એક સ્વયંસિદ્ધાના જીવનસંઘર્ષનો ક્લોઝઅપ..
Chitralekha Gujarati|January 23, 2023
મુંબઈમાં સત્તાવીસ વર્ષ મધુબહેનનાં સાખપડોશી રહેલાં સાહિત્યકાર વર્ષા અડાલજા એ દિવસોમાં પાછાં જાય છે અને સ્મૃતિઓની કુંજગલીમાં લટાર મારીને લાવે છે કેટલીક મધુર સ્મૃતિ. આ સ્મૃતિ છે રોજબરોજનાં જીવનની, સંસારની અંગત ઘટમાળની, એક નારીનાં વિવિધ રૂપની, એનાં સંઘર્ષ અને સિદ્ધિની.
એક સ્વયંસિદ્ધાના જીવનસંઘર્ષનો ક્લોઝઅપ..

કૅમેરાના રોલમાં એક-બે ફોટા બાકી હોય તો હું બની જતી ફોટોગ્રાફર મધુબહેન માટે મોડેલ. ક્યારેક તો એમણે મને ઊંઘમાંથી ઉઠાડીને મારા ફોટા પાડ્યા છે!

એક સમયે દક્ષિણ મુંબઈમાં મેટ્રો અને લિબર્ટી થિયેટર લૅન્ડમાર્ક બિલ્ડિંગ ગણાતાં. બન્ને થિયેટરોની આસપાસ સોળ-સત્તર જેટલાં મકાન. દેશની આઝાદી પહેલાંનાં પાઘડીનાં, ભાડેથી મળતાં ઘર. એ સમયે ઓછાં ફ્લૅટ સિસ્ટમનાં મકાન હતાં.

અમે આ વિસ્તારના ગુલ બહાર બિલ્ડિંગમાં ૧૯૫૭-૫૮ની આસપાસ રહેવા આવ્યાં ત્યારે હું ઈન્ટર કે જુનિયર બી.એ.માં હોઈશ. નાટકમાં કામ બહુ કરવાનું મને ઘેલું લાગેલું. એક બપોરે હું રિહર્સલમાં જવાની તૈયારી કરી રહી હતી. મમ્મી ઘરે નહોતી.

પપ્પા (જાણીતા સર્જક ગુણવંતરાય આચાર્ય) લખતા હતા. અચાનક એ મને કહેઃ ‘વસુ, તું દાદર પર જા તો, મધુબહેન આવતાં હશે.’

આ મધુબહેન તે વળી કોણ અને અહીં શું કામ આવે છે એની મને ક્યાંથી ખબર હોય? 

મારી આંખમાં સવાલ વાંચી પપ્પાએ કહ્યું: ‘આપણી બાજુના ફ્લેટમાં રહેવાનાં છે.’

બહાર જઈને હું ઉપરના પગથિયે ઊભી રહી. મેં એમને દાદરા ચડતાં જોયાં. આ જ હશે મધુબહેન?

આજે આટલાં વર્ષે પણ મને એ દશ્ય સ્પષ્ટ દેખાય છે. સુરેખ મુખાકૃતિ, એકદમ ઊઘડતો વાન, કાળી સાડી અને બ્લાઉઝ, આંગળીએ સાત-આઠ વર્ષના બે દીકરા અને કાંખમાં નાની દીકરી. ગૌરવશાળી વ્યક્તિત્વની એ નારીની છબિ મનમાં હંમેશ માટે અંકિત થઈ ગઈ. હા, એ મધુબહેન જ હતાં!

અમે એકમેકને ઓળખતાં નહોતાં, ન એવી જરૂર હતી. હું સત્તર-અઢારની. સંસારની શીળી છાંયમાં ઊછરેલી, સંસારના દુઃખતાપનો ઓછાયો પણ નહીં. સામે હતી સંસારના અડાબીડ વનમાંથી રસ્તો કરતી, અટવાતી અને પગથિયાં ચડતી કાળાં વસ્ત્રોમાં એક એકલી યુવાન સ્ત્રી અને માતા એનાં નાનાં બાળકોને લઈ નવા ઘરમાં, કદાચ નવા જીવનમાં પ્રવેશવા દાદરા ચડી રહી હતી. એ વખતે મકાનમાં હજી લિફ્ટ નહોતી.

સ્ત્રીસહજ લાગણીથી મેં ઝડપથી દીકરીને તેડી લીધી. સાથે દાદરા ચડી અમે દરવાજા પાસે ઊભાં રહ્યાં અને મધુબહેને સ્વયં કર્યો ગૃહપ્રવેશ. એમની સાથે વર્ષો રહેલો ઓછું ભાળતો નોકર રામજી. ભાઈ-બહેનો કદાચ પછી આવ્યાં હશે કે કેમ, પણ એ દશ્ય મારા મનમાં કંડારાયેલું છે. યથાતથ.

