સરકાર મારી... તો લગામ પણ મારી જ ને!
Chitralekha Gujarati|June 24 , 2024
નવી સરકારની રચના પહેલાં નીતિશ કુમાર અને ચંદ્રાબાબુ નાયડુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું નાક દબાવશે એવી શક્યતા વ્યક્ત થતી હતી, પરંતુ મોદીએ એમની માગણી અને મહત્ત્વાકાંક્ષા પર લગામ તાણી દીધી છે. પ્રધાનમંડળમાં સંખ્યાબળથી માંડી ખાતાંની ફાળવણીમાં પણ મોદીએ એમની કારી ફાવવા દીધી નથી.
હીરેન મહેતા
સરકાર મારી... તો લગામ પણ મારી જ ને!

રાજકીય વર્તુળોમાં જેટલો ગણગણાટ હતો એના કરતાં ઘણી સરળતાથી નરેન્દ્ર મોદીની ત્રીજી વારની સરકાર સત્તારૂઢ થઈ ગઈ છે અને મોદીએ એમની આદત પ્રમાણે વડા પ્રધાનપદ સંભાળતાંની સાથે જ અઢી મહિનાથી ચૂંટણીની આચારસંહિતાને કારણે સુષુપ્ત થઈ પડેલા પ્રશાસનતંત્રને ચાબુક મારી ફરી દોડતું પણ કરી દીધું છે.

ગયા મંગળવારે ચૂંટણીનાં પરિણામ જાહેર થતાં ગયાં અને ભાજપ પોતે સ્પષ્ટ બહુમતથી છેટે રહી જશે એ સાફ થયું ત્યારથી મોદીએ વડા પ્રધાન તરીકેની એમની ત્રીજી મુદતમાં વિશેષ તો તેલુગુ દેશમના ચંદ્રાબાબુ નાયડુ (લોકસભામાં ૧૬ બેઠક) અને જનતા દળ-યુનાઈટેડના નીતિશ કુમાર (લોકસભામાં ૧૨ બેઠક)ના ઓશિયાળા બનીને રહેવું પડશે એવી ચર્ચા હતી. આખરે તો એમની સરકારનું અસ્તિત્વ આ બે મોટા સાથી પક્ષો પર અવલંબિત છે. આ બન્ને પક્ષોની અપેક્ષા (ખરેખર તો માગણી)ની યાદી બહુ મોટી હતી. રાજકારણમાં આમેય નાક દબાવવાના મોકા કોઈ છોડતું નથી. એ હિસાબે આ બન્ને પક્ષે પ્રધાનમંડળમાં મોટા સહભાગની માગણી કરી હતી. રાજકારણના ખેલમાં બોલ્યા વગર પણ ઘણા સંકેત આપવામાં આવે છે. મોદી પોતાની માગણી નહીં સ્વીકારે તો ભાજપ સાથે છેડો ફાડવા સુધીની નોબત આવી શકે એવા ઈશારા આપવામાં આવ્યા હોય એવી પણ ભારોભાર શક્યતા છે.

હાથ જોડ્યા, પણ હાથ ઉપર રાખ્યા: નરેન્દ્ર મોદીએ ભાજપના મોટા ભાગના મંત્રીઓનાં ખાતાં જાળવી રાખવામાં પણ સફળતા મેળવી.

Bu hikaye Chitralekha Gujarati dergisinin June 24 , 2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye Chitralekha Gujarati dergisinin June 24 , 2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

CHITRALEKHA GUJARATI DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
ગરબા સંગે ડાકલાં પણ ગુંજે
Chitralekha Gujarati

ગરબા સંગે ડાકલાં પણ ગુંજે

દેવીની ઉપાસના માટે ડાકલાંનો ગેબી નાદ, આહવાન માટે હાકોટા અને ભૂવા ધૂણવાની પરંપરા હવે ગરબાના મંચ સુધી પહોંચ્યાં છે. સૌમ્ય ભક્તિના માતાજીના ગરબાની જેમ રૌદ્ર ઉપાસનાનાં દેવી માનાં ડાકલાંગીતનાં મ્યુઝિક આલબમ વધી રહ્યાં છે. આવો, મેળવીએ ડાકલાંનો પરિચય.

time-read
5 dak  |
October 14, 2024
અંગદાન કરનારા અને લેનારામાં છે આવો ભેદભાવ
Chitralekha Gujarati

અંગદાન કરનારા અને લેનારામાં છે આવો ભેદભાવ

સ્ત્રી કરતાં પુરુષ અનેક વાતે ચઢિયાતા ગણાય છે તો ઑર્ગન ડોનેશનમાં કેમ પાછળ છે?

