બાળપણથી એમને વાંચનમાં અનહદ રુચિ. આ રસ વારસાગત પણ હોઈ શકે, કારણ કે એમના દાદા પુસ્તકનો જીવ. એમનું જોઈને નાનકડી સોનલ અને એનો ભાઈ પરાગ પણ પુસ્તકમાં માથું નાખીને વાંચ્યા કરે. બાકી હોય એમ, માતા-પિતાએ પણ રોજ રાત્રે સૂતાં પહેલાં પુસ્તકવાંચનની ટેવ પાડી. આ પ્રણાલીની વાત જાણતાં એમના સ્વજનો બહારગામથી આવે ત્યારે આ બન્ને ભાઈ-બહેન માટે પીપર-ચૉકલેટ કે મીઠાઈને બદલે પુસ્તકો લાવે!
વાંચન માટેનો આ અનુરાગ તો પછી સોનલબહેન પરીખને સાહિત્ય અને શિક્ષણ તરફ લઈ ગયો. સાહિત્યસર્જન અને શિક્ષિકા તરીકેની ફરજના અનેક પડાવ એમણે પાર પાડ્યા અને પછી આવ્યો વધુ એક પડાવ, અત્યારે જે નિમિત્તે પ્રિયદર્શિની એમને મળે છે એ કસ્તુરબા વિશેના પુસ્તકનો ગુજરાતી અનુવાદ.
ગુજરાતી મહિલા સર્જકો ગર્વ લઈ શકે એવી ઘટના હમણાં નોંધાઈ. જાણીતાં લેખિકા અને અનુવાદિકા સોનલ પરીખની ધ ફરગોટન વુમનઃ ધ અનટોલ્ડ સ્ટોરી ઑફ કસ્તુર ગાંધી, વાઈફ ઓફ મહાત્મા ગાંધી એ અંગ્રેજી પુસ્તકના ગુજરાતી અનુવાદ માટે કેન્દ્રીય સાહિત્ય અકાદમી, દિલ્હીના પુરસ્કાર માટે પસંદગી થઈ.
અગાઉ વર્ષ ૨૦૧૯માં બકુલા ઘાસવાલા અને વર્ષ ૨૦૨૦માં કાશ્યપી મહાને અનુક્રમે અંતરનાદ અને પરિતપ્ત લંકેશ્વરી માટે કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો શ્રેષ્ઠ ગુજરાતી અનુવાદિત પુસ્તકનો પુરસ્કાર મળ્યો તો વર્ષ ૨૦૨૧ માટે સોનલ પરીખના ગુજરાતી અનુવાદિત પુસ્તક બા-મહાત્મા ગાંધીનાં અર્ધાંગનીની પસંદગી થઈ. આમ સતત ત્રીજા વર્ષે ત્રીજાં ગુજરાતી લેખિકાને આ પારિતોષિક મળશે.
સહેજ જાણી લો કે કેન્દ્રીય સાહિત્ય અકાદમી દર વર્ષે ભારતીય ભાષાઓમાં શ્રેષ્ઠ અનુવાદિત પુસ્તકને એવૉર્ડ આપે છે, જેમાં વિજેતાને ૫૦ હજાર રૂપિયાનો પુરસ્કાર અને પ્રમાણપત્ર આપે છે.
કોણ છે આ લેખિકા? મુંબઈવાસી મોઢ વણિકપરિવારનાં માધવી અને ડૉ. પ્રબોધ પારેખને બે સંતાનઃ પરાગ અને સોનલ. પ્રબોધભાઈ મુંબઈ અને બાદમાં મોરબીમાં તબીબી પ્રેક્ટિસ કરતા. મહત્વની ઓળખ ગણો તો ડૉ. પ્રબોધ પારેખ એટલે ગાંધીજીના પુત્ર હરિલાલ ગાંધીનાં પુત્રી રામીબહેનના પુત્ર. બીજી રીતે કહો તો પ્રબોધભાઈનાં પુત્રી સોનલ પરીખ ગાંધીજીનાં પોત્રીનાં પૌત્રી થાય.
