મોદી સરકારના નવી ટર્મના પ્રથમ બજેટે શૅરબજારને પ્રથમદર્શી રીતે નિરાશ કરીને પગારદાર, મધ્યમ વર્ગ અને લઘુ-મધ્યમ ઔદ્યોગિક એકમોને રાહત તેમ જ પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કર્યો છે. આ ઉપરાંત, સૌથી વધુ ધ્યાન જેના પર આપવામાં આવ્યું છે એમાં રોજગાર સર્જન અને કૃષિ વિકાસ પર તેમ જ ખેડૂતોને રાહત અને યુવા તેમ જ મહિલા વર્ગનો સમાવેશ થાય છે. સતત સાતમી વાર બજેટ રજૂ કરનારાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણે આર્થિક-રાજકીય બન્ને મોરચે કુનેહપૂર્વક કામ પાર પાડ્યું હોવાનું કહી શકાય. સારી વાત એ ગણાય કે બજેટે આડેધડ લહાણી ન કરી. આપણે આ બજેટની કેટલીક મહત્ત્વની જાહેરાત તેમ જ એની સંભવિત અસરોની ઝલક જોઈએ.
પગારદાર વર્ગ–મધ્યમ વર્ગ
પગારદાર અને મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખીને વાત કરીએ તો સરકાર હાલનાં બે જુદાં જુદાં કરમાળખાંને સ્થાને નવા માળખા (ન્યુ ટૅક્સ રિજીમ)ને પ્રોત્સાહન આપવાનો ઈરાદો રાખતી હોવાનું કહી શકાય. કરદાતાઓ નવા રિજીમને પસંદ કરે એ માટે નાણાપ્રધાને નોંધપાત્ર રાહત આપી દઈને પરોક્ષ રીતે લોકોને નવા કરમાળખા તરફ વાળવાનો ઉદ્દેશ રાખ્યો છે અર્થાત્ સરકાર વિવિધ કરરાહતો અને કરમુક્તિમાંથી કરદાતાઓને બહાર કાઢવા માગે છે, જે લાંબે ગાળે ફરજિયાત કર બચાવવાના ઈરાદાથી ચોક્કસ બચત યોજનાઓ તરફ વળતા વર્ગને નિરુત્સાહ કરશે.
નિર્મલા સીતારમણનું અંદાજપત્ર આવ્યું... કોના માટે શું શું લાવ્યું?
આનો બીજો અર્થ એ થાય કે લોકો કર બચાવવાની યોજનાઓને બદલે સીધા યા મ્યુચ્યુઅલ ફંડ મારફત ઈક્વિટી માર્કેટ તરફ વધુ વળશે એમ કહી શકાય. નવું કરમાળખું આનો સ્પષ્ટ સંકેત આપે છે.
Bu hikaye Chitralekha Gujarati dergisinin August 05, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Chitralekha Gujarati dergisinin August 05, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
લોકશાહીને ધર્મ માનતા હો તો એના નિયમ પાળો...
સંસદનું વધુ એક સત્ર ઝાઝાં કામકાજ વગર પૂરું થઈ ગયું. ગૌણ મુદ્દે લડાઈ-ઝઘડા વહોરીને, એમાં સમય વેડફીને સાંસદો મહત્ત્વના પ્રશ્નો વિશે ચર્ચા કરવાનું ટાળે છે. એટલું જ નહીં, પ્રજાના પ્રતિનિધિ તરીકે સંસદભવનમાં એમના અવાજને વાચા આપવાની ફરજ પણ ચૂકી જાય છે. આમાં પછી જન સામાન્યને રાજકારણીઓ પર ભરોસો કેમ બેસે?
જસ્ટ, એક મિનિટ...
ધીરજ અને આશાવાદીપણાનો અભિગમ આવા ઉત્સાહભંગની હાલતમાંથી ઉગારી શકે છે.
સંતાન હોવાં જોઈએ કે નહીં?
દિવસો એને ઘણાય અમૂલા દીધા અમે એનાથી દૂર એક ઘડી ના રહ્યા અમે સંતાન ના હોવાની પીડા એટલી ગમી સંતાનની જ જેમ ઉછેરી પીડા અમે.
જલસાઘર
ભારતીય સંગીતનાં બે અણમોલ રતન ખોવાયાં...
કોઈ પુરુષ નવાણીયો ન કુટાઈ જાય એ પણ જુઓ...
ઘરેલુ હિંસાના ઘણાખરા કેસમાં સ્ત્રી જ વિક્ટિમ હોય છે, પણ ક્યારેક આવું બને તો?
બ્રેસ્ટ કેન્સરઃ જાણકાર બનો... સતર્ક રહો!
મેનોપોઝને એક કુદરતી પ્રક્રિયા તરીકે સ્વીકારો, નહીં તો નાહકનાં દુઃખી થશો.
સ્વાસ્થ્યવર્ધક છે કાળા તલનું કચરિયું.
આખા વરસની શક્તિ શરીરમાં ભરી લેવાની ઋતુ છે આ.
મોડર્ન ટેક્નોલોજી ને ખંતનાં વાવેતરથી લડ્યો સહળતાનો મબલક પાક
આજની યુવાપેઢી ખેતીથી દૂર ભાગી રહી છે. પરિવારનાં ખેતર સંભાળવા કોઈ જ ન હોય એવાં અનેક કુટુંબ છે ત્યારે રાજકોટની એક સ્ત્રી પચાસ વીઘાંની ખેતી સંભાળીને આજની પેઢીને નવી દિશા બતાવી રહી છે.
શેતરંજની દુનિયાનો નવો સિતારો...
ચોસઠ પ્યાદાંની દુનિયામાં માત્ર અઢાર વર્ષની વયે ડી. ગુકેશે મેળવેલી સિદ્ધિની સરાહના દુનિયાના ચેસ ચૅમ્પિયનોએ જ નહીં, પણ બીજા સેંકડો લોકોએ કરી. કેવી રીતે એણે આ લડાઈ જીતી, કોણ કોણ હતા એના સારથિ, શું હતી એની વ્યૂહનીતિ... એ જાણવું રસપ્રદ છે.
સેવા-સુવિધાનો આ છે મહાકુંભ...
પ્રયાગરાજ સહિતનાં રેલવેસ્ટેશનના રિ-મોડેલિંગ કરવા ઉપરાંત મુલાકાતીઓ માટે અનેક સ્થળે ટેન્ટ સિટી ઊભી થઈ રહી છે, તો આખી ‘સંગમ નારી′ ઠેર ઠેર ભીંતચિત્રોથી સજી રહી છે. શ્રદ્ધાળુઓ પ્રચારારાજમાં અનેક પ્રાચીન મંદિરનાં દર્શન કરી શકશે.