માનવામાં આવે છે કે પાણી પછી મનુષ્યો દ્વારા સૌથી વધુ વપરાશમાં લેવાતો નક્કર પદાર્થ એટલે કોંક્રીટ. વિશ્વની પ્રત્યેક વ્યક્તિ દીઠ વર્ષે આશરે ત્રણેક ટન કોંક્રીટનો વિવિધ કાર્યોમાં ઉપયોગ થાય છે. બીજા વિશ્વયુદ્ધ પશ્ચાતના પાયમાલ થયેલા યુરોપનાં ઘણાં ખંડિત શહેરોનું નવસર્જન કે મરામતનું કાર્ય જરૂરી બનેલું, ત્યારે મુખ્યત્વે બ્રિટિશ સ્થપતિઓ ૧૯૫૦ના દાયકામાં એક નવા પ્રકારનું વાસ્તુશિલ્પ પ્રયોગમાં લાવ્યા હતા. એને કહેવાયું ‘બ્રૂટલિઝમ '. પોતાની સુંદર, ભવ્ય અને વૈભવથી છલકાતી ઇમારતો માટે વિખ્યાત યુરોપના દેશોએ વારસાને બાજુમાં મૂક્યો, કેમ કે એવું સ્થાપત્ય સર્જવા માટે સમય તથા સંસાધનો અને સેંકડો લોકોનું મરણ થયેલું એટલે માણસોની પણ અછત હતી. યુરોપના સ્થપતિઓએ ઝડપથી, ઓછા ખર્ચે અને ઓછી માનવશક્તિથી બની શકે એવું નવું સ્થાપત્ય અપનાવ્યું. પરિણામે ત્યાં કોંક્રીટનું સરળ, વિશાળ, પુનરાવર્તન પામતી ભૌમિતિક ભાત ધરાવતું, ભપકો અને કોઈ પણ પ્રકારની સાંસ્કૃતિક અસરથી અલિપ્ત હોય એવું બ્રૂટલિસ્ટ બાંધકામ સર્જવાનું શરૂ થયું. અર્વાચીન સ્થાપત્યકળામાં સમયની જરૂરિયાત પ્રમાણે આ ભલે એક નવા પ્રકારની અભિવ્યક્તિ હતી, પરંતુ સામાન્ય મનુષ્યની દૃષ્ટિએ જેને સુંદર કહેવાય, એવાં તત્ત્વોનો એમાં ખાસ્સો અભાવ હતો. જાણે કોંક્રીટના વિશાળકાય ખડકોને ગોઠવીને સર્જવામાં આવ્યું હોય એવું, આંખોને ખૂંચતું બ્રૅટલિસ્ટ બાંધકામ કળાતત્ત્વના અભાવને કારણે કદરૂપું ગણાયેલું, આજે પણ ઘણુંખરું એવું જ ગણાય છે. જોકે, હકીકતમાં છૂટલિસ્ટ સ્થાપત્યનું સૌંદર્ય નવા પ્રકારનું છે, જેને નવી દ્રષ્ટિથી જ જાણી અને માણી શકાય. ગુજરાતના સંદર્ભમાં સમજવું હોય તો અમદાવાદની પોળનાં મકાનો, હવેલીઓ કે અન્ય પરંપરાગત સ્થાપત્યની સરખામણી સદ્ગત પ્રો. બી.વી. દોશીએ ડિઝાઇન કરેલા ટાગોર મૅમોરિયલ હૉલ સાથે કરી શકાય. અમદાવાદમાં સ્થિત હોવા છતાં ટાગોર હૉલમાં આ શહેરના સ્થાપત્યની સ્પષ્ટ ઝલક નહીં મળે તથા સામાન્ય મનુષ્યની દૃષ્ટિ એમાંથી પ્રગટ થતાં સ્થાપત્યનાં સૌંદર્યને તરત ન પામી શકે.
Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 03/08/2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 03/08/2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
જગતની ગત ન્યારી
પિરામિડના અડીખમ ઊભા રહેવા પાછળનું કારણ શું છે?
વિઝા વિમર્શ,
કચરાનો ડબ્બો
બિજ-થિંગ
રંગ-રેખાને વાચા આપતાં એટ્રેક્ટ આર્ટિસ્ટ - સિદ્ધાર્થ પટેલ
ફેમિલી ઝોન ફેશન
ફેશનની સાથે ફેબ્રિકનું પણ રાખો ધ્યાન
અંધશ્રદ્ધા સામે વર્ષોથી ચાલતી નાનકડી લડાઈ
અંજારનાં શિક્ષિકા ૩૫ વર્ષથી કાળીચૌદસે કિશોરવયના વિદ્યાર્થીઓ સાથે ‘મેલી' મનાતી જગ્યાઓ, સ્મશાનોમાં જઈને અંધશ્રદ્ધા દૂર કરવાનો પ્રયોગ કરે છે.
કચ્છનાં રખાલો રખડતાં પશુઓનું ઘર બની શકે
કચ્છમાં રખડતાં પશુઓની સમસ્યાએ માઝા મુકી છે. આખલા, વસૂકી ગયેલી ગાયો કે દૂધ દોહીને નધણિયાતી છોડી દેવાતી ગાયોના કારણે અવારનવાર અકસ્માતો સર્જાય છે, માનવમૃત્યુ પણ થાય છે. રખડતાં પશુઓના માલિકો સામે કડક પગલાં લઈ શકાતાં નથી, ત્યારે આવાં પશુઓને સુરક્ષિત આશ્રયસ્થાન આપવાથી ગામડાં અને શહેરોની સમસ્યાનું મહદ્અંશે નિરાકરણ આવી શકે તેમ છે. કચ્છ રાજના સમયમાં જંગલનો અમુક વિસ્તાર પશુઓના ચરિયાણ માટે અનામત રખાયો હતો. રખાલો તરીકે ઓળખાતા આ વિસ્તારો આજે વન વિભાગ હસ્તક છે. રખાલોમાં રખડતાં પશુઓને આશ્રય આપવાની માંગ ઊઠી રહી છે.
વિશ્વખ્યાત ગ્રિફિફ્થ ઑબ્ઝર્વેટરી ખગોળશાસ્ત્રની માહિતી જ્યાં ઠસોઠસ ભરેલી છે
બ્રહ્માંડના અનેક તારાઓ દેખાડવાનું કામ આ ઑબ્ઝર્વેટરી ૯૦ વર્ષથી કરે છે. ગ્રિફિથ પ્લેનેટોરિયમમાં ઍસ્ટ્રોનોમી શૉ એન્કર વાર્તા સ્વરૂપે રજૂ કરે છે.
મુકામ મુંબઈ
મહારાષ્ટ્રના મતદારોનો ઝુકાવ કઈ તરફ?
ઇન્ટરનેટનું અક્ષયપાત્ર અને ખાઉધરી આંખો
ખોરાકની સ્પષ્ટ માત્રા હોય તો માણસને ભાન રહે કે એણે કેટલું ભોજન આરોગ્યું છે, પરંતુ જો માત્રા દેખાય જ નહીં તો વધુ ખોરાક આરોગવા છતાં મન એમ જ માનશે કે માપમાં જ ખાધું છે
કવર સ્ટોરી
અમેરિકાના પ્રમુખની સાથે સતત રહેતા ‘ફૂટબોલ’નું રહસ્ય શું છે?