ચાલો, ફરી શેરીઓમાં રમીએ
ABHIYAAN|Abhiyaan Magazine 14/09/2024
આજે બાળકો મોબાઇલમાં ગૂંથાયેલાં જોવા મળે છે. મોબાઇલ ગેમ પાછળ બાળકો, કિશોરો પોતાનો સમય વ્યતીત કરીને આરોગ્યને પણ હાનિ પહોંચાડે છે. મોબાઇલ અને ટીવીના યુગની પહેલાંનાં બાળકો મેદાની રમતો ખૂબ રમતાં, અત્યારે જાણે દેશી શેરી રમતો તદ્દન ભુલાઈ ગઈ છે. જે રમતોથી શારીરિકની સાથે-સાથે માનસિક શક્તિનો પણ વિકાસ થતો હતો, તેને પુનર્જીવિત કરવાની જરૂર છે.
સુચિતા બોઘાણી કનર
ચાલો, ફરી શેરીઓમાં રમીએ

હાલના સમયમાં વૅકેશનમાં પણ ઘરોની આસપાસની શેરીઓ કે મેદાનો સૂનકાર ભાસે છે. જાણે બાળકો ત્યાં રમવાનું ભૂલી જ ગયાં છે, તેનું મુખ્ય કારણ તો મોબાઇલ, ટીવીની લત છે. સોશિયલ મીડિયાએ યુવાનોની સાથેસાથે કિશોરો અને બાળકોને પણ વળગણ લગાવ્યું છે. આવું ઘેલું ઓનલાઇન રમતોનું પણ છે. તેથી જ કોઈના હાથમાંથી મોબાઇલ છૂટતો નથી. બેઠાડુ રમતોના કારણે બાળકો અને કિશોરો અનેક રોગોના શિકાર થાય છે, શારીરિકની સાથે-સાથે માનસિક પ્રશ્નો પણ ઊભા થાય છે. આપણા વડીલો જે રમતો રમતાં તેને આપણે સદંતર નજરઅંદાજ કરી દીધી છે. એક પણ પૈસાના ખર્ચ વગરની રમતો રમનારનું સ્વાસ્થ્ય તો સુધારાની જ સાથે-સાથે એકાગ્રતા પણ વધારતી. બહુ સહેલાઈથી શ્વાસ પર કાબૂ મેળવતા પણ શીખવતી.

જ્યારે મોબાઇલ કે કોમ્પ્યુટર પર ઇન્ટરનેટની મદદથી રમાતી રમતો કે આધુનિક મેદાની રમતો પૈસાનો અપવ્યય કરે છે. આરોગ્યની અનેક સમસ્યાઓ ઊભી કરે છે. માનસિક સંતુલન પણ ખોરવે છે. બાળકને ભણતરથી દૂર કરે છે. આમ છતાં તેને કોઈ છોડી શકતા નથી. યુવાનો પણ આ જ સમસ્યાનો શિકાર બની રહ્યા છે, પરંતુ કિશોર વયના કે તેનાથી નાની ઉંમરનાં બાળકોમાં આ આદત વધુ નુકસાનકારક સાબિત થાય છે. આથી જ ફરી વખત દેશી શેરી રમતો તરફ વળવાનો સમય આવ્યો હોય તેમ લાગી રહ્યું છે.

આજથી ૪૦-૫૦ વર્ષ પહેલાં લંગડી, લખોટી, ગિલ્લીદંડા, સાતોડિયું, છૂપાછૂપી, પકડદાવ, સંતાકૂકડી, ઉપર-નીચે, થપ્પો, કૂંડાળાં, નારગોલ, ચોર-પોલીસ, ભમરડો, મગમાટલી, આંબલી-પીપળી જેવી વિવિધ રમતો રમાતી હતી. તેનાં નામ પણ આજનાં બાળકોએ સાંભળ્યાં ન હોય તો નવાઈ નહીં. આ બાળકો મોબાઇલ ગેમમાં વ્યસ્ત બની ગયા છે. ફરી વખત તેમને જૂની રમતો તરફ વાળવાના પ્રયત્નો થવા જોઈએ. દેશી રમતોના કારણે બાળકોને કસરત મળે, એકાગ્રતા વધે છે. લખોટીની રમતમાં આંગળાંની કસરત થાય, કબડ્ડી રમતાં રમતાં સહેલાઈથી પ્રાણાયામ થઈ જાય છે. લંગડી રમતાં રમતાં માનસિક અને શારીરિક સંતુલન સાધતા શીખાય છે.

Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 14/09/2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 14/09/2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

ABHIYAAN DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
સંપાદકીય
ABHIYAAN

સંપાદકીય

સ્વાગતમ્ અનલ નામ સંવત્સર

time-read
2 dak  |
Abhiyaan Magazine 02/11/2024
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
ABHIYAAN

પરમ શ્રદ્ધાનું એક સરનામું!

અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.

time-read
5 dak  |
Abhiyaan Magazine 02/11/2024
પંચામૃત
ABHIYAAN

પંચામૃત

કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!

time-read
2 dak  |
Abhiyaan Magazine 02/11/2024
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
ABHIYAAN

મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ

દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
ABHIYAAN

હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?

કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ

time-read
3 dak  |
Abhiyaan Magazine 26/10/2024
બિંજ-થિંગ
ABHIYAAN

બિંજ-થિંગ

કામ, જો જો ક્યાંક કરી ન નાખે ‘કામ’ તમામ

time-read
6 dak  |
Abhiyaan Magazine 26/10/2024
મિથુન દાની ‘ગરીબો કા અમિતાભ’થી ‘એ' કેટેગરીના હીરો સુધીની સફર
ABHIYAAN

મિથુન દાની ‘ગરીબો કા અમિતાભ’થી ‘એ' કેટેગરીના હીરો સુધીની સફર

ફિલ્મ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન બદલ દાદા સાહેબ ફાળકે ઍવૉર્ડ માટે મિથુન ચક્રવર્તીનું નામ જાહેર થયા બાદ તેમણે કહ્યું હતું, ‘હું કોલકાતાની નાની ગલીઓમાંથી આવ્યો છું. મેં ખૂબ જ સંઘર્ષ કર્યો છે. મેં કરેલી અસાધારણ શરૂઆતને હું ક્યારે નહીં ભૂલી શકું. હું મારી જાતને પૂછું છું, શું આ સાચું છે? હું મારી ભાવનાને શબ્દમાં વ્યક્ત નહીં કરી શકું.’ *** રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા બાદ જ્યારે પત્રકાર ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા ત્યારે મિથુન ચક્રવર્તી ભૂખના કારણે બોલી શકતા નહોતા. તેમણે પત્રકારને કહ્યું કે, પહેલાં તું જમાડ, પછી જ હું ઇન્ટરવ્યૂ આપીશ!

time-read
3 dak  |
Abhiyaan Magazine 26/10/2024
પ્રવાસન રક્ષા ભટ્ટ
ABHIYAAN

પ્રવાસન રક્ષા ભટ્ટ

રાજી નીશીનીવા પાર્ક, ઉત્તરાખંડ

time-read
5 dak  |
Abhiyaan Magazine 26/10/2024
ગાંધીજીની ખાદી જનસામાન્યની પહોંચથી દૂર
ABHIYAAN

ગાંધીજીની ખાદી જનસામાન્યની પહોંચથી દૂર

ગાંધીજીની ખાદી આજે માત્ર વારે-તહેવારે, સરકારી કાર્યક્રમોમાં કે ખૂબ પૈસાપાત્ર વ્યક્તિઓ પાસે જ દેખાય છે. ખૂબ મોંઘી ખાદી ખરીદવાનું સામાન્ય લોકોનું ગજું રહ્યું નથી. ખાદી મોંઘી થઈ એ માટે સરકારી અધિકારીઓની અવ્યવહારુ નીતિ જવાબદાર છે. આજે ખાદીના વણાટ સહિતનાં કામો માટે નવી પેઢી આવવા તૈયાર નથી. ઓછું વળતર અને વધુ મહેનતના કારણે કારીગરો ખાદીથી દૂર થઈ રહ્યા છે.

time-read
5 dak  |
Abhiyaan Magazine 26/10/2024