સાગરખેડુ ખારવાઓની ખારી-મીઠી જિંદગી
ABHIYAAN|September 03, 2022
‘ખારવો’ એટલે ખારાશ કે ખારા પાણીનો સાહસિક તરવૈયો એવું કહેવાતું હશે, પણ જે ખારા પાણીને મીઠું મધ બનાવી દે તે ‘ખારવો’. આવું એટલા માટે કહેવું પડે કે આ ખારવાના મોંમાંથી નીકળતો ‘તુંકારો’ પણ પ્રેમથી બોલાતો હોય. જેની એક અલગ ઓળખ સ્થાપિત થઈ ચૂકી છે તે ખારવા સમાજ રક્ષાબંધન બાદ નવેસરથી દરિયામાં ઝંપલાવી ચૂક્યો છે ત્યારે આવો, તેના જીવનમાં ડોકિયું કરીએ.
ધીરુ પુરોહિત
સાગરખેડુ ખારવાઓની ખારી-મીઠી જિંદગી

એ સમયે માંગરોળનો દરિયો શાંત હતો. આ બંદરનો એક સાગરપુત્ર ૪૦-૪૫ વર્ષનો સાહસિક તરવૈયો પોતાની હોડીમાં ત્રણ-ચાર દક્ષિણ ગુજરાતી ખલાસીઓને લઈ નીકળી પડ્યો દરિયો ખેડવા... તેને ક્યાં ખબર હતી કે તેની આ આખરી ખેપ છે? હજુ તો સાગરપુત્ર મધદરિયે પહોંચીને ઊંડા જળમાં જાળ નાખી ટંડેલને સૂચના આપતો હતો ત્યાં દક્ષિણ તરફથી ધસમસતું આવતું સઢવાળું મોટું વહાણ તેની નાની હોડી પર ચડી ગયું. એ ટક્કર એટલી જોરદાર હતી કે નાની હોડીના બે ઊભા ફાડિયા થઈ ગયા. એ હોડીના ચાર ખલાસીઓમાંથી બે ખલાસી હોડીના એક ટુકડામાં ચોંટી રહ્યા અને બીજા બે ખલાસી હોડીના બીજા ટુકડાને પકડી જીવ બચાવવા દરિયામાં ઝઝૂમતા રહ્યા, પણ એ હોડીના સુકાની મોજાંનાં ઊછળતા લોઢમાં ક્યાંક અદશ્ય થઈ ગયા. આ સાહસિક સુકાની હતા માંગરોળના સાગરપુત્ર વેલા પુંજા ગોસિયા.

ડુંગર જેવડી ઊછળતી થપાટમાં જીવ બચાવવા તરફડતો એ સાગરખેડુ આખરે દરિયા સામે હારી ગયો. છેલ્લા શ્વાસ સુધી દરિયાને બચાવી લેવા આજીજી કરતા એમનો મૃતદેહ પાણીની સપાટી પર તરતો રહ્યો. બે ટુકડામાં તરતી હોડીમાં જાળમાં ખેંચાતો એક મૃતદેહ અને હોડીને પકડી લટકતા ત્રણ જીવતા દેહોને નૌકા દળના જવાનોએ બચાવી લીધા, પણ એ હોડીનો સુકાની દરિયામાં મૃત્યુ પામ્યો.

هذه القصة مأخوذة من طبعة September 03, 2022 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة September 03, 2022 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من ABHIYAAN مشاهدة الكل
આવી છૂટ શા માટે?
ABHIYAAN

આવી છૂટ શા માટે?

અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે

time-read
3 mins  |
Abhiyaan Magazine 04/01/2025
મનોરંજન
ABHIYAAN

મનોરંજન

અલવિદા, શ્યામ બેનેગલ!

time-read
3 mins  |
Abhiyaan Magazine 04/01/2025
વામા વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા વિશ્વ આરોગ્ય

સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ

time-read
2 mins  |
Abhiyaan Magazine 04/01/2025
સન્માન
ABHIYAAN

સન્માન

બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર

time-read
2 mins  |
Abhiyaan Magazine 04/01/2025
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ABHIYAAN

ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા

ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ

time-read
5 mins  |
Abhiyaan Magazine 04/01/2025
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
ABHIYAAN

કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ

કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.

time-read
4 mins  |
Abhiyaan Magazine 04/01/2025
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .

time-read
5 mins  |
Abhiyaan Magazine 04/01/2025
સારાન્વેષ
ABHIYAAN

સારાન્વેષ

મધર મેરી : પવિત્રતાના પાયા પર...

time-read
5 mins  |
Abhiyaan Magazine 04/01/2025
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી

time-read
7 mins  |
Abhiyaan Magazine 04/01/2025
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?

time-read
2 mins  |
Abhiyaan Magazine 04/01/2025