આજ બિરજ મેં હોરી રે, આયી રસિયા કી ટોરી...
Chitralekha Gujarati|April 01, 2024
‘ઐસી હોરી તોહે ખિલાઉં, દૂધ છઠ્ઠી કો યાદ દિલાઉં, સૂન રે સાંવરે...’ વસંત પંચમીથી શરૂ થયેલી વ્રજમંડળની હોળી દોઢ મહિનો ચાલે છે. વ્રજનાં તમામ માં વિવિધ સ્વરૂપે હોળી ખેલાય છે, અનેક મનોરથ થાય છે, પણ બરસાનાની લઠમાર હોળી જોવા તો દુનિયાભરમાંથી ટૂરિસ્ટો ઊમટે છે. આ પ્રસંગે કૃષ્ણના ભક્તોને રાધાજીની ભક્તાણીઓ તરફથી પડતી લાઠી પાછળનો ભાવ સમજવા જેવો છે.
સમીર પાલેજા (મુંબઈ)
આજ બિરજ મેં હોરી રે, આયી રસિયા કી ટોરી...

ને આખી ગલીમાં લાલ રંગનું પ્રવાહી વહી નીકળે છે ત્યારે સર્વ ઉપસ્થિત જનોનાં હૃદયમાં લાગણીનાં ઘોડાપૂર ઊમટે છે.

જી ના, આ કોઈ રમખાણ કે કાપાકાપીની વાત નથી. આ તો બરસાનાની વિશ્વપ્રસિદ્ધ લઠમાર (લઠ્ઠામાર પણ કહે છે) હોળીનો પ્રસંગ છે. લઠમાર હોળીમાં રાધાજીના ગામ બરસાનાની સ્ત્રીઓ કૃષ્ણના ગામ નંદગાંવના પુરુષો પર લાઠી વરસાવીને હોળી રમે છે. આ પરંપરાનાં મૂળ પાંચ હજાર વર્ષ પૂર્વેની કૃષ્ણલીલામાં છે.

મુંબઈની ભક્તિવેદાંત હૉસ્પિટલમાં સ્પિરિચ્યુઅલ કૅર વિભાગ સંભાળતા ડૉ. વિવેકાનંદ શાનબાગ વ્રજના ભોમિયા અને કૃષ્ણલીલાના અઠંગ અભ્યાસુ છે. વ્રજવાસીઓના સત્સંગ અને પ્રાચીન શાસ્ત્રોમાંના ઉલ્લેખોને આધારે વિવેકાનંદજી ચિત્રલેખાને કહે છે:

વ્રજમાં વસંત પંચમીથી હોળી ઉત્સવનો આરંભ થાય, જે ફાગણ પૂનમ પછીના પાંચ દિવસ સુધી અર્થાત્ આશરે ૪૫ દિવસ ચાલે. આમાં સૌથી વધારે પ્રસિદ્ધ ફાગણ સુદ આઠમની લઠ્ઠમાર હોળી અને ફાગણ સુદ નોમની લઠમાર હોળી અથવા રંગીલી હોળી છે. કૃષ્ણલીલામાં આવતી કથા મુજબ બાળકૃષ્ણ અને બલરામજી એક બ્રાહ્મણને હોળીખેલના આમંત્રણ સાથે રાધાજી પાસે બરસાના મોકલે છે. પાંડે નામના આ બ્રાહ્મણ બિચારા રાધાજીના મહેલ સુધી પહોંચે એ પહેલાં જ બરસાનાની ભાગોળે ગોપીઓ એમને ઘેરી લે છે અને પિચકારીથી રંગી નાખે છે. એ બાપડા દિગ્મૂઢ થઈ જાય છે. દરમિયાન ગોપીઓના ટોળાને ચીરતાં રાધાજી આવી પહોંચે છે અને શરમથી પાણી પાણી થઈ ગયેલા બ્રાહ્મણને નટખટ ગોપીઓના સકંજામાંથી છોડાવીને પોતાના મહેલ પર લઈ જાય છે.