જો કે પ્રિયદર્શિની સાથેની વાતચીતની શરૂઆતમાં જ સોનલ પરીખ કહે છેઃ
Bu hikaye Chitralekha Gujarati dergisinin September 05, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Chitralekha Gujarati dergisinin September 05, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
બાઈક પર દીકરાને સાથે રાખી નીકળતી ડિલિવરી ક્વીન
ફડ ટ્રાફિકથી ધમધમતા રસ્તા પર કોઈ યુવતીને પોતાના બાળકને બાઈક પર બેસાડીને ડિલિવરી કરવા નીકળતી જોઈએ તો જરૂર કુતૂહલ થાય. સંતાનના ઉજ્જ્વળ ભવિષ્ય માટે એક માતાએ અજાણ્યા શહેરમાં ફૂડ ડિલિવરી કરવાનું પડકારભર્યું કામ પસંદ કરીને માતૃશક્તિ સાથે મહેનતનો રંગ બતાવ્યો છે.
વિદ્યાધામોથી માંડી જાહેર જીવનમાં ફાલતી-ફલતી...ગાળસંસ્કૃતિ!
મુંબઈની કૉલેજોનાં કૅમ્પસ પર સ્ટુડન્ટ્સ કેવી ભાષા બોલે છે એ વિશે થયેલા એક સર્વેનાં પરિણામ ચોંકાવનારાં છેઃ મોટા ભાગની કૉલેજોમાં, અરે અમુક સ્કૂલોમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ સુદ્ધાં બેફામ ગાળો બોલે છે. રૅગિંગની ઘટનામાં પણ નવાસવા વિદ્યાર્થીઓને ગંદી ગાળો બોલવાનું કહેવામાં આવે છે. શું થાય છે જ્યારે ‘ચિત્રલેખા’ આ સર્વેની ભીતરમાં ઊતરે છે? વાંચો, અશિષ્ટ બોલી વિશેનો શિષ્ટ, સંસ્કારી ભાષામાં લખાયેલો લેખ.
આયુષ્યમાન કાર્ડથી બનો ધનવાન..!
મફત આરોગ્ય કૅમ્પની જાહેરાત ઠેર ઠેર વાંચવા મળે છે. આઘાતજનક વાત એ કે ગુજરાતની અમુક ખાનગી કે કૉર્પોરેટ હૉસ્પિટલના સંચાલકોએ આરોગ્ય નિદાન કૅમ્પને સેવાને બદલે મેવા એટલે કે દરદી મેળવવાનો ધંધો બનાવી દીધો છે. અમદાવાદની હૉસ્પિટલનો તાજો કિસ્સો આંખ ઉઘાડનારો છે.
વનકર્મીઓની શહાદત તાજી કરતું સ્મારક
ગુજરાતના વનવિભાગના નવ શહીદની સ્મૃતિમાં ‘વનપાલ સ્મારક’ બન્યું છે. આવો જાણીએ, શહીદગાથા અને સ્મારકનિર્માણની કથા.
હિમ વિનાનો બની રહ્યો છે હિમાલય!
એક સમયે મબલક પાક ઉતારતી જમીન બંજર થઈ જાય એમ હજી થોડાં વર્ષ અગાઉ હિમાચ્છાદિત રહેતો આપણો પર્વતાધિરાજ હવે રહેતે રહેતે સૂકોભટ બની રહ્યો છે, કારણ કે પહેલાં જેટલો બરફ પડતો નથી અને દિન-પ્રતિદિન વધી રહેલી ગરમીને કારણે બરફ ઝાઝું ટકતો પણ નથી.
દરેક વ્યક્તિ બોલતાં પહેલાં વિચારે તો...દુનિયા કેટલી શાનદાર હોત!
બીજા લોકો વિશે વાતો કરવી કે સાંભળવી એમાં કશું ખોટું નથી, પણ અગત્યનું એ છે કે તમે શું વાતો કરો છો. ત્રીજી વ્યક્તિ ઉપસ્થિત ન હોય, એના વિશે નકારાત્મક ટીકા-ટિપ્પણ કરવી અને ગેરસમજમાં ઉમેરો કરવો બહુ આસાન છે.
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
પરિણામ પછી કયો પક્ષ કે કયો નેતા કોની સાથે જશે એની અટકળની પતંગ ચગાવવાનો કોઈ અર્થ નથી. રાજકારણીઓ કોઈ પણ ભોગે પ્રજાને ખોટી જ પાડશે.
જસ્ટ એક મિનિટ...
ભાગે આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.
પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...
પુત્ર તાડૂકીને બોલ્યો, ‘ચૂપ રહો, પપ્પા તમે’ તે દિવસથી બાપનાં પારોઠ પગલાં થઈ ગયાં જીવ માફક જાળવીને જેમનું કીધું જતન એ જ વ્હાલાની નજરમાં સાવ દવલાં થઈ ગયા.