જાણીતા લેખક ધ્રુવ ભટ્ટની અકૂપાર નવલકથામાં એક કહેવત છેઃ ગીરમાં ગર મા અને ગર તો ડર મા.. ગીર અને એની આસપાસ નેસડામાં વસતી પ્રજા બિલકુલ એ જ પ્રકારે હિંસક પશુઓ સાથે રહીને નિર્ભય જીવન જીવે છે. આમાં મુખ્યત્વે તો માલધારી હોય છે. ગીર અને એની ખમીરવંતી પ્રજાના પોતીકાપણાનો પરિચય આપતા બે શબ્દો છે: ખમ્મા ગીરને.. જેમનાં જીવન જ પર્યાવરણ, પશુઓ અને પરિવારની સાથે વણાયેલાં છે એવા ગીરની પ્રજાની એક અનોખી જીવનશૈલી છે. દુનિયાભરમાંથી લોકો ગીરમાં ભલે આવે, પણ ગીરના લોકો તો એમની પોતાની એક અલગ દુનિયામાં જ જીવતા હોય છે. ખળખળ વહેતાં નદી-નાળાં, સાવજની ડણક અને ઘેઘૂર જંગલ એ જ જેમનાં જીવનનાં અંગ બની ગયાં છે એવા ગીરના લોકો માટે તહેવારોની ઉજવણી કોઈ શહેરી વિસ્તારોની જેમ આંખોને આંજી દે એવી નથી હોતી, પરંતુ સાદગીપૂર્ણ હોય છે. આ લોકો કુદરતના ખોળે પોતાની મોજમાં દિવાળીના તહેવારો ઊજવે છે.
સમયચક્રની સાથે ગીરમાં નેસ નાબૂદ થતા ગયા. દેશ સ્વતંત્ર થયો ત્યારે આશરે ૩૦૦૦ નેસ હતા, ૧૯૭૧માં ૧૨૯ નેસ હતા. અત્યારે વન વિભાગના ચોપડામાં સત્તાવાર ૫૪ નેસ બોલે છે. ગીરના સાવજ સાથે જેમનાં જીવન જોડાયેલાં છે એમણે જ ગીર છોડવું પડી રહ્યું છે એનાં સરકારી કારણો અલગ છે, પણ માલધારીઓ માટે સિંહ પ્રાણ કરતાં પણ વહાલા હોય છે. આના દાખલા ગીરનાં ગામડે ગામડે સાંભળવા મળે છે.
જંગલ વચાળે લાકડાં અને પાંદડાં-ડાળખીની મદદથી કાચાં ઘર તૈયાર કરી એની પર ગારનું લીંપણ કરવામાં આવ્યું હોય એ છે નેસ. દિવાળીમાં અહીં ઝાઝી ઝાકમઝોળ ન હોય, પણ દીવાબત્તી અને દરવાજે ચાકળા કે રંગોળીથી પર્વનો મીઠો આવકારો તો હોય જ... અને હા, મહેમાનો માટે આવા ઢોલિયા પાથરવામાં આવ્યા હોય.
પશુપાલન એ અહીં વસતા લોકોનો મુખ્ય વ્યવસાય છે. જો કે દિવાળી જેવા તહેવાર વખતે માલધારીઓ દૂધ વેચતા નથી. વધેલા દૂધમાંથી પેંડા કે ખીર બને.
Bu hikaye Chitralekha Gujarati dergisinin October 31 - November 07, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Chitralekha Gujarati dergisinin October 31 - November 07, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
બાઈક પર દીકરાને સાથે રાખી નીકળતી ડિલિવરી ક્વીન
ફડ ટ્રાફિકથી ધમધમતા રસ્તા પર કોઈ યુવતીને પોતાના બાળકને બાઈક પર બેસાડીને ડિલિવરી કરવા નીકળતી જોઈએ તો જરૂર કુતૂહલ થાય. સંતાનના ઉજ્જ્વળ ભવિષ્ય માટે એક માતાએ અજાણ્યા શહેરમાં ફૂડ ડિલિવરી કરવાનું પડકારભર્યું કામ પસંદ કરીને માતૃશક્તિ સાથે મહેનતનો રંગ બતાવ્યો છે.