‘પાંડેલીલા તરીકે ઓળખાતી આ કથામાં પછી તો નંદગાંવના બ્રાહ્મણ પાસે રાધારાણી ક્ષમાયાચના કરે છે. હૂંફાળા સુગંધી જળથી એમના સ્નાનનો બંદોબસ્ત કરાવે છે. નવાં વસ્ત્રો આપે છે. રાજમહેલના સિંહાસન પર બેસાડીને એમનું ચરણપ્રક્ષાલન કરે છે. મીઠાઈ અને પ્રસાદનો થાળ આપે છે. માતા કીર્તિદાને બ્રહ્મદેવના આગમનની જાણ થતાં એ રાજી થઈને લાડુનો થાળ લઈને આવે છે. અતિથિભાવથી કીર્તિદાદેવી એક પછી એક લાડુ પાંડેજીના મુખમાં આગ્રહ કરી કરીને ઠોસે છે. ત્યાર બાદ પાંડે બ્રાહ્મણને દક્ષિણા, દાગીના આપીને રાજવી ઠાઠ સાથે પાલખીમાં બેસાડીને વૈદિક મંત્રોચ્ચાર સાથે નંદગાંવ જવા વિદાય કરે છે.'

Bu hikaye Chitralekha Gujarati dergisinin April 01, 2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye Chitralekha Gujarati dergisinin April 01, 2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

CHITRALEKHA GUJARATI DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
શોષણ કરવાની આપણી માનસતા છો ક્યારે?
Chitralekha Gujarati

શોષણ કરવાની આપણી માનસતા છો ક્યારે?

શ્રમિકોને એમના અધિકાર આપવાની દાનત નથી અને કાયદા પણ પાંગળા બની રહ્યા છે.

time-read
3 dak  |
July 15, 2024
સ્ત્રી અને ગર્ભસ્થ બાળકનાં સ્વાસ્થ્ય માટે આટલું ધ્યાન રાખો...
Chitralekha Gujarati

સ્ત્રી અને ગર્ભસ્થ બાળકનાં સ્વાસ્થ્ય માટે આટલું ધ્યાન રાખો...

આયર્ન-ફોલિક ઍસિડની સાથે સાથે કૅલ્શિયમ સભર આહાર ગણાય આ ગાળામાં ઉત્તમ.

time-read
3 dak  |
July 15, 2024
એમની સાંખોનું નિશાન છે, ત્રીજી આંખ
Chitralekha Gujarati

એમની સાંખોનું નિશાન છે, ત્રીજી આંખ

આજની મહિલા વિવિધ ક્ષેત્ર સર કરી રહી છે ત્યારે સીસીટીવી સિક્યોરિટી સિસ્ટમ જેવા ટેક્નિકલ ફીલ્ડમાં ડિજિટલ છલાંગ ભરી રહેલાં સુરતનાં આ સન્નારી અનેક સ્ત્રીઓ માટે પ્રેરક બન્યાં છે. પ્રસ્તુત છે એક નારીની નવલી બિઝનેસ ગાથા.

time-read
2 dak  |
July 15, 2024
ત્રણ સામે ત્રણ... જોખમ સામે આશા!
Chitralekha Gujarati

ત્રણ સામે ત્રણ... જોખમ સામે આશા!

શૅરબજારમાં ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગથી રિટેલ રોકાણકારોને દૂર રાખવા, તમામ પ્લેયર્સને સાઈબર જોખમોથી બચાવવા અને ડિજિટલ પ્લૅટફૉર્મના લેભાગુઓથી મધ્યસ્થીઓ સહિત નવા ઈન્વેસ્ટર્સને ચેતવવા ‘સેબી’એ હમણાં વધુ કદમ ભર્યાં છે એની ઝલક જોઈએ.

time-read
3 dak  |
July 15, 2024
દસ લાખ આપો...નીટમાં સફળ થાવ!
Chitralekha Gujarati

દસ લાખ આપો...નીટમાં સફળ થાવ!

હવે ગેરરીતિમાં પણ ગૅરન્ટી? ચકચારી એક્ઝામ ફ્રૉડના ગોધરા કનેક્શને ગુજરાત સરકાર અને રાજ્યની પોલીસને દોડતી કરી દીધી. અનેક ધરપકડો પછી હવે સીબીઆઈએ તપાસ સંભાળી છે.

time-read
3 dak  |
July 15, 2024
નીટમાં ચીટ ટાળવા હવે કરો સર્જરી...
Chitralekha Gujarati

નીટમાં ચીટ ટાળવા હવે કરો સર્જરી...