Bu hikaye Chitralekha Gujarati dergisinin January 23, 2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye Chitralekha Gujarati dergisinin January 23, 2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

CHITRALEKHA GUJARATI DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
બાઈક પર દીકરાને સાથે રાખી નીકળતી ડિલિવરી ક્વીન
Chitralekha Gujarati

બાઈક પર દીકરાને સાથે રાખી નીકળતી ડિલિવરી ક્વીન

ફડ ટ્રાફિકથી ધમધમતા રસ્તા પર કોઈ યુવતીને પોતાના બાળકને બાઈક પર બેસાડીને ડિલિવરી કરવા નીકળતી જોઈએ તો જરૂર કુતૂહલ થાય. સંતાનના ઉજ્જ્વળ ભવિષ્ય માટે એક માતાએ અજાણ્યા શહેરમાં ફૂડ ડિલિવરી કરવાનું પડકારભર્યું કામ પસંદ કરીને માતૃશક્તિ સાથે મહેનતનો રંગ બતાવ્યો છે.

time-read
4 dak  |
December 02, 2024
વિદ્યાધામોથી માંડી જાહેર જીવનમાં ફાલતી-ફલતી...ગાળસંસ્કૃતિ!
Chitralekha Gujarati

વિદ્યાધામોથી માંડી જાહેર જીવનમાં ફાલતી-ફલતી...ગાળસંસ્કૃતિ!

મુંબઈની કૉલેજોનાં કૅમ્પસ પર સ્ટુડન્ટ્સ કેવી ભાષા બોલે છે એ વિશે થયેલા એક સર્વેનાં પરિણામ ચોંકાવનારાં છેઃ મોટા ભાગની કૉલેજોમાં, અરે અમુક સ્કૂલોમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ સુદ્ધાં બેફામ ગાળો બોલે છે. રૅગિંગની ઘટનામાં પણ નવાસવા વિદ્યાર્થીઓને ગંદી ગાળો બોલવાનું કહેવામાં આવે છે. શું થાય છે જ્યારે ‘ચિત્રલેખા’ આ સર્વેની ભીતરમાં ઊતરે છે? વાંચો, અશિષ્ટ બોલી વિશેનો શિષ્ટ, સંસ્કારી ભાષામાં લખાયેલો લેખ.

time-read
4 dak  |
December 02, 2024
આયુષ્યમાન કાર્ડથી બનો ધનવાન..!
Chitralekha Gujarati

આયુષ્યમાન કાર્ડથી બનો ધનવાન..!

મફત આરોગ્ય કૅમ્પની જાહેરાત ઠેર ઠેર વાંચવા મળે છે. આઘાતજનક વાત એ કે ગુજરાતની અમુક ખાનગી કે કૉર્પોરેટ હૉસ્પિટલના સંચાલકોએ આરોગ્ય નિદાન કૅમ્પને સેવાને બદલે મેવા એટલે કે દરદી મેળવવાનો ધંધો બનાવી દીધો છે. અમદાવાદની હૉસ્પિટલનો તાજો કિસ્સો આંખ ઉઘાડનારો છે.

time-read
5 dak  |
December 02, 2024
વનકર્મીઓની શહાદત તાજી કરતું સ્મારક
Chitralekha Gujarati

વનકર્મીઓની શહાદત તાજી કરતું સ્મારક

ગુજરાતના વનવિભાગના નવ શહીદની સ્મૃતિમાં ‘વનપાલ સ્મારક’ બન્યું છે. આવો જાણીએ, શહીદગાથા અને સ્મારકનિર્માણની કથા.

time-read
4 dak  |
December 02, 2024
હિમ વિનાનો બની રહ્યો છે હિમાલય!
Chitralekha Gujarati

હિમ વિનાનો બની રહ્યો છે હિમાલય!

એક સમયે મબલક પાક ઉતારતી જમીન બંજર થઈ જાય એમ હજી થોડાં વર્ષ અગાઉ હિમાચ્છાદિત રહેતો આપણો પર્વતાધિરાજ હવે રહેતે રહેતે સૂકોભટ બની રહ્યો છે, કારણ કે પહેલાં જેટલો બરફ પડતો નથી અને દિન-પ્રતિદિન વધી રહેલી ગરમીને કારણે બરફ ઝાઝું ટકતો પણ નથી.

time-read
4 dak  |
December 02, 2024
દરેક વ્યક્તિ બોલતાં પહેલાં વિચારે તો...દુનિયા કેટલી શાનદાર હોત!
Chitralekha Gujarati

દરેક વ્યક્તિ બોલતાં પહેલાં વિચારે તો...દુનિયા કેટલી શાનદાર હોત!

બીજા લોકો વિશે વાતો કરવી કે સાંભળવી એમાં કશું ખોટું નથી, પણ અગત્યનું એ છે કે તમે શું વાતો કરો છો. ત્રીજી વ્યક્તિ ઉપસ્થિત ન હોય, એના વિશે નકારાત્મક ટીકા-ટિપ્પણ કરવી અને ગેરસમજમાં ઉમેરો કરવો બહુ આસાન છે.

time-read
5 dak  |
December 02, 2024
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
Chitralekha Gujarati

મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!

પરિણામ પછી કયો પક્ષ કે કયો નેતા કોની સાથે જશે એની અટકળની પતંગ ચગાવવાનો કોઈ અર્થ નથી. રાજકારણીઓ કોઈ પણ ભોગે પ્રજાને ખોટી જ પાડશે.

time-read
4 dak  |
December 02, 2024
જસ્ટ એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ એક મિનિટ...

ભાગે આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.

time-read
1 min  |
December 02, 2024
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
Chitralekha Gujarati

મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!

આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.

time-read
1 min  |
December 02, 2024
પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...
Chitralekha Gujarati

પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...

પુત્ર તાડૂકીને બોલ્યો, ‘ચૂપ રહો, પપ્પા તમે’ તે દિવસથી બાપનાં પારોઠ પગલાં થઈ ગયાં જીવ માફક જાળવીને જેમનું કીધું જતન એ જ વ્હાલાની નજરમાં સાવ દવલાં થઈ ગયા.

time-read
2 dak  |
December 02, 2024