time-read
3 dak  |
October 14, 2024
શક્તિની ઉપાસના સાથે માતાજીને ધરાવો આ પ્રસાદ
Chitralekha Gujarati

શક્તિની ઉપાસના સાથે માતાજીને ધરાવો આ પ્રસાદ

કઈ રીતે બનાવશો અંબે માને પસંદ એવી મલાઈ માવા સુખડી?

time-read
2 dak  |
October 14, 2024
ભડકીલા રંગની લિસ્ટિનો લાલચટક વિવાદ
Chitralekha Gujarati

ભડકીલા રંગની લિસ્ટિનો લાલચટક વિવાદ

સદીઓથી આજ સુધી મહિલાના સૌંદર્યપ્રસાધનની આ અનિવાર્ય આઈટેમને કારણે એક મહિલાની નોકરી જોખમમાં આવી પડતાં એ વિવાદનું કારણ બની છે.

time-read
7 dak  |
October 14, 2024
રાઈનો પહાડ ના કરવો...
Chitralekha Gujarati

રાઈનો પહાડ ના કરવો...

મોટા સુખની નાની ચાવી શાંતિનો આધાર તમારી પાસે વિકલ્પ પસંદ કરવાની અને આસપાસની સ્થિતિને નિયંત્રિત કરવાની કેટલી સ્વતંત્રતા છે એના પર છે. હું કયા સંઘર્ષનો સ્વીકાર કરું અને કઈ માથાકૂટને દૂર રાખું એ નક્કી કરવાની છૂટ હોય એ મારી શાંતિ માટેની પૂર્વશરત છે. જે સંઘર્ષ સાર્થક છે એ શાંતિનો અનુભવ કરાવે. જે સંઘર્ષ નિરર્થક છે એ અશાંતિ આપે.

time-read
5 dak  |
October 14, 2024
એક શિક્ષકની બદલીએ ગામને હિબકે ચડાવ્યું!
Chitralekha Gujarati

એક શિક્ષકની બદલીએ ગામને હિબકે ચડાવ્યું!

ઘોડે બેસાડી રાઘવ કટકિયાને વિદાય આપનારા મિતિયાળાવાસીઓ ધ્રૂસકે ધ્રૂસકે રડ્યા.

time-read
3 dak  |
October 14, 2024
ઈઝરાયલનો પ્રતિશોધ ક્યાં અટકશે?
Chitralekha Gujarati

ઈઝરાયલનો પ્રતિશોધ ક્યાં અટકશે?

ગાઝા પટ્ટીથી થયેલા હુમલાને એક વર્ષ થવા આવ્યું છે ત્યારે ઈઝરાયલ આદું ખાઈને ઈસ્લામી આતંકી સંગઠનોની પાછળ પડ્યું છે. આ જૂથોના જે આગેવાન જ્યાં હાથમાં આવે ત્યાં એને ખતમ કરવા માટે ઈઝરાયલ મોટાં જોખમ પણ લઈ રહ્યું છે. ઈઝરાયલનું ઝનૂન જોતાં લાગે છે કે એનો જંગ ઝટ પૂરો નહીં થાય.

time-read
3 dak  |
October 14, 2024
જસ્ટ, એક મિનિટ.
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ.

પસંદગી કરવાનું આપણા હાથમાં છે. સુખી થવાનો એ મહામાર્ગ છે.

time-read
1 min  |
Chitralekha Gujarati - 14 October, 2024
પ્રશંસા અને ટીકાની વચ્ચે
Chitralekha Gujarati

પ્રશંસા અને ટીકાની વચ્ચે

જીવનમાં કેટલું હજી કરવાનું બાકી છે દુનિયાની દાદ કે ટીકા માટે વખત નથી.

time-read
2 dak  |
Chitralekha Gujarati - 14 October, 2024
ઈસ્ટ યા વેસ્ટ, ઈન્વેસ્ટમેન્ટ માટે ઈન્ડિયા ઈઝ બેસ્ટ...
Chitralekha Gujarati

ઈસ્ટ યા વેસ્ટ, ઈન્વેસ્ટમેન્ટ માટે ઈન્ડિયા ઈઝ બેસ્ટ...

વિદેશી ઈન્વેસ્ટર્સ શા માટે ભારતીય માર્કેટમાં એમનું રોકાણ વધારી રહ્યા છે? એનો જવાબ ભારતીય રોકાણકારોએ ખાસ જાણવો જોઈએ. વૈશ્વિક પરિબળો પણ ચોક્કસ સંકેત આપતાં રહ્યાં છે. આ જવાબની કેટલીક પાયાની બાબત સમજીએ...

time-read
2 dak  |
October 07, 2024