ચાર ધામ, કાશી, ગોકુળ-મથુરા-વૃંદાવન, સોમનાથ, દ્વારિકા, રામેશ્વરમ્ સહિત દેશનાં મોટા ભાગનાં ધાર્મિક સ્થળે એમણે દર્શનનો - લાભ લીધો છે. હૃદ૨વા વધુ કુંભમેળા લાભ લીધો છે. પંદરથી વધુ કુંભમેળા પણ માણ્યા છે. જીવનની અનેક લીલી-સૂકી જોઈ ચૂકેલી એમની આંખે હજી ક્યારેય સિનેમાનો પડદો જોયો નથી. જો કે આંખ એટલી પાણીદાર છે કે એમને હજી ચશ્માંની જરૂર પડી નથી. એકસો ને પાંચ વર્ષની ઉંમરે એ આજેય સોયમાં દોરો પરોવી શકે છે. એમને ચાલવા હવે વૉકરની જરૂર પડે છે, પણ મગજ હજી તેજ ગતિથી દોડી રહ્યું છે ને દીકરા-વહુઓ અને પૌત્ર-પ્રપૌત્ર બધાંને ઓળખી બતાવે એવું તેજ.
આપણે અત્યારે મળી રહ્યા છીએ.. હા, ઉપર તમે સાચું જ વાંચ્યુંઃ એકસો પાંચ વર્ષની ઉંમરનાં રળિયાતબહેન ધનજીભાઈ સાચપરાને. સુરતના મોટા વરાછામાં એ રહે છે. હર્યોભર્યો સંસાર છે. આ ઉંમરે પણ ળિયાતબહેનને એકેય બીમારી નથી. ગયા વર્ષે કોરોના વાઈરસ આપણે ત્યાં હજારો લોકોનો ભોગ લઈ ગયો, પણ આ માજીએ ૧૦૪ની ઉંમરે વાઈરસને હંફાવી દીધો. કોવિડની બીમારીએ એમને પહેલી વાર હૉસ્પિટલ દેખાડી, પણ એ તો દસ દિવસમાં પાછાં ઘરે આવી ગયાં! એમને મળનારાને પહેલો સવાલ, સ્વાભાવિકપણે એ જ થાયઃ શું છે તમારી ટનાટન તબિયતનું રહસ્ય?
વ્યક્તિની હયાતી ન હોય ત્યારે જે વિધિ થાય એ બધી વિધિનાં સાક્ષી રળિયાતબહેન બન્યાં એમના ‘જીવતે જગતિયું’ નિમિત્તેના કાર્યક્રમમાં.
Bu hikaye Chitralekha Gujarati dergisinin November 28, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Chitralekha Gujarati dergisinin November 28, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
બાઈક પર દીકરાને સાથે રાખી નીકળતી ડિલિવરી ક્વીન
ફડ ટ્રાફિકથી ધમધમતા રસ્તા પર કોઈ યુવતીને પોતાના બાળકને બાઈક પર બેસાડીને ડિલિવરી કરવા નીકળતી જોઈએ તો જરૂર કુતૂહલ થાય. સંતાનના ઉજ્જ્વળ ભવિષ્ય માટે એક માતાએ અજાણ્યા શહેરમાં ફૂડ ડિલિવરી કરવાનું પડકારભર્યું કામ પસંદ કરીને માતૃશક્તિ સાથે મહેનતનો રંગ બતાવ્યો છે.
વિદ્યાધામોથી માંડી જાહેર જીવનમાં ફાલતી-ફલતી...ગાળસંસ્કૃતિ!
મુંબઈની કૉલેજોનાં કૅમ્પસ પર સ્ટુડન્ટ્સ કેવી ભાષા બોલે છે એ વિશે થયેલા એક સર્વેનાં પરિણામ ચોંકાવનારાં છેઃ મોટા ભાગની કૉલેજોમાં, અરે અમુક સ્કૂલોમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ સુદ્ધાં બેફામ ગાળો બોલે છે. રૅગિંગની ઘટનામાં પણ નવાસવા વિદ્યાર્થીઓને ગંદી ગાળો બોલવાનું કહેવામાં આવે છે. શું થાય છે જ્યારે ‘ચિત્રલેખા’ આ સર્વેની ભીતરમાં ઊતરે છે? વાંચો, અશિષ્ટ બોલી વિશેનો શિષ્ટ, સંસ્કારી ભાષામાં લખાયેલો લેખ.
આયુષ્યમાન કાર્ડથી બનો ધનવાન..!
મફત આરોગ્ય કૅમ્પની જાહેરાત ઠેર ઠેર વાંચવા મળે છે. આઘાતજનક વાત એ કે ગુજરાતની અમુક ખાનગી કે કૉર્પોરેટ હૉસ્પિટલના સંચાલકોએ આરોગ્ય નિદાન કૅમ્પને સેવાને બદલે મેવા એટલે કે દરદી મેળવવાનો ધંધો બનાવી દીધો છે. અમદાવાદની હૉસ્પિટલનો તાજો કિસ્સો આંખ ઉઘાડનારો છે.
વનકર્મીઓની શહાદત તાજી કરતું સ્મારક
ગુજરાતના વનવિભાગના નવ શહીદની સ્મૃતિમાં ‘વનપાલ સ્મારક’ બન્યું છે. આવો જાણીએ, શહીદગાથા અને સ્મારકનિર્માણની કથા.
હિમ વિનાનો બની રહ્યો છે હિમાલય!
એક સમયે મબલક પાક ઉતારતી જમીન બંજર થઈ જાય એમ હજી થોડાં વર્ષ અગાઉ હિમાચ્છાદિત રહેતો આપણો પર્વતાધિરાજ હવે રહેતે રહેતે સૂકોભટ બની રહ્યો છે, કારણ કે પહેલાં જેટલો બરફ પડતો નથી અને દિન-પ્રતિદિન વધી રહેલી ગરમીને કારણે બરફ ઝાઝું ટકતો પણ નથી.
દરેક વ્યક્તિ બોલતાં પહેલાં વિચારે તો...દુનિયા કેટલી શાનદાર હોત!
બીજા લોકો વિશે વાતો કરવી કે સાંભળવી એમાં કશું ખોટું નથી, પણ અગત્યનું એ છે કે તમે શું વાતો કરો છો. ત્રીજી વ્યક્તિ ઉપસ્થિત ન હોય, એના વિશે નકારાત્મક ટીકા-ટિપ્પણ કરવી અને ગેરસમજમાં ઉમેરો કરવો બહુ આસાન છે.
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
પરિણામ પછી કયો પક્ષ કે કયો નેતા કોની સાથે જશે એની અટકળની પતંગ ચગાવવાનો કોઈ અર્થ નથી. રાજકારણીઓ કોઈ પણ ભોગે પ્રજાને ખોટી જ પાડશે.
જસ્ટ એક મિનિટ...
ભાગે આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.
પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...
પુત્ર તાડૂકીને બોલ્યો, ‘ચૂપ રહો, પપ્પા તમે’ તે દિવસથી બાપનાં પારોઠ પગલાં થઈ ગયાં જીવ માફક જાળવીને જેમનું કીધું જતન એ જ વ્હાલાની નજરમાં સાવ દવલાં થઈ ગયા.