કાવડયાત્રાનો વિવાદઃ કહીં પે નિગાહેં... કહીં પે નિશાના
Chitralekha Gujarati|August 05, 2024
ભાજપ નેતાગીરી સાથે હિસાબ સરભર કરવા યોગી આદિત્યનાથે કાવડયાત્રાના રસ્તે બેસતા લારી-ગલ્લાવાળાઓને એમનાં નામ લખવાનો આદેશ આપી કટ્ટર હિંદુઓને પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કર્યો છે.
હીરેન મહેતા
કાવડયાત્રાનો વિવાદઃ કહીં પે નિગાહેં... કહીં પે નિશાના

લોકસભા ચૂંટણીનાં પરિણામ જાહેર થયાને બે મહિના થવા આવ્યા, પણ એને કારણે પેદા થયેલાં વમળ હજી શમ્યાં નથી.

દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં ભાજપે છેલ્લી ચૂંટણીના પ્રમાણમાં ઊજળા દેખાવની આશા રાખી હતી, પરંતુ એમાં તો ભાજપે રોવાનો વારો આવ્યો, કારણ કે ૨૦૧૯ની ૬૨ સામે આ વખતે ભાજપ અને એના સાથી પક્ષોને ૩૭ બેઠક જ મળી. અયોધ્યાનું રામમંદિર પણ ભાજપની નાવડીને ઉગારી ન શક્યું. આ પરાજયનો ઓળિયોઘોળિયો મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથના માથે આવ્યો એટલે યોગી ગિન્નાયા છે. એ સાથે ઉત્તર પ્રદેશ ભાજપમાં ઘણા સમયથી ઊકળતા ચરુનો ભેદ પણ ખૂલ્યો છે.

હમણાં ઉત્તર પ્રદેશમાં કાવડયાત્રાના મુદ્દે જે વિવાદ જામ્યો એના મૂળમાં ભાજપનો આ આંતરિક વિખવાદ હોવાનું ખુલ્લેઆમ બોલાય છે. લોકસભા ચૂંટણીનાં પરિણામ આવ્યાં ત્યારથી યોગીના જ સહકારી અને નાયબ મુખ્ય પ્રધાન કેશવ પ્રસાદ મૌર્ય ભાજપની ગણતરી ઊંધી પાડવા માટે છાશવારે યોગી તરફ આંગળી ચીંધી રહ્યા છે. મોર્ય પોતે પછાત વર્ગના કદાવર નેતા છે, પણ અત્યારે એમનું વાછરડું બીજી કોઈ ખૂંટીએ બંધાઈને કૂદાકૂદ કરી રહ્યું છે. મૌર્યની ઊછળકૂદ પાછળ પક્ષના કોઈ વરિષ્ઠ નેતાનો જ હાથ હોવાનું ન સમજી શકે એવા કાચા તો યોગીજી છે નહીં. ભાજપનું મોવડીમંડળ યોગીને દૂર કરવા માગે છે એવી વાત પણ થોડા સમયથી હવામાં છે.

આ બધી સોગઠીને એકસાથે માત આપવા યોગીએ આ સપ્તાહે શરૂ થયેલી કાવડયાત્રાને હાથો બનાવી. ઉત્તર પ્રદેશ સહિતનાં રાજ્યોમાં આ યાત્રાનું બહુ મહત્ત્વ છે. શ્રાવણ મહિનામાં ગંગાજીનું પાણી લઈ જઈ કાવડિયા જુદાં જુદાં શંકરમંદિરે એ ચડાવે છે. આ એક મહિનામાં ચારેક કરોડ શ્રદ્ધાળુ હિંદુઓ ઉત્તર પ્રદેશના જુદા જુદા જિલ્લામાંથી પસાર થાય છે. યાત્રાના રસ્તે બેસીને સેંકડો લારી-ગલ્લાવાળા નાનો-મોટો ધંધો કરે છે. ઝાઝું અક્ષરજ્ઞાન ન ધરાવતા અને એને કારણે રોજગારીનો બીજો વિકલ્પ ન ધરાવતા અનેક મુસ્લિમ યુવાનો આ એક મહિનાની યાત્રા દરમિયાન ખાણી-પીણીના બાંકડા લગાવી પૈસા રળે છે.

Bu hikaye Chitralekha Gujarati dergisinin August 05, 2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye Chitralekha Gujarati dergisinin August 05, 2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

CHITRALEKHA GUJARATI DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
ઋતુપલટોઃ ભ્રમ ને ભય ફેલાવવાનું શસ્ત્ર?
Chitralekha Gujarati

ઋતુપલટોઃ ભ્રમ ને ભય ફેલાવવાનું શસ્ત્ર?

જાણકારો કહે છે કે ભારત તથા આફ્રિકન રાષ્ટ્રોને વિકાસની દૃષ્ટિએ પોતાના સમોવડિયા બનતાં રોકવા માટે વિકસિત દેશોનું પાછલાં ૧૦૦ વર્ષનું સૌથી મોટું સૅમ એટલે ક્લાઈમેટ ચેન્જ.

time-read
5 dak  |
September 23, 2024
ગુજરાતમાં પણ છે વક્કના વિવાદ
Chitralekha Gujarati

ગુજરાતમાં પણ છે વક્કના વિવાદ

રાજ્યમાં જૂની વર્ક્સ મિલકતોની તકરાર અને નવી વક્ત મિલકત માટે દાવા અચાનક વધ્યા છે. અલ્લાહને સમર્પિત મિલકત માટે નૈતિક અને કાનૂની આચરણ સામે હવે સવાલ કેમ ઊભા થાય છે?

time-read
4 dak  |
September 23, 2024
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
Chitralekha Gujarati

આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!

પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.

time-read
4 dak  |
September 23, 2024
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
Chitralekha Gujarati

કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!

પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.

time-read
4 dak  |
September 23, 2024
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
Chitralekha Gujarati

સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો

સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.

time-read
5 dak  |
September 23, 2024
મણિપુરને ફરી સળગવા ન દો.
Chitralekha Gujarati

મણિપુરને ફરી સળગવા ન દો.

શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.

time-read
5 dak  |
September 23, 2024
જસ્ટ, એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે

time-read
1 min  |
September 23, 2024
કરપીણ, દયનીય, અમાનવીય
Chitralekha Gujarati

કરપીણ, દયનીય, અમાનવીય

ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.

time-read
2 dak  |
September 23, 2024
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
Chitralekha Gujarati

વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...

બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.

time-read
2 dak  |
September 16, 2024
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
Chitralekha Gujarati

બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે

‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.

time-read
3 dak  |
September 16, 2024