ગુજરાતભરમાં સૌથી વધુ અત્યાધુનિક અને કૉર્પોરેટ હૉસ્પિટલો વર્લ્ડ હેરિટેજ સિટી અને સ્માર્ટ સિટી અમદાવાદમાં આવેલી છે. અમદાવાદમાં આખા ગુજરાત અને બીજાં રાજ્યોથી માંડીને પરદેશના પણ અનેક દર્દીઓ જુદા જુદા રોગોની સારવાર લેવા માટે આવે છે. અમદાવાદને મળેલી આ ખ્યાતિમાં દેવસ્ય કિડની અને મલ્ટિ સુપર સ્પેશિયાલિટી હૉસ્પિટલનો પણ ફાળો છે.
એનું કારણ એ છે કે દેવસ્ય કિડની અને મલ્ટિ સુપર સ્પેશિયાલિટી હૉસ્પિટલે ખાસ કરીને કિડની અને અન્ય જટિલ રોગોના દર્દીઓને શ્રેષ્ઠતમ અને સંપૂર્ણ સારવાર આપી છે. એ સારવારમાં દર્દીઓએ શ્રદ્ધા દાખવી છે અને સંતોષ પણ વ્યક્ત કર્યો છે. એનો સઘળો યશ ગુજરાતના જાણીતા યુરોલૉજિસ્ટ, સંચાહક છે. એ એન્ડ્રોલૉજિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ કિડની સર્જન ડૉ. દિનેશ પટેલને જાય છે. એ દેવસ્ય કિડની અને મલ્ટિ સુપર સ્પેશિયાલિટી હૉસ્પિટલ્સના સ્થાપક અને સંચાલક છે. એ ટ્રિપલ ગ્રૅજ્યુએટ થયેલા છે તથા અમદાવાદની જાણીતી બી.જે. મેડિકલ કૉલેજમાં ૧૪ વર્ષ અભ્યાસ કરીને કિડની, પેશાબ, વંધ્યત્વ અને સેક્સના રોગોમાં એમણે M.Ch. (યુરોલૉજી)ની ડિગ્રી મેળવી છે.
એમણે વર્ષ ૧૯૯૪માં અમદાવાદના વાડજ વિસ્તારમાં દેવસ્ય કિડની હૉસ્પિટલ શરૂ કરી હતી. સાહસ નાનું હતું અને લક્ષ્ય નિશ્ચિત હતું. એમ પણ કહી શકાય કે મહત્ત્વાકાંક્ષા અપાર હતી. આ માટે એમણે સંઘર્ષ કર્યો. આ અરસામાં દેશ-વિદેશમાં જઈને નિષ્ણાત તબીબો પાસે તાલીમ મેળવી. એ અનુભવના બળે અસંખ્ય દર્દીઓની સફળ સારવાર કરી. સાથોસાથ કેટલાક તબીબોને કિડની સ્ટોન માટે Mini PCNL અને RIRS ટેક્નોલૉજી તથા કિડનીના રોગો માટે લેપ્રોસ્કોપિક સર્જરીની તાલીમ આપી.
ડૉ. દિનેશ પટેલ કિડની અને યુરોલૉજીના રોગોની સારવારના નિષ્ણાત લેપ્રોસ્કોપિક અને એન્ડોસ્કોપિક સર્જન છે. એમણે વ્યવસાયી દૂરંદેશી અને દર્દીની સારવારની સદ્ભાવના દાખવીને થોડાં વર્ષથી વાડજની દેવસ્ય કિડની હૉસ્પિટલને આધુનિક સુવિધાપૂર્ણ અને વિશ્વસ્તરીય કક્ષાની દેવસ્ય મલ્ટિ સુપર સ્પેશિયાલિટી હૉસ્પિટલ્સ બનાવી છે.
Bu hikaye Chitralekha Gujarati dergisinin October 31 - November 07, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Chitralekha Gujarati dergisinin October 31 - November 07, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
બાઈક પર દીકરાને સાથે રાખી નીકળતી ડિલિવરી ક્વીન
ફડ ટ્રાફિકથી ધમધમતા રસ્તા પર કોઈ યુવતીને પોતાના બાળકને બાઈક પર બેસાડીને ડિલિવરી કરવા નીકળતી જોઈએ તો જરૂર કુતૂહલ થાય. સંતાનના ઉજ્જ્વળ ભવિષ્ય માટે એક માતાએ અજાણ્યા શહેરમાં ફૂડ ડિલિવરી કરવાનું પડકારભર્યું કામ પસંદ કરીને માતૃશક્તિ સાથે મહેનતનો રંગ બતાવ્યો છે.