વિદ્યાધામોથી માંડી જાહેર જીવનમાં ફાલતી-ફલતી...ગાળસંસ્કૃતિ!
મુંબઈની કૉલેજોનાં કૅમ્પસ પર સ્ટુડન્ટ્સ કેવી ભાષા બોલે છે એ વિશે થયેલા એક સર્વેનાં પરિણામ ચોંકાવનારાં છેઃ મોટા ભાગની કૉલેજોમાં, અરે અમુક સ્કૂલોમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ સુદ્ધાં બેફામ ગાળો બોલે છે. રૅગિંગની ઘટનામાં પણ નવાસવા વિદ્યાર્થીઓને ગંદી ગાળો બોલવાનું કહેવામાં આવે છે. શું થાય છે જ્યારે ‘ચિત્રલેખા’ આ સર્વેની ભીતરમાં ઊતરે છે? વાંચો, અશિષ્ટ બોલી વિશેનો શિષ્ટ, સંસ્કારી ભાષામાં લખાયેલો લેખ.
આયુષ્યમાન કાર્ડથી બનો ધનવાન..!
મફત આરોગ્ય કૅમ્પની જાહેરાત ઠેર ઠેર વાંચવા મળે છે. આઘાતજનક વાત એ કે ગુજરાતની અમુક ખાનગી કે કૉર્પોરેટ હૉસ્પિટલના સંચાલકોએ આરોગ્ય નિદાન કૅમ્પને સેવાને બદલે મેવા એટલે કે દરદી મેળવવાનો ધંધો બનાવી દીધો છે. અમદાવાદની હૉસ્પિટલનો તાજો કિસ્સો આંખ ઉઘાડનારો છે.
વનકર્મીઓની શહાદત તાજી કરતું સ્મારક
ગુજરાતના વનવિભાગના નવ શહીદની સ્મૃતિમાં ‘વનપાલ સ્મારક’ બન્યું છે. આવો જાણીએ, શહીદગાથા અને સ્મારકનિર્માણની કથા.
હિમ વિનાનો બની રહ્યો છે હિમાલય!
એક સમયે મબલક પાક ઉતારતી જમીન બંજર થઈ જાય એમ હજી થોડાં વર્ષ અગાઉ હિમાચ્છાદિત રહેતો આપણો પર્વતાધિરાજ હવે રહેતે રહેતે સૂકોભટ બની રહ્યો છે, કારણ કે પહેલાં જેટલો બરફ પડતો નથી અને દિન-પ્રતિદિન વધી રહેલી ગરમીને કારણે બરફ ઝાઝું ટકતો પણ નથી.
દરેક વ્યક્તિ બોલતાં પહેલાં વિચારે તો...દુનિયા કેટલી શાનદાર હોત!
બીજા લોકો વિશે વાતો કરવી કે સાંભળવી એમાં કશું ખોટું નથી, પણ અગત્યનું એ છે કે તમે શું વાતો કરો છો. ત્રીજી વ્યક્તિ ઉપસ્થિત ન હોય, એના વિશે નકારાત્મક ટીકા-ટિપ્પણ કરવી અને ગેરસમજમાં ઉમેરો કરવો બહુ આસાન છે.
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
પરિણામ પછી કયો પક્ષ કે કયો નેતા કોની સાથે જશે એની અટકળની પતંગ ચગાવવાનો કોઈ અર્થ નથી. રાજકારણીઓ કોઈ પણ ભોગે પ્રજાને ખોટી જ પાડશે.
જસ્ટ એક મિનિટ...
ભાગે આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.
પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...
પુત્ર તાડૂકીને બોલ્યો, ‘ચૂપ રહો, પપ્પા તમે’ તે દિવસથી બાપનાં પારોઠ પગલાં થઈ ગયાં જીવ માફક જાળવીને જેમનું કીધું જતન એ જ વ્હાલાની નજરમાં સાવ દવલાં થઈ ગયા.