ભૈરવી અને આકાશનાં લગ્નને ૧૫ વર્ષ થઈ ગયાં હતાં, પરંતુ એમના ઘરે પારણું બંધાયું નહોતું. દોરા, ધાગા, બાધાઆખડી... એ બધા પ્રયાસ પણ કર્યા, પરંતુ એમને નિરાશા જ મળી. સગાંસંબંધી, પરિવારમાં પણ હવે એમણે નિઃસંતાનપણાનું મહેણું સાંભળવું પડતું.
આકાશના એક ઓળખીતાએ આઈવીએફ (IVF) એટલે કે ઈન-વિટ્રો ફર્ટિલાઈઝેશન પદ્ધતિનો વિકલ્પ સૂચવ્યો. જો કે આ કપલને ૪૦ વર્ષની ઉંમરે કૃત્રિમ ગર્ભાધાનની આ પદ્ધતિ સફળ થવાની શક્યતા વિશે શંકા હતી. વળી, ભૈરવીના શરીર પર પણ માઠી અસર પડે એવો સંશય હતો અને ખર્ચનો સવાલ તો ઊભો જ હતો.
આવા અનેક સવાલના જવાબની ગૂંચવણમાં વધુ એક વર્ષ નીકળી ગયું, પરંતુ સંતાનની ઈચ્છાએ આખરે એમને આઈવીએફ તરફ વાળ્યાં. ભૈરવી અને આકાશે આઈવીએફ સ્પેશિયાલિસ્ટનો સંપર્ક કર્યો. એમની ટ્રીટમેન્ટ શરૂ થઈ અને એના એકાદ વર્ષ પછી ભૈરવી અને આકાશ એક દીકરીનાં માતા-પિતા બન્યાં. સંતાનસુખની એમની ઈચ્છા પૂર્ણ થઈ.
પ્રશ્ન એ થાય કે આખરે આટલાં વર્ષો સુધી એમણે આઈવીએફનો રસ્તો કેમ ન અપનાવ્યો?
એનો જવાબ છેઃ ડર. બન્નેનાં મનમાં ભય હતો કે આઈવીએફ પાછળ ખર્ચો કર્યા પછી પણ સફળતા નહીં મળે તો? જો કે હવે આઈવીએફ ટેક્નોલૉજીમાં પણ અનેક બદલાવ આવ્યા છે.
પેટ્રી ડિશમાં કરાવવામાં આવે સ્ત્રીબીજ અને શુક્રાણુનું ‘મિલન’.
બ્રિટનના જાણીતા ગાયનેકોલૉજિસ્ટ અને ફર્ટિલિટી ટ્રીટમેન્ટના નિષ્ણાત ડૉ. પેટ્રિક સ્ટેપ્ટો, ડૉ. રોબર્ટ એડ્વર્ડ્સ અને એમની ટીમના વર્ષોના પ્રયત્નો પછી વર્ષ ૧૯૭૮માં આ પ્રક્રિયા દ્વારા લુઈ બ્રાઉન નામની બાળકીનો જન્મ થયો હતો. ત્યારથી દર વર્ષે ૨૫ જુલાઈએ વિશ્વ આઈવીએફ દિવસની ઉજવણી કરવામાં આવે છે. કૃત્રિમ ગર્ભાધાન દ્વારા જન્મતાં બાળકોને ટેસ્ટટ્યૂબ બેબી તરીકે ઓળખવામાં આવે છે અને એ રીતે લુઈ બ્રાઉન વિશ્વની પ્રથમ ટેસ્ટટ્યૂબ બેબી છે.
કૃત્રિમ ગર્ભાધાનથી બાળક મેળવવાની પાછલાં વર્ષોમાં બીજી પણ કેટલીક ટેક્નોલૉજી વિકસી છે અને લોકો હવે એ સ્વીકારતાં પણ થયાં છે. અગાઉ લોકોને આ પદ્ધતિ વિશે વાત કરવામાં સુદ્ધાં સંકોચ થતો. જો કે હવે એવું રહ્યું નથી.
ડૉ. રૂપલ શાહ: આ ટેક્નિકે ગર્ભાધાનનો ઉંમરગાળો બદલ્યો છે.
Bu hikaye Chitralekha Gujarati dergisinin June 26, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Chitralekha Gujarati dergisinin June 26, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
નોમિનીના સરળ બનેલા નિયમ સમજી લેવામાં સાર
ઈન્વેસ્ટમેન્ટમાં નોમિનીનું મહત્ત્વ વધ્યું છે, ખાસ કરીને કોવિડ બાદ આનો અહેસાસ અનેક પરિવારોને તેમ જ સરકાર અને નિયમન સંસ્થાઓને થયો છે. આર્થિક વ્યવહારો સરળ બનાવવાના ભાગ રૂપે સેબીએ આ નિયમોને વધુ હળવા અને વ્યવહારુ બનાવવાનો નિર્ણય લીધો છે, જેને સમજવા અનિવાર્ય છે.
