જિંદગી એટલે વિસ્તરીને સમેટાઈ જવાની કથા. શ્વાસોની સફરમાં અનેકવિધ પડાવ આવે છે. આ પડાવમાં ભાવ અને અભાવ બન્ને સંકળાયેલા હોય. કોઈ તબક્કે સફળતાનો તો કોઈ તબક્કે નિષ્ફળતાનો સ્વાદ ચાખવાનો હોય. પાંચ ફિલ્મ હિટ ગયા પછી બે ફિલ્મ ફ્લોપ જાય તો ભલભલો સુપરસ્ટાર પણ અવઢવમાં મુકાઈ જાય. પ્રાપ્તિ અને તૃપ્તિ વચ્ચેનો ભેદ સમજવો અઘરો નથી, પણ સ્વીકારવો જરૂર અઘરો પડે. આપણે જેને સંતોષની અવસ્થા માનતા હોઈએ એને દુનિયા મર્યાદા તરીકે નવાજી શકે છે. આપણે વિચાર એ કરવાનો કે દુનિયાને ગમે એવા માપદંડો સાથે જીવતાં જવું કે માંહ્યલાના માર્ગદર્શન પ્રમાણે જીવી જવું.
માર્ગ હોય એટલે અવરોધો પણ હોવાના. ઉમાશંકર જોશીની પંક્તિ પ્રમાણે વિકસિત દેશોના માઈલોના માઈલો મારી અંદર જેવા રસ્તા પર પણ અકસ્માતો થતા જ હોય છે. છતાં સફર તો જારી રાખવાની જ છે.
Bu hikaye Chitralekha Gujarati dergisinin July 15, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Chitralekha Gujarati dergisinin July 15, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...
નવું વર્ષ... નવી શરૂઆાત
બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.
માનું દૂધ પણ અમૃત સમાન રહ્યું નથી!
નવજાત શિશુનો પહેલો આહાર એટલે એની જનેતાનું દૂધ. એ દૂધ જે બાળક માટે અનેક વ્યાધિ સામેનું ટૉનિક પણ છે. જો કે હવે એવો દાવો કરી શકાય એમ નથી. હવા અને પાણીમાં ઠલવાતાં વિષારી તત્ત્વો તથા કેમિકલ્સ કોઈ ને કોઈ રીતે આપણા શરીરમાં પહોંચે છે. એ પ્રમાણ એટલું વધી ગયું છે કે એનાથી તો હવે માતાનું દૂધ સુદ્ધાં અભડાઈ ગયું છે.
સંવેદનશીલ સાહિત્યકારના મનોજગતમાં ડોકિયું
સામાજિક નિસબત સાથે લલિત સાહિત્યનું સંતુલન જાળવી સાતત્યથી સર્જન કરતાં હિમાંશી શેલતને પ્રતિષ્ઠિત ‘કુવેમ્પૂ રાષ્ટ્રીય પુરસ્કાર' જાહેર થયો છે ત્યારે આ...