મેડિકલ-ડેન્ટલ કૉલેજમાં પ્રવેશ અપાવતી પરીક્ષાનાં પેપર ફાં, વિદ્યાર્થીઓને અણહક્કના ગ્રેસ માર્ક્સ અપાયા અને ખાસ તો અમુક પરીક્ષાર્થીની ઉત્તરવહી સાથે પણ ચેડાં થયાં. સરકાર અને તપાસ એજન્સીઓ હવે અચાનક જાગ્રત થઈ છે. અહીં સવાલ એ છે કે લાખ્ખો વિદ્યાર્થીનાં ભવિષ્યનો સવાલ હોય ત્યારે આગોતરી સાવચેતી કેમ રાખી ન શકાય?

time-read
5 dak  |
July 15, 2024
પડદા પાછળ રહીને રમતો કૅપ્ટન
Chitralekha Gujarati

પડદા પાછળ રહીને રમતો કૅપ્ટન

ગયા વર્ષે ઘરઆંગણે, અમદાવાદમાં એક લાખ કરતાં વધુ દર્શકોની હાજરીમાં વન-ડે વર્લ્ડ કપની ફાઈનલમાં ધોવાઈ ગયેલી ટીમની આબરૂ પુનઃ સ્થાપિત કરવાનું કામ લગીરે સહેલું નહોતું. જો કે રાહુલ દ્રવિડ જેનું નામ. ભૂતકાળના સારા-નરસા અનુભવોનો ભાર રાખ્યા વગર, ગમે એવી પરિસ્થિતિમાં મગજ પરનો કાબૂ ગુમાવ્યા વગર અને વિશેષ તો જરાય ગાજવીજ કર્યા વગર કોચ તરીકે એણે ટીમને ફરી બેઠી કરી અને લાંબા સમયથી ભારત જેનાથી વંચિત હતું એ ટી-૨૦ વર્લ્ડ કપ જિતાડી આપ્યો. એણે મેદાનમાં રમવા ઊતરવાનું નહોતું, ચાલ ચાલવાની રણનીતિ અજમાવવાની હતી.

time-read
4 dak  |
July 15, 2024
આ અંધારિયો કમરો તમારી આંખ ખોલશે!
Chitralekha Gujarati

આ અંધારિયો કમરો તમારી આંખ ખોલશે!

અંધજનોની વ્યથા સમજવી છે? ભારત માટે નવતર કહી શકાય એવા આશરે દાયકા અગાઉ શરૂ કરવામાં આવેલા ‘વિઝન-ઈન-ધ-ડાર્ક' પ્રોજેક્ટને હમણાં મ્યુઝિયમ તરીકેની ઓળખ મળી છે અને આ એક અભ્યાસનો-સંવેદનાનો વિષય બન્યો છે.

time-read
4 dak  |
July 15, 2024
વડોદરામાં સર્જાય છે પુરીનો માહોલ...
Chitralekha Gujarati

વડોદરામાં સર્જાય છે પુરીનો માહોલ...

ગુજરાતની સાંસ્કૃતિક નગરીમાં રાજપરિવાર સાથે નાતો ધરાવતું ભગવાન જગન્નાથનું મંદિર અને એની રથયાત્રા અનેક વિશિષ્ટતા ધરાવે છે. અષાઢી બીજ આવી રહી છે ત્યારે ચાલો, મહાલીએ એના માહોલમાં.

time-read
3 dak  |
July 15, 2024
વડોદરામાં સર્જાય છે પુરીનો માહોલ...
Chitralekha Gujarati

વડોદરામાં સર્જાય છે પુરીનો માહોલ...

ગુજરાતની સાંસ્કૃતિક નગરીમાં રાજપરિવાર સાથે નાતો ધરાવતું ભગવાન જગન્નાથનું મંદિર અને એની રથયાત્રા અનેક વિશિષ્ટતા ધરાવે છે. અષાઢી બીજ આવી રહી છે ત્યારે ચાલો, મહાલીએ એના માહોલમાં.

time-read
3 dak  |
July 15, 2024