મોતીવાલા હજી તો મહેશ ભટનાગર સામે બેઠા ને એ લોકો વાત શરૂ કરે એ પહેલાં એમની બાજના ટેબલ પરના એક માણસે ઊભા થઈ મોતીવાલાને કહ્યું: ‘અરે મોતીવાલા, તમે? આ શું ફેન્સી ડ્રેસ જેવાં કપડાં પહેરી અહીં બેઠા છો!’
મહેશ ભટનાગર અને મોતીવાલા, બન્ને એ માણસને જોતા રહી ગયા. દવે અને મારી હાલત આ જોઈ કાપો તો લોહી ન નીકળે એવી થઈ ગઈ.
હવે શું થશે?
વાત એમ હતી કે નફીસા નામની એક મુસ્લિમ વિદ્યાર્થિની એક ફિલ્મદિગ્દર્શક મહેશ ભટનાગરને પોતાની આગામી ફિલ્મ માટે એકદમ યોગ્ય ચહેરો લાગતાં એ એની પાછળ પડી ગયો હતો કે નફીસાએ એની ફિલ્મમાં કામ કરવા હા પાડવી. મહારાષ્ટ્રના અંતરિયાળ ગામમાંથી ભણવા મુંબઈ આવેલી નફીસાને ભણવા સિવાય કોઈ ઈતર પ્રવૃત્તિમાં સમય નહોતો બગાડવો અને એના ઘરનું વાતાવરણ પણ જુનવાણી હતું, એ લોકો નફીસાને ફિલ્મમાં તો કામ ન જ કરવા દે ઉપરાંત એનું ભણવાનું છોડાવી રાતોરાત ક્યાંક પરણાવી દે.
આ મહેશ ભટનાગર નફીસાનો કેડો મૂકે અને નફીસા શાંતિથી અભ્યાસ કરી શકે એ માટે અમે એટલે કે મોતીવાલા કન્સલ્ટન્સીએ એક નાટ્યઅભિનેતાને નફીસાના પાકિસ્તાની પિતા તરીકે ઊભો કર્યો અને એ નફીસાના પિતા તરીકે મહેશ ભટનાગરને એની ફિલ્મ માટે ના પાડી દે એટલે વાત પતે એવી અમારી ધારણા હતી. જો કે છેલ્લી ઘડીએ એ અભિનેતા ન આવી શક્યો અને અમે અમારા બૉસ મોતીવાલાને નફીસાના પિતા તરીકે પેલા ફિલ્મદિગ્દર્શકને મળી મારી દીકરી ફિલ્મમાં કામ નહીં કરે એટલું કહેવા તૈયાર કર્યા.
આમ તો કામ માત્ર પાંચ મિનિટનું હતું. જે કાફેમાં મહેશ ભટનાગરને મળવાનું હતું ત્યાં જવા મોતીવાલાને મારા કલીગ દવેએ પઠાણી પહેરવેશમાં તૈયાર કર્યા.
એ કાફેમાં અમારા સ્ટાફના દવે, મોતીવાલાની સાળી પરિણીતી, પ્યુન વિઠ્ઠલ અને હું જુદા જુદા ખૂણે ગ્રાહક બની ગોઠવાઈ ગયાં હતાં, જેથી મોતીવાલાને બધાં મારી સાથે છે. એવો સધિયારો રહે.
પણ મોતીવાલાના કોઈ ઓળખીતાએ મોતીવાલાને પઠાણી વેશમાં જોઈ ભાંગરો વાટ્યો. માંડ માંડ જીવંત અભિનય કરવા તૈયાર થયેલા અને અભિનયના તદ્દન બિનઅનુભવી મોતીવાલા આ ઓચિંતા હુમલાથી ડઘાઈ ગયા. દવેએ જો કે બાજી સંભાળી લીધી. મોતીવાલાને ઓળખી જનારા માણસ પાસે જઈ દવેએ કહ્યું: ‘વાસવાની સર! અચ્છા હુઆ આપ યહાં મિલ ગયે.’
Bu hikaye Chitralekha Gujarati dergisinin January 30, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Chitralekha Gujarati dergisinin January 30, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
જસ્ટ એક મિનિટ...
ભાગે આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.
પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...
પુત્ર તાડૂકીને બોલ્યો, ‘ચૂપ રહો, પપ્પા તમે’ તે દિવસથી બાપનાં પારોઠ પગલાં થઈ ગયાં જીવ માફક જાળવીને જેમનું કીધું જતન એ જ વ્હાલાની નજરમાં સાવ દવલાં થઈ ગયા.
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.
અવગણવા જેવી નથી આ વ્યાધિ
ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?