વિશ ઓલ ઓફ યુ-હેપ્પી ફ્રેન્ડશિપ ડે!
ABHIYAAN|August 13, 2022
આટલું પૂછીને બબિતા ટેન્શનમાં આવી ગઈ કે મેં તો છેલ્લા ઘણા સમયથી આમને હેરાન કરવાનું બંધ કર્યું છે, તો એમના જીવનમાં બીજું કોણ આવ્યું હશે?
હર્ષદ પંડ્યા ‘શબ્દપ્રીત’
વિશ ઓલ ઓફ યુ-હેપ્પી ફ્રેન્ડશિપ ડે!

જીવનમાં ભલે વાઇફ એક જ હોય, પણ મિત્રો તો બેચાર હોવા જ જોઈએ, આફ્ટર મૅરેજ જો હળવાફૂલ થઈને જીવવું હોય તો!

મિત્રોનું પણ એક વિશ્વ હોય છે. કહેવાય છે કે એક સાચો મિત્ર પરણેલી વ્યક્તિનો રાહબર બની શકે છે, જો એ મિત્ર સેન્ટ પર સેન્ટ કુંવારો હોય, તો! મૈત્રીશાસ્ત્રમાં આવા કુંવારા મિત્રને જ ‘સાચા મિત્ર’ તરીકે પુરસ્કૃત કરવામાં આવ્યો છે. હવે પછી કોઈ એમ બોલે કે, ‘ફલાણા ભાઈ મારા સાચા મિત્ર છે,’ તો સમજી લેવાનું કે, એ ફલાણા ભાઈ સેન્ટ પર સેન્ટ કુંવારા છે!

અમેરિકાના વિખ્યાત હાસ્યલેખક માર્ક ટ્વેઇને તેના ‘યંગ ટૉમ સૉયર’ નામના પુસ્તકમાં મિત્રની વ્યાખ્યા સમજાવતાં લખ્યું છેઃ The person who can easily read your eyes, is your friend.

ભરતમુનિએ તેમના નાટ્યશાસ્ત્રના પૃષ્ઠ-૧૭માં લખ્યું છેઃ ‘દૂર રહેલા મનુષ્ય સાથે વાત કરવી હોય તો શિરસ્થાનથી સ્વર કાઢવો જોઈએ. બહુ દૂર ન હોય તો કંઠસ્થાન અને બાજુમાં હોય તો ઉર એટલે કે છાતીમાંથી સ્વર કાઢવો જોઈએ. ભરતમુનિની ક્ષમાયાચના સાથે અમે સૌ વાચકોને ‘મનુષ્ય’ની જગાએ ‘મિત્ર’ વાંચવાની વિનંતી કરીએ છીએ.

આ સંદર્ભે બાબુ બૉસની દલીલ એવી છે કે મિત્ર હૃદયમાં જ બેઠો હોય તો એની સાથે વાત કેવી રીતે કરવી? બાબુ કોઈ નેતા કે સરકારી બાબુ નથી તેમ છતાં એને બેબુનિયાદ શંકા-કુશંકા પેદા કરવાનો અને ઉત્તર વગરના પ્રશ્નો પેદા કરવાનો નાનપણથી શોખ.

બાબુના આવા લા-જવાબ સવાલનો જવાબ આપતાં અમે એટલું જરૂર કહી શકીએ કે મિત્ર હૃદયમાં જ બેઠો હોય તો પછી એની સાથે વાત કરવા માટે કોઈ જાતના સ્વર કે વ્યંજન, મતલબ કે અવાજના ઓશિયાળા બનવાની જરૂર જ ક્યાં છે? એ તો આપણો શ્વાસ સાંભળીને જ બધું સમજી જતો હોય! સાચા મિત્રની સાચી ઓળખ આપતાં કોઈ મૈત્રીપ્રેમીએ ખૂબ જ ખૂબસૂરત લખ્યું છે –

‘આંસુઓમાં પડે પ્રતિબિંબ એવા દર્પણ ક્યાંથી હોય, કહ્યા વિના ય સઘળું સમજે એવા સગપણ ક્યાંથી હોય!'

هذه القصة مأخوذة من طبعة August 13, 2022 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة August 13, 2022 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من ABHIYAAN مشاهدة الكل
આવી છૂટ શા માટે?
ABHIYAAN

આવી છૂટ શા માટે?

અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે

time-read
3 mins  |
Abhiyaan Magazine 04/01/2025
મનોરંજન
ABHIYAAN

મનોરંજન

અલવિદા, શ્યામ બેનેગલ!

time-read
3 mins  |
Abhiyaan Magazine 04/01/2025
વામા વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા વિશ્વ આરોગ્ય

સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ

time-read
2 mins  |
Abhiyaan Magazine 04/01/2025
સન્માન
ABHIYAAN

સન્માન

બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર

time-read
2 mins  |
Abhiyaan Magazine 04/01/2025
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ABHIYAAN

ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા

ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ

time-read
5 mins  |
Abhiyaan Magazine 04/01/2025
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
ABHIYAAN

કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ

કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.

time-read
4 mins  |
Abhiyaan Magazine 04/01/2025
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .

time-read
5 mins  |
Abhiyaan Magazine 04/01/2025
સારાન્વેષ
ABHIYAAN

સારાન્વેષ

મધર મેરી : પવિત્રતાના પાયા પર...

time-read
5 mins  |
Abhiyaan Magazine 04/01/2025
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી

time-read
7 mins  |
Abhiyaan Magazine 04/01/2025
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?

time-read
2 mins  |
Abhiyaan Magazine 04/01/2025