વિદ્યાધામોથી માંડી જાહેર જીવનમાં ફાલતી-ફલતી...ગાળસંસ્કૃતિ!
મુંબઈની કૉલેજોનાં કૅમ્પસ પર સ્ટુડન્ટ્સ કેવી ભાષા બોલે છે એ વિશે થયેલા એક સર્વેનાં પરિણામ ચોંકાવનારાં છેઃ મોટા ભાગની કૉલેજોમાં, અરે અમુક સ્કૂલોમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ સુદ્ધાં બેફામ ગાળો બોલે છે. રૅગિંગની ઘટનામાં પણ નવાસવા વિદ્યાર્થીઓને ગંદી ગાળો બોલવાનું કહેવામાં આવે છે. શું થાય છે જ્યારે ‘ચિત્રલેખા’ આ સર્વેની ભીતરમાં ઊતરે છે? વાંચો, અશિષ્ટ બોલી વિશેનો શિષ્ટ, સંસ્કારી ભાષામાં લખાયેલો લેખ.
આયુષ્યમાન કાર્ડથી બનો ધનવાન..!
મફત આરોગ્ય કૅમ્પની જાહેરાત ઠેર ઠેર વાંચવા મળે છે. આઘાતજનક વાત એ કે ગુજરાતની અમુક ખાનગી કે કૉર્પોરેટ હૉસ્પિટલના સંચાલકોએ આરોગ્ય નિદાન કૅમ્પને સેવાને બદલે મેવા એટલે કે દરદી મેળવવાનો ધંધો બનાવી દીધો છે. અમદાવાદની હૉસ્પિટલનો તાજો કિસ્સો આંખ ઉઘાડનારો છે.
વનકર્મીઓની શહાદત તાજી કરતું સ્મારક
ગુજરાતના વનવિભાગના નવ શહીદની સ્મૃતિમાં ‘વનપાલ સ્મારક’ બન્યું છે. આવો જાણીએ, શહીદગાથા અને સ્મારકનિર્માણની કથા.
હિમ વિનાનો બની રહ્યો છે હિમાલય!
એક સમયે મબલક પાક ઉતારતી જમીન બંજર થઈ જાય એમ હજી થોડાં વર્ષ અગાઉ હિમાચ્છાદિત રહેતો આપણો પર્વતાધિરાજ હવે રહેતે રહેતે સૂકોભટ બની રહ્યો છે, કારણ કે પહેલાં જેટલો બરફ પડતો નથી અને દિન-પ્રતિદિન વધી રહેલી ગરમીને કારણે બરફ ઝાઝું ટકતો પણ નથી.
દરેક વ્યક્તિ બોલતાં પહેલાં વિચારે તો...દુનિયા કેટલી શાનદાર હોત!
બીજા લોકો વિશે વાતો કરવી કે સાંભળવી એમાં કશું ખોટું નથી, પણ અગત્યનું એ છે કે તમે શું વાતો કરો છો. ત્રીજી વ્યક્તિ ઉપસ્થિત ન હોય, એના વિશે નકારાત્મક ટીકા-ટિપ્પણ કરવી અને ગેરસમજમાં ઉમેરો કરવો બહુ આસાન છે.
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
પરિણામ પછી કયો પક્ષ કે કયો નેતા કોની સાથે જશે એની અટકળની પતંગ ચગાવવાનો કોઈ અર્થ નથી. રાજકારણીઓ કોઈ પણ ભોગે પ્રજાને ખોટી જ પાડશે.
જસ્ટ એક મિનિટ...
ભાગે આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.
પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...
પુત્ર તાડૂકીને બોલ્યો, ‘ચૂપ રહો, પપ્પા તમે’ તે દિવસથી બાપનાં પારોઠ પગલાં થઈ ગયાં જીવ માફક જાળવીને જેમનું કીધું જતન એ જ વ્હાલાની નજરમાં સાવ દવલાં થઈ ગયા.