૪ જૂન પહેલાં પ્રકાશિત થનારો ‘અભિયાન'નો આ અંક છેલ્લો જ છે, એટલે દેશવાસીઓ અને ખાસ કરીને આપણા ગુજરાતી વાચકોના મનમાં રહેલા ઉત્સુકતાભર્યા સવાલોની ચર્ચા આ અંકમાં જ કરી લેવી જોઈએ. સ્વાભાવિક રીતે જ સવાલો એ હોય કે નવી સરકાર કોની હશે? એનડીએની કે ‘ઇન્ડિયા’ની? વળી, એનડીએની હોય તો વડાપ્રધાન કોણ હશે અને ‘ઇન્ડિયા’ની હોય તો વડાપ્રધાન કોણ હશે? વાચકોને શીર્ષક વાંચીને લેખ વાંચ્યા પછી છેતરાયાની લાગણી ન થાય એટલે લેખની શરૂઆતમાં જ સ્પષ્ટતા કરી દઉં કે આ લેખમાં કોને કેટલી બેઠકો મળશે તેનું વિશ્લેષણ કે ‘ભવિષ્યવાણી’ નથી, પરંતુ ભાવિ સરકારનું સ્વરૂપ કેવું હોઈ શકે, તેના પર ધ્યાન કેન્દ્રિત કરેલું છે. લોકશાહીમાં ચૂંટણી દ્વારા જનતાજનાર્દને આપેલો જનાદેશ સર્વોપરી છે, એટલે ૧૮મી લોકસભા માટે જનાદેશ કેવી સ૨કા૨ માટેનો હશે, એ સાચે જ જિજ્ઞાસાભર્યો સવાલ છે.
લોકસભા ચૂંટણીઓનો ટ્રેક-રેકોર્ડ:
આ ચૂંટણી ૧૮મી લોકસભા ચૂંટવા માટેની છે. ભારતનો ટ્રેક-રેકોર્ડ જોઈએ તો સ્વતંત્રતા પ્રાપ્ત થયા પછીની આઠ લોકસભા ચૂંટણીમાં જે સરકારો બની તેની પાસે સંપૂર્ણ બહુમતી પ્રાપ્ત હતી. જોકે હાલ જે રીતે લોકસભાની કુલ ૫૪૩ બેઠકો છે, તે ૧૯૫૨ની પ્રથમ લોકસભા ચૂંટણીમાં નહોતી. તે સમયે ૪૮૯ બેઠકો હતી, જે વધીને હવે ૫૪૩ છે. ૧૯૬૭માં ઇન્દિરા ગાંધીના નેતૃત્વ હેઠળ કોંગ્રેસને બહુમતી કરતાં ૨૨ બેઠકો વધારે મળી હતી, જ્યારે ૧૯૮૪માં રાજીવ ગાંધીના નેતૃત્વ હેઠળ કોંગ્રેસને વિક્રમજનક એવી ૪૧૫ બેઠકો મળી હતી, જે સંપૂર્ણ બહુમતી કરતાં ૧૪૩ બેઠકો વધારે હતી.
Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 08/06/2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 08/06/2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!
વામા વિશ્વ આરોગ્ય
સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ
સન્માન
બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.
પ્રવાસન
સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .
સારાન્વેષ
મધર મેરી : પવિત્રતાના પાયા પર...
ચર્નિંગ ઘાટ
ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી
રાજકાજ
શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?