આવનારાં વર્ષોમાં ટીવી, સિનેમા અને મ્યુઝિક એ ત્રણેય ઉદ્યોગ કરતાં પણ ગેમિંગ ઈન્ડસ્ટ્રી મોટી થવાની છે..
થોડા વખત અગાઉ જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ કરેલી આ આગાહીનો પુરાવો આજે ઘરે ઘરે, શાળા-કૉલેજમાં ને ટ્રેન-બસમાં પણ જોવા મળે છે. સાપસીડી, ચોપાટ (લુડો)થી લઈને ચેસ ઉપરાંત બૉક્સિંગ, ક્રિકેટ, ફૂટબૉલ સમી રમતો પણ દર બીજા માણસના મોબાઈલ, ટૅબ કે લૅપટૉપની સ્ક્રીનમાં જોવા મળે છે.
૨૦૨૦માં પ્રકાશિત થયેલા નાસ્કૉમના આંકડા કહે છે કે ભારતમાં ૬૨ કરોડથી વધુ લોકો ગેમ રમે છે. આમાંથી બાવીસ કરોડ લોકો તો રોજ સરેરાશ ૪૨ મિનિટ ગેમ પર ચોંટ્યા રહે છે. મહામારીના દિવસોમાં નવરા બેઠાં લાખો લોકો ગેમિંગ તરફ વળ્યા એટલે ૨૦૨૦માં નવા ખેલાડીઓની સંખ્યા ૪૦ ટકા અને ૨૦૨૧માં ૫૦ ટકા વધી હતી. ૨૦૨૦માં ગેમિંગનું બજાર ૧.૦૨ અબજ ડૉલર (અત્યારના ભાવે ૮૨ અબજ રૂપિયા) હતું એ ૨૦૨૬ સુધીમાં ૪.૮૮ અબજ ડૉલર થવાની ધારણા છે. નાસ્કૉમના અંદાજ પ્રમાણે ભારતમાં ૨૦૦ જેટલા નાના-મોટા ગેમ ડેવલપર્સ છે.
લુડો જેવી બોર્ડ ગેમ, બૉક્સિંગ જેવી ઢિશૂમ.. ઢિશૂમ અને રેસિંગનો અનુભવ આપતી ડિજિટલ ગેમ્સ આજકાલ ધૂમ રમાય છે.
૨૦૧૬થી ૨૦૨૧ વચ્ચે દુનિયામાં ગેમિંગ ક્ષેત્રે ૨૬ ટકાની વૃદ્ધિ થઈ. ૨૦૨૨માં ગેમિંગનું ૨૩૫.૭ બિલિયન ડૉલરનું ટર્નઓવર થયું. વર્લ્ડ ઈકોનોમિક ફોરમના રિપોર્ટ અનુસાર ૨૦૨૬ સુધીમાં ગેમિંગ ઉદ્યોગ ૩૨૦ બિલિયન ડૉલર કરતાં પણ મોટો થઈ જશે. ૨૦૨૨ના આંકડા પ્રમાણે દુનિયાના ઑનલાઈન ગેમર્સની સંખ્યા ૧૧૭ કરોડ છે ને એમના થકી ૨૩.૬૫ અબજ ડૉલરની આવક થઈ છે. વધુપડતી ઑનલાઈન ગેમ્સ ફ્રી ટુ પ્લે પ્રકારની હોવાથી થોકબંધ રમાય છે. ઑનલાઈન ગેમ્સમાં સમયાંતરે અપડેટના માધ્યમથી નવાં ફીચર્સ ઉમેરવામાં આવે છે, જેથી ખેલાડીને વિવિધતા પણ મળે છે.
હવે ચોંકાવનારા ફિગર્સ વાંચો તો ૨૦૧૯માં એવેન્જર્સ એન્ડગેમ ફિલ્મે જેટલા સમયમાં ૮૫ કરોડ ડૉલરની કમાણી કરી એ જ અરસામાં રજૂ થયેલી કૉલ ઑફ ડ્યુટીઃ મૉડર્ન વૉરફેર ગેમે એના નિર્માતાને ૧૯૦ કરોડ ડૉલરની આવક કરાવી આપેલી. ભારતમાં બનેલી ગેમ લુડો કિંગે ૨૦૨૦માં ૨૦ મિલિયન ડૉલર (૧૬૦ કરોડ રૂપિયા) કરતાં પણ વધારેની કમાણી કરી. આજે પણ ભારતમાં દરરોજ પાંચ કરોડથી વધુ લોકો આ ગેમ રમે છે.
Bu hikaye Chitralekha Gujarati dergisinin February 13, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Chitralekha Gujarati dergisinin February 13, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
જસ્ટ એક મિનિટ...
ભાગે આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.
પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...
પુત્ર તાડૂકીને બોલ્યો, ‘ચૂપ રહો, પપ્પા તમે’ તે દિવસથી બાપનાં પારોઠ પગલાં થઈ ગયાં જીવ માફક જાળવીને જેમનું કીધું જતન એ જ વ્હાલાની નજરમાં સાવ દવલાં થઈ ગયા.
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.
અવગણવા જેવી નથી આ વ્યાધિ
ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?