બોલો... આ રમતમાં હાર-જીત સ્પર્ધકના જ હાથમાં!
પંજા-કુસ્તી તરીકે ઓળખાતી બળાબળની સ્પોર્ટની ૧૭ દિવસની પહેલી ‘પ્રો પંજા લીગ' ગયા વર્ષે યોજાઈ ને આ વર્ષે પણ યોજાશે. આ મહિનાની ૧૯થી મુંબઈમાં એશિયન ઈન્ટરનૅશનલ કપ તથા ૨૦મીથી વડોદરાની પાદરે આવેલા પાદરામાં પંજા-કુસ્તી ચૅમ્પિયનશિપ યોજાઈ રહી છે ત્યારે જાણીએ, બાવડાંનાં બળની રમતની જાણી-અજાણી વાત.
સ્ત્રી રાતના સમયે બહાર ન નીકળી શકે?
‘ઘરની આબરૂ’ માટે પુરુષો ઘરબહાર પણ સલામત વાતાવરણ નિર્માણ કરે અને પોતાનું વર્તન બદલે એ વધુ જરૂરી છે.
દિવાળીમાં બનાવો સૌને ભાવતાં આ વ્યંજન
બધાં પર્વોમાં શિરમોર એવો તહેવાર આવી રહ્યો છે, તમે છો તૈયાર એને સ્વાદિષ્ટ આવકાર આપવા?
એ દિવસોમાં આવી ભૂખ કેમ લાગે છે?
બાળજન્મ પછી પૂરતું દૂધ ન આવતું હોય તો આ ઉપાય અજમાવી શકાય...
લડત પતિના હત્યારાને સજા અપાવવાની...લડત પતિની નિશાનીને જનમ આપવાની...
નજર સામે પતિની હત્યા થતી જોઈ આ મહિલા ઍડ્વોકેટનો ગર્ભપાત થઈ ગયો. એ પછી એની જિંદગીમાં બે જ લક્ષ્ય હતાંઃ ગુનેગારોને જેલ અને પરિવાર આગળ વધારવા એક બાળક! ‘આઈવીએફ’ ટેક્નિકની મદદ મેળવી પતિનાં જાળવી રાખેલાં સ્પર્મથી એમણે એ શક્ય બનાવ્યું.
ભવ્ય ભૂતકાળના વારસાનું કરો જતન
મહારાષ્ટ્રના દમદાર દુર્ગ મેઘરાજાએ વિદાય સાથે વેરેલાં સૌંદર્ય સાથે મહારાષ્ટ્રના ભવ્ય કિલ્લાઓની વિરાસત જોવા માટે તૈયાર છો?
ફૂલના ગરબા, બાધા-માનતાના ગરબા, હરખના ગરબા...
નવરાત્રિમાં તો બધે ગરબા રમાય, પરંતુ ઉત્તર ગુજરાતનાં ઘણાં ગામમાં તો છેક કાળી ચૌદશ અને દિવાળી સુધી કે ક્યાંક તો ખાસ એ બે રાત્રે જ ગરબા થાય, એ પણ કાગળ કે પ્લાસ્ટિકનાં ફૂલના, ખાસ્સા વજનદાર ગરબા. એ માથે લઈને ગામની સ્ત્રીઓને ગરબે રમતી જોવી એ પણ એક લહાવો છે.
એક ફોન કૉલ ને માણસ કંગાળ..
સાઈબર ફ્રૉડની તમામ હદ વટાવી દેતી ડિજિટલ અરેસ્ટ વિક્ટિમથી લઈને કાયદોવ્યવસ્થા, સિસ્ટમને નિર્વસ્ત્ર કરી દેતી આ તે કેવી સાઈબર ઠગાઈ?
પાણી ભલે ઓસરી ગયાં, પૂરની અસર વડોદરાની દિવાળી બગાડશે...
અતિ ભારે વરસાદ અને ઉપરવાસમાં જમા થયેલું પાણી છોડવામાં થયેલી ક્ષતિએ વડોદરાને ડુબાડ્યું હતું. આટલા દિવસો પછી હજી અત્યારે પણ એનાં પરિણામ દેખાઈ રહ્યાં છે ખાલીખમ બજાર રૂપે.