શું છે વર્ષાચક્રનું ચક્કર?
Chitralekha Gujarati|July 17, 2023
ક્લાઈમેટ ચેન્જનું પરિણામ હોય કે બીજાં કારણ, ચોમાસાની પૅટર્ન બદલાઈ રહી છે. એમાંય આ વખતે પહેલાં છેક ભૂમધ્ય સમુદ્રના માથે જામેલાં તોફાનને લીધે કમોસમી વરસાદ આવી પડ્યો, પછી વાવાઝોડા ‘બિપરજૉય’ને કારણે મેઘરાજાની સવારીનું મુહૂર્ત બગડ્યું અને એ પછી એકધારાં વરસેલાં પાણીએ હાલત કફોડી કરી નાખી.
નિતુલ ગજ્જર (વડોદરા)
શું છે વર્ષાચક્રનું ચક્કર?

સામાન્ય રીતે ૧ જૂને કેરળના દરિયાકિનારે સીઝનનો પહેલો વરસાદ સા થાય એ પછી ધીરે ધીરે ભારતમાં ચોમાસું જામવા માંડે. જો કે પાછલાં કેટલાંક વર્ષોથી ચોમાસાની પૅટર્ન બદલાઈ રહી છે. આ વર્ષે જ જોઈએ તો મે મહિનાના ત્રીજા સપ્તાહે તો ઘણા વિસ્તારોમાં ચોમાસા જેવો વરસાદ ખાબક્યો. ચોમાસાની વિધિવત્ શરૂઆત પહેલાં આવાં ઝાપટાં પડે છે, પરંતુ આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તરીકે ઓળખાતી હવામાનની સ્થિતિને કારણે માહોલ એકદમ ચોમાસા જેવો જ જામી ગયો.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એ આમ તો યુરોપ, આફ્રિકા અને એશિયા એ ત્રણ ખંડ વચ્ચે ઘેરાયેલા ભૂમધ્ય (મેડિટરેનિયન) સમુદ્રના માથે સર્જાતા વાવાઝોડા જેવું તોફાન છે, પણ એની અસર ભારતના ઉત્તર અને પશ્ચિમ ભાગથી માંડી છેક બાંગ્લાદેશ સુધી જોવા મળે છે. વરસાદની સીઝન વગર મુખ્યત્વે ભૂમધ્ય અને કૅસ્પિયન સમુદ્ર પર સર્જાતાં આ વરસાદી તોફાનોને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તરીકે ઓળખવામાં આવે છે. આ વખતે આ કુદરતી રમખાણને લીધે ઉતાવળે શરૂ થયેલું ચોમાસું સરેરાશથી નબળું રહેવાની શક્યતા નિષ્ણાતો જોઈ રહ્યા છે. ચોમાસું માથે છે ત્યારે વરસાદ વિશેની કેટલીક એવી વાત અહીં કરવી છે, જે સામાન્યપણે લોકોના ધ્યાનબહાર રહી જતી હોય છે.

વેધર ફોરકાસ્ટિંગ-હવામાનના વરતારામાં ભારત પણ દુનિયાના અન્ય દેશની જેમ જ સેટેલાઈટ ઈમેજ, વાદળોની રચના, હવાના દબાણ, વગેરેનું નિરીક્ષણ કરીને ડેટા તૈયાર કરે છે. સરકાર હસ્તકના ભારતીય હવામાન વિભાગ ઉપરાંત સ્કાયમેટ જેવી કેટલીક પ્રાઈવેટ કંપની પણ વાતાવરણનો અભ્યાસ કરે છે. ગુજરાતમાં આ વખતે વહેલું ચોમાસું બેઠું એનું કારણ જણાવતાં દિલ્હીસ્થિત સ્કાયમેટ વેધર સર્વિસના મુખ્ય હવામાનશાસ્ત્રી મહેશ પલાવત ચિત્રલેખાને કહે છેઃ

‘ચોમાસાની અનિયમિતતા પાછળ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મુખ્ય કારણ છે. આ વર્ષે એપ્રિલ અને મે એ બન્ને મહિનામાં આ પ્રકારની સ્થિતિ સર્જાતાં ખેતીવાડીને અસર કરે એવાં માવઠાં થયાં છે. એ માટે ક્લાઈમેટ ચેન્જ જવાબદાર હોવાની પણ શક્યતા છે. જો કે જ્યાં સુધી એકસાથે સતત સાત-આઠ વર્ષ સુધી આ રીતની પરિસ્થિતિ ન સર્જાય ત્યાં સુધી એને ક્લાઈમેટ ચેન્જનું નામ આપવું યોગ્ય નથી.’

ભૂમધ્ય અને કૅસ્પિયન સમુદ્ર પર સર્જાતાં વરસાદી તોફાનોની અસર છેક ભારત સુધી પહોંચે છે. હમણાં આપણે એનો અનુભવ કર્યો.

Bu hikaye Chitralekha Gujarati dergisinin July 17, 2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye Chitralekha Gujarati dergisinin July 17, 2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

CHITRALEKHA GUJARATI DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
Chitralekha Gujarati

મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના

પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...

time-read
3 dak  |
January 06, 2025
નવું વર્ષ... નવી શરૂઆાત
Chitralekha Gujarati

નવું વર્ષ... નવી શરૂઆાત

બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર

time-read
2 dak  |
January 06, 2025
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
Chitralekha Gujarati

ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?

શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.

time-read
2 dak  |
January 06, 2025
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
Chitralekha Gujarati

પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!

જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.

time-read
4 dak  |
January 06, 2025
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
Chitralekha Gujarati

જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર

જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.

time-read
4 dak  |
January 06, 2025
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
Chitralekha Gujarati

ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?

૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?

time-read
4 dak  |
January 06, 2025
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
Chitralekha Gujarati

લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?

ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!

time-read
6 dak  |
January 06, 2025
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
Chitralekha Gujarati

પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા

આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.

time-read
5 dak  |
January 06, 2025
માનું દૂધ પણ અમૃત સમાન રહ્યું નથી!
Chitralekha Gujarati

માનું દૂધ પણ અમૃત સમાન રહ્યું નથી!

નવજાત શિશુનો પહેલો આહાર એટલે એની જનેતાનું દૂધ. એ દૂધ જે બાળક માટે અનેક વ્યાધિ સામેનું ટૉનિક પણ છે. જો કે હવે એવો દાવો કરી શકાય એમ નથી. હવા અને પાણીમાં ઠલવાતાં વિષારી તત્ત્વો તથા કેમિકલ્સ કોઈ ને કોઈ રીતે આપણા શરીરમાં પહોંચે છે. એ પ્રમાણ એટલું વધી ગયું છે કે એનાથી તો હવે માતાનું દૂધ સુદ્ધાં અભડાઈ ગયું છે.

time-read
4 dak  |
January 06, 2025
સંવેદનશીલ સાહિત્યકારના મનોજગતમાં ડોકિયું
Chitralekha Gujarati

સંવેદનશીલ સાહિત્યકારના મનોજગતમાં ડોકિયું

સામાજિક નિસબત સાથે લલિત સાહિત્યનું સંતુલન જાળવી સાતત્યથી સર્જન કરતાં હિમાંશી શેલતને પ્રતિષ્ઠિત ‘કુવેમ્પૂ રાષ્ટ્રીય પુરસ્કાર' જાહેર થયો છે ત્યારે આ...

time-read
2 dak  |
January 06, 2025