ગેબી અવાજો, ધડાકા, મકાનમાં તિરાડ, જમીન નીચે ધસી પડવી જેવી ભેદી ઘટનાઓ પાછલા દિવસોમાં અનુભવનારા ઉત્તરાખંડસ્થિત જોશીમઠના નિવાસીઓ હવે વરસાદ, ઠંડી અને બરફની વર્ષા જેવાં કુદરતનાં કપરાં પરિબળોનો સામનો કરી રહ્યા છે. નાજુક જમીન પર ઊભેલી હિમાલયની પર્વતમાળાના તમામ વિસ્તારો પર જોશીમઠ જેવી કરુણાંતિકા ગમે ત્યારે ત્રાટકી શકે છે એ સત્ય હવે શાસકોને સમજાવા માંડ્યું હોવાથી અહીંના ભૂસ્તરીય પોપડાને ડિસ્ટર્બ કરતી તમામ વિકાસપ્રવૃત્તિ કામચલાઉ સ્થગિત કરવામાં આવી છે.
મુંબઈસ્થિત જાણીતી શૈક્ષણિક સંસ્થામાં અર્થ સાયન્સ વિભાગના પ્રોફેસર તરીકે કાર્યરત એક જીઓલૉજિસ્ટ નામ ન પ્રકાશિત કરવાની શરતે ચિત્રલેખાને કહે છે:
કુદરતી હોનારત ગણો કે માનવસર્જિત આપદા, હકીકત એ છે કે જોશીમઠના નિવાસીઓએ સ્થળાંતરની પીડા ભોગવવી પડશે.
‘ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને ઈશાન ભારતની જમીન સ્થિર નથી. હિમાલયની જુદી જુદી હિમ નદી (ગ્લૅશિયર)થી આવેલા કાંપ પર આ જમીન બની છે. એની સાથે ઝાઝી છેડછાડ ન કરો તો આ જમીન ધીરે ધીરે સ્થિર બને છે, પરંતુ એના પર બહુ બાંધકામ થાય, વજન આવે તો આવા વિસ્તારોમાં માટી અને ખડકો નીચેની તરફ દબાતાં જાય એ બહુ સાહજિક છે. ઉત્તરાખંડમાં એ જ થયું છે. વર્ષો પહેલાં વસતિ ઓછી હતી, ગામમાં ઘરો દૂર દૂર હતાં, મકાનો નાનાં હતાં એટલે અસ્થિર કહેવાતી જમીન એ વજન ખમી લેતી હતી. પાછલાં દસ-બાર-પંદર વર્ષમાં આડેધડ કન્સ્ટ્રક્શન થયાં, વિશાળ અને મોટી સંખ્યામાં મકાન બન્યાં. રસ્તા, પાવર પ્લાન્ટ, બોગદાં, ટ્રેન જેવી માળખાગત સુવિધા વિકસાવવા માટે ખોદકામ અને સુરંગથી જમીન ઢીલી કરવામાં આવી. અધૂરામાં પૂરું, નદીઓનાં વહેતાં પાણી આ જમીનમાં નીચેથી ઘૂસી આવે. બધાનો સરવાળો એટલે જોશીમઠની પ્રાકૃતિક આફત!’
મુન્નારની નાજુક જમીન પર હોટેલોનું આડેધડ બાંધકામ આ ગિરિમથકને કેરળનું જોશીમઠ ન બનાવે તો જ નવાઈ.
Bu hikaye Chitralekha Gujarati dergisinin February 06, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Chitralekha Gujarati dergisinin February 06, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
જસ્ટ એક મિનિટ...
ભાગે આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.
પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...
પુત્ર તાડૂકીને બોલ્યો, ‘ચૂપ રહો, પપ્પા તમે’ તે દિવસથી બાપનાં પારોઠ પગલાં થઈ ગયાં જીવ માફક જાળવીને જેમનું કીધું જતન એ જ વ્હાલાની નજરમાં સાવ દવલાં થઈ ગયા.
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.
અવગણવા જેવી નથી આ વ્યાધિ
ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?