 dak  |
Abhiyaan Magazine 26/10/2024
મિથુન દાની ‘ગરીબો કા અમિતાભ’થી ‘એ' કેટેગરીના હીરો સુધીની સફર
ABHIYAAN

મિથુન દાની ‘ગરીબો કા અમિતાભ’થી ‘એ' કેટેગરીના હીરો સુધીની સફર

ફિલ્મ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન બદલ દાદા સાહેબ ફાળકે ઍવૉર્ડ માટે મિથુન ચક્રવર્તીનું નામ જાહેર થયા બાદ તેમણે કહ્યું હતું, ‘હું કોલકાતાની નાની ગલીઓમાંથી આવ્યો છું. મેં ખૂબ જ સંઘર્ષ કર્યો છે. મેં કરેલી અસાધારણ શરૂઆતને હું ક્યારે નહીં ભૂલી શકું. હું મારી જાતને પૂછું છું, શું આ સાચું છે? હું મારી ભાવનાને શબ્દમાં વ્યક્ત નહીં કરી શકું.’ *** રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા બાદ જ્યારે પત્રકાર ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા ત્યારે મિથુન ચક્રવર્તી ભૂખના કારણે બોલી શકતા નહોતા. તેમણે પત્રકારને કહ્યું કે, પહેલાં તું જમાડ, પછી જ હું ઇન્ટરવ્યૂ આપીશ!

time-read
3 dak  |
Abhiyaan Magazine 26/10/2024
પ્રવાસન રક્ષા ભટ્ટ
ABHIYAAN

પ્રવાસન રક્ષા ભટ્ટ

રાજી નીશીનીવા પાર્ક, ઉત્તરાખંડ

time-read
5 dak  |
Abhiyaan Magazine 26/10/2024
ગાંધીજીની ખાદી જનસામાન્યની પહોંચથી દૂર
ABHIYAAN

ગાંધીજીની ખાદી જનસામાન્યની પહોંચથી દૂર

ગાંધીજીની ખાદી આજે માત્ર વારે-તહેવારે, સરકારી કાર્યક્રમોમાં કે ખૂબ પૈસાપાત્ર વ્યક્તિઓ પાસે જ દેખાય છે. ખૂબ મોંઘી ખાદી ખરીદવાનું સામાન્ય લોકોનું ગજું રહ્યું નથી. ખાદી મોંઘી થઈ એ માટે સરકારી અધિકારીઓની અવ્યવહારુ નીતિ જવાબદાર છે. આજે ખાદીના વણાટ સહિતનાં કામો માટે નવી પેઢી આવવા તૈયાર નથી. ઓછું વળતર અને વધુ મહેનતના કારણે કારીગરો ખાદીથી દૂર થઈ રહ્યા છે.

time-read
5 dak  |
Abhiyaan Magazine 26/10/2024