ફ્રી રોગ નિદાન... રાહત દરે સારવાર... ઓછા ભાવથી દવા... આજે જ રજિસ્ટ્રેશન વિનામૂલ્યે કરાવો...
આવી જાહેરખબર કરીને સામાજિક સંસ્થા કે હૉસ્પિટલો દ્વારા ગ્રામીણ વિસ્તારમાં ચલાવાતા હેલ્થ કૅમ્પથી ઘણા દરદીઓ દર્દમુક્ત થાય છે, પણ ક્યારેક આવી સારવાર દરદીને સરવાળે મોંઘી પણ પડે છે. પૈસેટકે નહીં તો બીજી રીતે પણ! પાછલાં વર્ષોમાં અમદાવાદ ઉપરાંત સૌરાષ્ટ્રમાં મેડિકલ કૅમ્પમાં મોતિયાનાં ઑપરેશન કરાવનારા અમુક દરદીએ દૃષ્ટિ ગુમાવી, કૅમ્પની ટીમે દરદીઓને ગેરમાર્ગે દોર્યા હોય કે અનાવશ્યક સારવાર જલદી કરાવવા ગભરાવ્યા હોય એવા કિસ્સા પણ બન્યા છે અને બનતા રહે છે.
આવી છેતરપિંડીમાં તાજેતરમાં અમદાવાદની ખ્યાતિ મલ્ટિ સ્પેશિયાલિટી હૉસ્પિટલનું નામ પણ ઉમેરાયું. અમદાવાદમાં સરખેજ-ગાંધીનગર (એસજી) હાઈ-વે પર આવેલી આ હૉસ્પિટલના સંચાલકોએ દસ નવેમ્બરે મહેસાણા જિલ્લાના કડી તાલુકાના બોરીસણા ગામમાં આરોગ્ય નિદાન કૅમ્પ યોજ્યો હતો, એમાં ૮૩ જણે ચેકઅપ કરાવ્યું. કૅમ્પ ટીમે કેટલાક દરદીઓને ગભરાવ્યા કે તમારી નળીમાં બ્લૉકેજ છે એટલે જલદી પરીક્ષણ કરાવજો... અને તમારી પાસે આયુષ્યમાન કાર્ડ હશે તો અમારે ત્યાં મફત સારવાર થશે! કદાચ એટલે આયુષ્યમાન કાર્ડ ધરાવનાર છ મહિલા સહિત કુલ ૧૯ દરદી
બીજી સવારે (૧૧ નવેમ્બર) અમદાવાદની ખ્યાતિ હૉસ્પિટલે પહોંચ્યાં. એ તમામની એન્જિયોગ્રાફી કરવામાં આવી અને એમાંથી સાત દરદીની એન્જિયોપ્લાસ્ટી થઈ એટલે કે એમની રક્તનલિકામાં સ્ટેન્ટ બેસાડવામાં આવી.
જો કે સ્ટેન્ટ મુકાવનારા નાગરભાઈ સેનમા (૬૫ વર્ષ) અને મહેશ બારોટ કે (૪૫ વર્ષ)ની તબિયત લથડતાં એમણે થોડા કલાકોમાં અંતિમ શ્વાસ લીધા.
કહેવાય છે કે સર્જરી પછીની તકેદારીમાં હૉસ્પિટલે બેદરકારી દાખવી એટલે દરદીનાં મોત થયાં.
ચોંકાવનારી વાત એ કે હૉસ્પિટલે એન્જિયોપ્લાસ્ટી કરતાં પહેલાં દરદીના સ્વજનોની સહમતી લીધી નહોતી. આવી સારવારથી અજાણ પરિવારજનોએ ખ્યાતિ હૉસ્પિટલમાં જઈને હોબાળો મચાવ્યો, એના પગલે આયુષ્યમાન કાર્ડનું કૌભાંડ બહાર આવ્યું... અને પછી તો તબીબી આલમ અને ગુજરાત સરકારમાં હો-હા મચી ગઈ.
સરકાર વતી અમદાવાદની સોલા સિવિલ હૉસ્પિટલના અધિકારી ડૉ.
Bu hikaye Chitralekha Gujarati dergisinin December 02, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Chitralekha Gujarati dergisinin December 02, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...
નવું વર્ષ... નવી શરૂઆાત
બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.
માનું દૂધ પણ અમૃત સમાન રહ્યું નથી!
નવજાત શિશુનો પહેલો આહાર એટલે એની જનેતાનું દૂધ. એ દૂધ જે બાળક માટે અનેક વ્યાધિ સામેનું ટૉનિક પણ છે. જો કે હવે એવો દાવો કરી શકાય એમ નથી. હવા અને પાણીમાં ઠલવાતાં વિષારી તત્ત્વો તથા કેમિકલ્સ કોઈ ને કોઈ રીતે આપણા શરીરમાં પહોંચે છે. એ પ્રમાણ એટલું વધી ગયું છે કે એનાથી તો હવે માતાનું દૂધ સુદ્ધાં અભડાઈ ગયું છે.
સંવેદનશીલ સાહિત્યકારના મનોજગતમાં ડોકિયું
સામાજિક નિસબત સાથે લલિત સાહિત્યનું સંતુલન જાળવી સાતત્યથી સર્જન કરતાં હિમાંશી શેલતને પ્રતિષ્ઠિત ‘કુવેમ્પૂ રાષ્ટ્રીય પુરસ્કાર' જાહેર થયો છે ત્યારે આ...