યાદ છે ને, ચાર વર્ષ પહેલાં કોરોના વાઈરસ મહામારીએ ભારત સહિત યા દુનિયાભરમાં કેવી તબાહી મચાવી હતી. હવે તબીબી નિષ્ણાતો ફરી ચિંતામાં પડ્યા છે, કારણ કે આ વખતે મન્કીપોક્સ અથવા એમપોક્સ તરીકે ઓળખાતો વાઈરસ કોરોનાની જેમ માનવસમાજને ડરાવી રહ્યો છે. જનાવરોમાંથી માનવીઓમાં ફેલાતી આ ચેપી બીમારીના દુનિયાભરમાં અત્યાર સુધીમાં ૨૦,૦૦૦ જેટલા કેસ મળ્યા છે અને આફ્રિકા ખંડમાં ૫૩૦થી વધારે લોકોનાં મૃત્યુ પણ થઈ ચૂક્યાં છે. એકલા કોંગોમાં જ એક વર્ષમાં ૪૫૦ જેટલા લોકો મરણને શરણ થયા છે. આ બીમારી હવે આફ્રિકાથી બહાર ફેલાઈ છે.
ચિંતાની વાત એ કે આ બીમારીના સકંજામાં ૧૫ જેટલા દેશ આવી ગયા છે. ભારતમાં હજી સુધી આ વાઈરસનો એકેય કેસ નોંધાયો નથી, પણ સરકાર સતર્ક થઈ છે અને જનતાએ પણ સાવધાન રહેવાની જરૂર છે, કારણ કે પાકિસ્તાનમાં આ રોગ પ્રવેશી ચૂક્યો છે. ત્યાં આ રોગના ત્રણ દરદી નોંધાયા છે. ત્રણેય કેસ ઈન્ટરનૅશનલ ફ્લાઈટમાંથી ઊતરેલા લોકોમાં મળ્યા છે. એક કેસ સ્વીડનમાં નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં પણ આફ્રિકાના દેશોમાંથી લોકોની અવરજવર ચાલુ જ રહે છે એટલે આ રોગ ભારતમાં ફેલાવાનું જોખમ તો છે જ.
૨૦૨૨માં ભારત આ રોગની ઝપટમાં આવ્યો હતો. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ આ વાઈરસને જાગતિક આરોગ્ય સંક્ટ ઘોષિત પણ કરી દીધો છે. છેલ્લાં બે વર્ષમાં આ બીજી વાર WHOએ આ ઈમર્જન્સી ઘોષિત કરવી પડી છે. આફ્રિકામાં તો આ રોગના કેસ ૧૬૦ ટકા વધી ગયા છે. આ વાઈરસના મુખ્ય બે પ્રકાર છેઃ ક્લેડ-વન અને ક્લેડ-ટુ. ૨૦૨૨માં ક્લેડ-ટુ વેરિઅન્ટનો ઉપદ્રવ ફાટી નીકળ્યો હતો. બાદમાં એનું જોર ઘટી ગયું હતું, પરંતુ હવે ક્લેડ-વનઈ વેરિઅન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે. WHOને ડર છે કે આ બીમારી અન્ય દેશોમાં ફેલાઈ શકે છે. ક્લેડ-વનઈ વેરિઅન્ટ બાળકોને વધુ સંક્રમિત કરે છે.
એમપોક્સનો ફેલાવો રોકવા માટે JYNNEOS નામની એક રસી તો બનાવવામાં આવી છે, પણ ઘણા દેશોમાં એ ઉપલબ્ધ નથી. ભારતમાં પણ નથી. વિશ્વ આરોગ્ય સંસ્થાએ દવા ઉત્પાદક કંપનીઓને અપીલ કરી છે કે એ વેક્સિનના ઈમર્જન્સી ઉપયોગ માટે મદદરૂપ થાય. આ રસીના બે ડોઝ લેવાથી એમપોક્સ સામે રક્ષણ મળે છે. વ્યક્તિએ ચાર અઠવાડિયાંના અંતરે બે ડોઝ લેવાના રહે છે. આ રોગનો ઈલાજ મોટે ભાગે લક્ષણો સામે રાહત આપવા માટે છે. એ માટે ઍન્ટિ-વાઈરલ દવા પણ મદદરૂપ થાય છે.
Bu hikaye Chitralekha Gujarati dergisinin September 02, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Chitralekha Gujarati dergisinin September 02, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...
નવું વર્ષ... નવી શરૂઆાત
બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.
માનું દૂધ પણ અમૃત સમાન રહ્યું નથી!
નવજાત શિશુનો પહેલો આહાર એટલે એની જનેતાનું દૂધ. એ દૂધ જે બાળક માટે અનેક વ્યાધિ સામેનું ટૉનિક પણ છે. જો કે હવે એવો દાવો કરી શકાય એમ નથી. હવા અને પાણીમાં ઠલવાતાં વિષારી તત્ત્વો તથા કેમિકલ્સ કોઈ ને કોઈ રીતે આપણા શરીરમાં પહોંચે છે. એ પ્રમાણ એટલું વધી ગયું છે કે એનાથી તો હવે માતાનું દૂધ સુદ્ધાં અભડાઈ ગયું છે.
સંવેદનશીલ સાહિત્યકારના મનોજગતમાં ડોકિયું
સામાજિક નિસબત સાથે લલિત સાહિત્યનું સંતુલન જાળવી સાતત્યથી સર્જન કરતાં હિમાંશી શેલતને પ્રતિષ્ઠિત ‘કુવેમ્પૂ રાષ્ટ્રીય પુરસ્કાર' જાહેર થયો છે ત્યારે આ...