હા, મને એ ગામોમાંથી પત્રો મળ્યા હતા, પણ એ અંગે શું કરવું એની મને ખબર નહોતી..
ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના જોશીમઠ નગરમાં હમણાં ૬૦૦થી વધુ ઘરો-ઈમારતોમાં મોટી મોટી તિરાડો પડી ગઈ, એક મંદિર તૂટી પડ્યું, એક હોટેલની ઈમારત એની નજીકની બીજી હોટેલ પર ઢળી પડી અને રસ્તા પણ ફાટી પડ્યા.. આટલું થયા પછી સફાળી જાગીને સરકાર ત્યાંના લોકોને સુરક્ષિત સ્થાને વસાવવામાં વ્યસ્ત બની ત્યારે હવે અનેક વિગતો બહાર આવી રહી છે અને સાથોસાથ અહીં વર્ષોથી થઈ રહેલાં આડેધડ બાંધકામને કારણે પર્યાવરણને નુકસાન પહોંચ્યું છે એ વિશે ગરમાગરમ ચર્ચા જામી છે.
એક આશ્ચર્યજનક વિગત એ છે કે આ વિસ્તારનાં અનેક ગામોના સરપંચોએલોકોએ સ્થાનિક પ્રશાસન અને કલેક્ટર સ્તરના અધિકારીઓને પત્રો લખીને જણાવ્યું હતું કે એમના વિસ્તારોમાં જમીનમાંથી ક્યારેક અચાનક ભયાનક અવાજ આવે છે, ઘરની દીવાલોમાં તિરાડો પડી છે, અહીં રહેવું જોખમી છે, વગેરે. જોશીમઠ દેશભરના સમાચારોમાં ચમકી ગયા પછી એક પત્રકારે ચમોલીના કલેક્ટરને પૂછ્યું કે તમને આવા કોઈ પત્રો મળ્યા નહોતા? ત્યારે કલેક્ટરે કબૂલ્યું કે હા, પત્રો મળ્યા હતા, પણ શું કરવું એની ખબર નહોતી!
ઈસુના નવા વર્ષની બીજી જ રાતે જોશીમઠનાં ઘણાં ઘરોમાં લોકોને તિરાડો પડવાના અવાજ સંભળાયા. ત્રણ જાન્યુઆરીની પરોઢે દીવાલોમાં મોટી તિરાડો જોઈને ચિંતામાં પડેલા લોકોમાંથી ઘણા તો સામાન બાંધીને રવાના થયા. તિરાડો ધરાવતું એક મંદિર પાંચ જાન્યુઆરીએ ધસી પડતાં ચોમેર ચિંતા પ્રસરી ગઈ. એ પછી તો અમુક ઘરોની તિરાડોમાંથી પાણી નીકળવા લાગ્યું એટલે સ્થાનિક જિલ્લા પ્રશાસન અને રાજ્ય સરકારને ગંભીરતા સમજાઈ.
ક્યાંક રસ્તા જાણે ફાટી પડ્યા, ક્યાંક ઘરમાં તિરાડો પડી ગઈ તો કોઈક ઠેકાણે ભેખડ ધસી પડીને મકાનો નાશ પામ્યાં.
જોશીમઠ અને આસપાસના ઘણા એરિયાને ભૂસ્ખલન સંભવિત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે. તિરાડ પડી હોય એવી ૬૦૦થી વધુ ઘર-ઈમારતો ખાલી કરી દેવામાં આવી છે. ૨૦,૦૦૦ની વસતિ ધરાવતા જોશીમઠમાં અડધોઅડધ પ્રજાના જીવ તાળવે છે. રોજના ૨૦૦-૩૦૦ લોકોના રહેવાની વૈકલ્પિક વ્યવસ્થા થઈ રહી છે. ભયજનક સ્થિતિમાં રહેતા તમામ પરિવારોને સુરક્ષિત સ્થળે ખસેડતાં ઘણો સમય લાગી શકે છે.
Bu hikaye Chitralekha Gujarati dergisinin January 23, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Chitralekha Gujarati dergisinin January 23, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.
અવગણવા જેવી નથી આ વ્યાધિ
ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?
પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!
સ્વભાવે અંતર્મુખી એ મહિલા ઈન્ટિરિયર ડિઝાઈનર તો બની, પરંતુ લોકોનાં ઘરને સજાવવાને બદલે ઘરેથી રસોઈકળાથી નાની સ્ટાર્ટ-અપ કંપની શરૂ કરી અન્ય મહિલાનાં જીવન સજાવ્યાં. આ અમદાવાદી માનુનીની ચૉકલેટ્સનો સ્વાદ દેશ-વિદેશની દાઢે વળગ્યો છે.
વીરપુરથી કોચી સુધી જલારામજયંતીની ધૂમ
ખાસ્સી ગુજરાતી વસતિ ધરાવતા કોચીના ‘મિની હરિદ્વાર' સમા મટનચેરી વિસ્તારનું જલારામ ધામ.
હાથી આપણો મિત્ર છે, આપણેય એના સાથી બનવું પડશે...
વનવગડામાં પણ માણસજાતનો કોઈ એક દોસ્ત વસતો હોય તો એ છે ગજરાજ. જંગલી જીવોમાં સૌથી વધુ સમજદાર અને સૌથી વધુ સંવેદનશીલ એવા હાથીભાઈ સાથે માણસોનો નાતો આમ તો બહુ જૂનો છે, આપણે હાથીની પૂજા પણ કરીએ છીએ, પરંતુ હમણાં હમણાં હાથી અને માનવ વચ્ચે ઘર્ષણના અનેક કિસ્સા બની રહ્યા છે.